Vadodara

સમરસ ગર્લ્સ હોસ્ટેલ વિવાદ: આંદોલનની ચિમકી

વડોદરા : સંસ્કારી નગરી વડોદરામાં અભ્યાસ કરવા બહારથી આવતા વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા સમરસ હોસ્ટેલ બનાવી છે.પરંતુ તેમાં રહેતા વિદ્યાર્થીઓને પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળ્યો છે. વિદ્યાર્થીઓના જમવામાં ઇયળ,માખી જેવા જીવજંતુઓ નીકળી રહ્યા છે,સાથે જ પીવાના પાણીની કોઈ સુવિધા નથી. જેથી વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ પણ યોગ્ય રીતે કરી શકતા નથી.આવી વારંવારની ફરિયાદ મળતા જ વિદ્યાર્થી વિકાસ સંઘ દ્વારા સમરસ હોસ્ટેલ ખાતે પહોંચી ઉગ્ર રજૂઆતો કરી હતી અને વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી હતી અને જો વિદ્યાર્થીનીઓની સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો કલેક્ટરને પણ આવેદનપત્ર પાઠવી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.ત્યારે બીજા દિવસે સમરસ હોસ્ટેલના વોર્ડન દ્વારા બોર્ડ ઉપર સૂચનાઓ લગાવવામાં આવી છે કે કોઈપણ પ્રકારની તકલીફ હોય કે ફરિયાદ હોય તો તે આંદોલન કરવાને બદલે કાર્યાલયમાં વિવેક પૂર્વક રજૂઆત કરવી.

અમે આગળ પણ કલેક્ટરને આવેદન આપીશું, મેડમની આ તઘલગી નીતિ નહી ચાલે
અમને લાંબા સમયથી સમરસ હોસ્ટેલમાંથી જે ફરિયાદો મળી રહી હતી.તેઓને જે અલગ અલગ પ્રશ્નો હતા. તે મામલે સમરસ ગર્લ્સ હોસ્ટેલના વોર્ડનને આવેદનપત્ર આપ્યું હતું. આ દરમિયાન વોર્ડન તરફથી એક એવી નીતિ જોવા મળી છે કે સમરસ હોસ્ટેલના વોર્ડને જે વિદ્યાર્થીનીઓ અમારી સાથે જોડાઈ રહી હતી તે વિદ્યાર્થીનીઓને બહાર આવવા દેવા ન માટે ગેટ બંધ કરી દીધા અને વિદ્યાર્થીનીઓને અમારી સાથે જોડાવા ન દીધી. ઉપરાંત આ મુદ્દાઓ જે હતા એના લીધે દરેક જગ્યાએ વાત કરી રજૂઆત કરી કે આ જે છે તેને જલદીથી જલ્દી હલ કરવામાં આવે છે. જે એમના જમવાના પ્રશ્નો છે. ઝોમેટો ના જમવાના પાર્સલોના જે પ્રશ્નો છે તે હલ થયા નથી. આ મામલે અમે આગળ પણ કલેક્ટરને આવેદન આપીશું અને જે મેડમની આ તઘલગી નીતિ છે એ અયોગ્ય છે અને આ નહીં ચલાવી લેવામાં આવે. – વિદ્યાર્થી અગ્રણી, વીવીએસ

Most Popular

To Top