સુરત: સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન આયોજિત સુરત પીપલ્સ બેન્ક પુરસ્કૃત અને મીડિયા પાર્ટનર ગુજરાતમિત્ર સહિતનાં સહિયારા પ્રયાસો થકી IPLની તર્જ પર રમાઈ રહેલી સુરત ક્રિકેટ લીગની તા.1/04/2023 નાં રોજ સાંજે 7 વાગ્યે શરૂ થયેલી બ્લ્યુ વોરિયર્સ વિરુદ્ધ સુરત સ્ટ્રાઈકર્સની મેચમાં ટોસ જોતી સુરત સ્ટ્રાઈકર્સની ટીમે પ્રથમ બેટિંગ સ્વીકારી19.4 ઓવરમાં 100 રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી.એના ઉત્તરમાં મેદાને ઉતરેલી બ્લ્યુ વોરિયર્સની ટીમે 9 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 102 રન સાથે 7 વિકેટે મેચ જીતી લીધી હતી.
- રવિવારે પ્રથમ સુરત ઓલ સ્ટારે, બ્લ્યુ વોરિયર્સને 3 વિકેટે હાર આપી, NCA નાં ફિલ્ડિંગ કોચ પલ્લા વોરા ઉપસ્થિત રહ્યાં
- મેન ઓફ ધ મેચ રહેલા સનપ્રીત બગ્ગા એ 47 બોલમાં 55 રન ફટકારી ટીમને વિજય અપાવ્યો
મેન ઓફ ધ મેચ રહેલા બ્લ્યુ વોરિયર્સનાં સિદ્ધાર્થ વેકરીયાએ 4 ઓવરમાં 5 રન આપી 4 વિકેટ ઝડપી તરખાટ મચાવ્યો હતો. દરમિયાન આજે રવિવારે 2 જી એપ્રિલે બપોરે 3 વાગ્યે રમાયેલી પ્રથમ મેચમાં બ્લ્યુ વોરિયર્સ વિરુદ્ધ સુરત ઓલ સ્ટારની મેચમાં બ્લ્યુ વોરિયર્સની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ લઈ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 126 રન કર્યા હતાં.
એના જવાબમાં સુરત ઓલ સ્ટારની ટીમે 19.5 ઓવરમાં 126 રનનો ટાર્ગેટ ચેઝ કરી 7 વિકેટ ગુમાવી 127 રન કર્યા હતાં.સુરત ઓલ સ્ટારે આ રોમાંચક મેચ 3 વિકેટે જીતી હતી. મેન ઓફ ધ મેચ રહેલા સનપ્રીત બગ્ગા એ 47 બોલમાં 55 રન ફટકારી ટીમને વિજય અપાવ્યો હતો. પ્રેઝન્ટેશન સેરેમનીમાં અંડર -19 નાં કોચ, પૂર્વ રણજી ક્રિકેટર અને નેશનલ ક્રિકેટ એકેડમીના ફિલ્ડિંગ કોચ પલ્લા વોરા, સુરત પીપલ્સ બેંકના ચેરમેન મુકેશ દલાલ,એમડી જતીન નાયક ઉપસ્થિત રહ્યાં હતાં.