વડોદરા: શહેરમા રખડતા ઢોર નો ત્રાસ હવે ચરણસીમાં એ પોહચી ગયો છે. શહેર મા સરેરાશ નાગરિકો ને રખડતા ઢોર એક વ્યક્તિ ને અડફેટે લેતા જોવા મળે છે. સેવાસદની ગાદી પર નવા મેયર બિરાજમાન થયા બાદ ખુદ મેયર અને પાલિકા ના નેતાઓ અને આખા તંત્ર ના મો પર જાણ તાળા વાગી ગયા છે. રખડતા ઢોર મામલે કોઈ સટિક નિવેદન આપવા તૈયાર નથી. ઢોર પકડવા ની ઝુંબેશ કોના કહેવાથી ઢીલી પડી એ તો તપાસ નો વિષય છે. શહેર મા ફરી વખત રખડતા ઢોરો ની સંખ્યા વધી રહી છે. ગેરકાયદેર ઢોરવાડા ફરી સક્રિય થતા આ ત્રાસ ફરી વઘી રહીયો છે. પ્રિયા સિનેમા કેનાલ રોડ પર રોડ બ્લોક કરી ને ઢોર વાડો હજુ પણ અડીખમ જોવા મળે છે.
જે કોની મહેરબાની થી અડીખમ છે. તેવું નાગરિકો મા ચર્ચાય રહીયુ છે. શહેર મા આવા અનેક ઢોર વાડા છે. જે નાગરિકો ને અડચણ રૂપ છે. પણ હટાવતા નથી. આ લોકો સવાર થી જ નજીક ની સોસાયટી ઓ મા ઢોર ને રખડતા છોડી દેતા હોય છે. સોસાયટી ની મહિલાઓ અને બાળકો તેમજ વાહન ચાલકો ને અડફેટે લેતા હોય છે. પાલિકા પાસે રખડતા ઢોર મુક્ત વડોદરા કેવી રીતે બનાવવું તેનો કોઈ માસ્ટર પ્લાન જ નથી. માત્ર બે પાંચ ઢોર પકડી ને કામગરી બતાવવા થી વડોદરા ઢોર મુક્ત બનવાનું નથી. વર્ષો થી રાખડતા ઢોર પકડવા ની કામગરી ચાલે છે. છતાં પણ આ સમસ્યા દૂર કેમ થતી નથી. શુ જાદુઈ કરિશ્મા થી ઢોર ની સમસ્યા વધે છે. જેવા વેધક સવાલો વડોદરા ના નાગરિકો કરી રહીયા છે. હાઈકોર્ટની ફટકાર, રાજ્ય સરકાર ની સીધી સૂચના બાદ પણ વડોદરાનું તંત્ર ઢોર મુક્ત વડોદરા કરવામા નાપાસ થયું છે.
મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ સટિક પગલાં ભરવામા ઉણા ઉતર્યો
મ્યુનિસિપલ કમિશનરે શહેરમા રખડતા ઢોર મામલે મહત્વ ના નિર્ણયો લેવા મા ઢીલાસ રાખી હોવાનું સામે આવ્યું છે તેમજ ન્યાયમંદિર વિસ્તાર ને કોરીડોર બનાવવા ની વાત પછી ન્યાય મંદિર ની માત્ર સફાઈ કરી ને સંતોષ માન્યો છે ફરી ન્યાંયમંદિર ચોતરફ દબાણો નો રાફડો અને ગેરકાયદેસર પાર્કિંગ ની વણઝાર જોવા મળે છે. શહેર મા ડ્રેનેજ, લાઈટ, પાણી, દબાણ ની સમસ્યા માટે કોઈ જ પરિણામલક્ષી પગલાં ભરાયા ન હોવાથી વડોદરા ની પ્રજા હવે ફરિયાદ કરવા જાય તો ક્યાં જાય. તેવો ઘાટ ઘડાયો છે
પૂર્વ મેયરે કરેલી તેવી કામગીરી નવા મેયર કેમ કરતા નથી
મહાપાલિકાના પૂર્વ મેયરે કેટલાય એવા દબાણો કે જે અગાઉ ના શાસન મા હટ્યા નહોતા જેમ કે જેતલપુર નું મટન માર્કેટ, કેટલાક મોટા ઢોરવાડા ગ્રીન બેલ્ટ ના સૌથી મોટા દબાણો પૂર્વ મેયર કેયુર રોકડીયા એ સ્થળ પર જાતે ઉભા રહી ને દબાણો તોડી નખાવ્યા હતા. હાલ ની નેતાગીરી અને સરકારી બાબુઓ મા નિર્ણય લેવાની શક્તિ ઓછી છે કે પછી કોઈએ કડક નિર્ણયો લેવાની મનાઈ ફરમાવી છે તેવી વાતો સેવાસદન મા વહેતી થઇ છે.હવે તો કોઇ અધિકારી કે નેતા મીડિયા મા ચમકવા પણ આગળ આવતા નથી. આમ આ લોકો ના મો પર તાળા કોણે માર્યા તે સૌથી પહેલા તપાસ નો વિષય છે.
પ્રિયા કેનાલ રોડ પર ઢોર વાડાએ રોડ બ્લોક કર્યો
જો રખડતા ઢોર મુક્ત વડોદરા કરવા મા આવે તો આનાથી રોડ તો સલામત થશે તેવું મનપા માને છે પરંતુ વડોદરા ના છેવાડે આવેલ પ્રિયા સિનેમા રોડ કેનાલ રોડ ની બન્ને બાજુ ગ્રીન બેલ્ટ એરિયા છે. એક તરફ ના ગ્રીન બેલ્ટ ના દબાણો પાલિકાએ હટાવ્યા છે. જયારે કેનાલ ની બીજી તરફ પોલીસ ચોકી તરફ થી આવતા ઢોરવાડો 1 અને ગોપી પાર્ટી પ્લોટ પાસે ઢોરવાડો 2 એ આખો રોડ જ બ્લોક કરી નાખ્યો છે.વાહનો જઈ શકતા નથી. સવારે ઢોર નજીક ની સોસાયટી ઓમાં છોડી મુકવા મા આવે છે અને સાંજે આ ઢોર રોડ પર કબ્જો જમાવી દેતા હોય છે લોકો આ રોડ પર અવરજ્વર કરી શકતા નથી. આ વિસ્તાર ના લોકો નું કહેવું છે કે આ ઢોર વાડા ના કારણે ઘણા વર્ષો થી આ રોડ નો ઉપયોગ નાગરિકો કરી શકતા નથી.
ટૂંક સમયમાં તમામ કામગીરી કરાશે
શહેરમાં રખડતા ઢોર પકડવાની કામગીરી- દબાણ હટાવવા અને સફાઇ ઝુંબેશ માટે નજીકના દિવસોમાં ગ્રાઉન્ડ ઉપર કામગીરી કરવામાં આવશે. જે માટે આયોજન ગોઠવાઇ રહ્યું છે. -નિલશ રાઠોડ, મેયર,વડોદરા