SURAT

યુદ્ધના લીધે યુક્રેનમાં MBBSની પરીક્ષા નહીં આપી શક્યા હોય તેવા ભારતીય વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર

સુરત : ભારત સરકાર યુક્રેનથી પરત ફરનારા વિદ્યાર્થીઓને એમબીબીએસની ફાઇનલ પરીક્ષાનો પાર્ટ-1 અને પાર્ટ-2 પાસ કરવાની તક આપશે. એટલું જ નહીં, પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓને બે વર્ષની ઇન્ટર્નશિપ કરવા દેશે.

સૂત્રોથી પ્રાપ્ત માહિતી મુજબ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધને કારણે યુક્રેનમાં એમબીબીએસનો અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓએ અધવચ્ચે અભ્યાસ છોડીને ભારત દેશમાં આવવું પડ્યું છે. ત્યારે કોઈ પણ રજિસ્ટ્રેશન વિના એમબીબીએસનના ફાઇલન યરમાં પ્રવેશ આપવાનો નિર્ણય કરાયો છે. પણ તે વિદ્યાર્થીઓને થિયરી અને પ્રેક્ટિકલ એમ બંને પરીક્ષા પાસ કરવા માટે એક તક આપવામાં આવશે.

ઉપરાંત તે વિદ્યાર્થીઓએ ફરજિયાત બે વર્ષની રોટેટરી ઇન્ટર્નશિપ પણ પૂર્ણ કરવાની રહેશે. આ આખો મામલો આખો કોર્ટમાં પણ ચાલી રહ્યો હોવાનું જણાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓને ભારતની કોલેજોમાં એડમિશન આપવામાં આવશે. જોકે, તેઓએ એક વર્ષની અંદર એડમિશન પરીક્ષા પાસ કરવી પડશે. આ પરીક્ષા ભારતીય મેડિકલ કોર્સના અભ્યાસક્રમ પર આધારિત હશે.

મેડિકલનો અભ્યાસ આપતી બે સંસ્થામાં એડમિશન નહીં લેવા યુજીસીની સૂચના
યુજીસીએ નોટિફિકેશન જાહેર કરીને ફેક યુનિવર્સિટી મામલે ચેતવણી આપી છે. યુજીસી જણાવે છે કે ઓપન ઇન્ટરનેશનલ યુનિવર્સિટી ફોર ઓલ્ટરનેટિવ મેડિસિન અને નેશનલ બોર્ડ ઓફ ઓલ્ટરનેટિવ મેડિસિન, કુટ્ટલમ અંગે ચેતવણી યથાવત છે. આયોગે વિદ્યાર્થીઓને આ સ્વયંભૂ સંસ્થાઓમાં પ્રવેશ નહીં લેવા જણાવ્યું છે.

અહીં એડમિશન લેનાર વિદ્યાર્થીઓનું ભવિષ્ય બરબાદ થઈ શકે છે. યુજીસીએ એવું પણ કહ્યું કે યુનિવર્સિટી અને બોર્ડ બંનેને વિદ્યાર્થીઓને ડિગ્રી આપવાનો અધિકાર નથી. કારણ કે તેમની સ્થાપના યુજીસી એક્ટની કલમ હેઠળ કરવામાં આવી નથી. આ સંસ્થાઓને તેમના નામ સાથે યુનિવર્સિટી શબ્દનો ઉપયોગ કરવાની પણ મંજૂરી નથી. કારણ કે તેઓ કેન્દ્રીય, પ્રાંતિય અથવા રાજ્ય અધિનિયમ હેઠળ સ્થાપિત થયા નથી.

Most Popular

To Top