નવી દિલ્હી: ઈઝરાયેલે (Israel) ફરી એકવાર સીરિયાના (Syria) સૈન્ય મથકો પર હુમલો (Attack) કર્યો છે. આ વખતે હુમલો મધ્ય સીરિયાના હોમ્સ પ્રાંતમાં સૈનાની છાવણીઓ પર કરવામાં આવ્યો છે. ત્યારે આ અંગે એવા પણ અહેવાલો સામે આવી રહ્યા છે કે કેટલીક મિસાઇલોને સીરિયા દ્વારા અટકાવવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે આ હુમલો રવિવારે મધરાતે થયો હતો. સરકાર તરફી શામ એફએમ રેડિયોએ જણાવ્યું હતું કે ઈઝરાયેલે દ્વારા કરવામાં આવેલા મિસાઇલ હુમલામાં ચાર સૈનિકો ઘાયલ થયા છે. આ હુમલો હોમ્સના પશ્ચિમી ગ્રામીણ વિસ્તારમાં લશ્કરી મથક પર થયો હતો. ગુરુવારથી સીરિયન સૈન્ય લક્ષ્યો પર ઇઝરાયેલનો આ ત્રીજો હુમલો હતો.
આ પહેલા પણ ઈઝરેયેલ દ્વારા બે વાર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે વખતે ઇઝરાયેલે રવિવારે મધ્યરાત્રિ બાદ અચાનક જ મધ્ય સીરિયાના હોમ્સ પ્રાંતમાં સેનાની મથક પર એક બાદ એક મિસાઈલ હુમલો કર્યો હતો. જો કે સીરિયા આ વાતો દાવો કરી રહી છે ઈઝરાયેલે કરેલા મિસાઈલ હુમલામાં સીરિયા દ્વારા કેટલીક મિસાઇલોને અટકાવવામાં આવી હતી.
સીરિયામાં યુએસ હવાઈ હુમલો
આ અગાઉ એવા સમાચાર હતા કે અમેરિકાએ સીરિયામાં હવાઈ હુમલો શરૂ કર્યો છે. સ્પેક્ટેટર ઈન્ડેક્સે તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર દાવો કર્યો છે કે ઈરાની મૂળના ડ્રોન હુમલામાં એક અમેરિકન કોન્ટ્રાક્ટર માર્યો ગયો હતો અને પાંચ અમેરિકન સૈનિકો ઘાયલ થયા હતા, જેના કારણે અમેરિકાએ સીરિયામાં હવાઈ હુમલા શરૂ કર્યા હતા. સ્પેક્ટેટર ઈન્ડેક્સે આગળ લખ્યું, “યુએસ સંરક્ષણ સચિવનું કહેવું છે કે સૈન્યએ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ સાથે જોડાયેલા જૂથો દ્વારા ઉપયોગમાં લેવાતા લક્ષ્યો પર પૂર્વ સીરિયામાં ચોક્કસ હવાઈ હુમલા કર્યા છે.”
હવાઈ હુમલો એ હુમલાઓનો જવાબ છે
યુએસ સંરક્ષણ સચિવ લોયડ જે. ઑસ્ટિન III એ કહ્યું, “રાષ્ટ્રપતિ બિડેનના નિર્દેશ પર, મેં આજે રાત્રે યુએસ સેન્ટ્રલ કમાન્ડ ફોર્સને પૂર્વ સીરિયામાં ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (IRGC) સાથે જોડાયેલા ગ્રુપો દ્વારા ઉપયોગમાં લેવાતી સુવિધાઓ વિરુદ્ધ ચોક્કસ હવાઈ હુમલા કરવા માટે અધિકૃત કર્યા છે.” સંરક્ષણ સચિવે જણાવ્યું હતું કે, “આ હવાઈ હુમલા આજના હુમલાના જવાબમાં તેમજ IRGC સાથે સંકળાયેલા જૂથો દ્વારા સીરિયામાં ગઠબંધન દળો સામે તાજેતરના હુમલાઓની શ્રેણીમાં કરવામાં આવ્યા હતા.”