વડોદરા: વડોદરામા મિનરલ વોટરના નામે લોકોનાં આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરવામાં આવતા હોવાનું કહેવાય છે.જેને લઈને મનપાનો આરોગ્ય વિભાગ ક્યારેય હરકતમાં આવ્યો નથી તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં આ પ્રકારના પાણીનું વેચાણ કરતા નાના મોટા કેટલાય પ્લાન્ટ પર તંત્રએ કોઈ દિવસ દરોડા પાડયા નથી હતા. જેમાં મોટા ભાગના યુનિટમાં નિયમ મુજબના દસ્તાવેજ અને મંજૂરી નહીં હોવાનું જાણવા મળે છે મિનરલ વોટરના નામે ગમે તે પ્રકારનું પાણી વેંચાતું હોવાની ફરિયાદો નાગરિકો કરી રહીયા છે. પરંતુ તંત્ર ની મહેરબાની થી શહેરમાં 250 થી વધારે આવા પ્લાન્ટ ધમધમતા હોય તેવું જાણવા મળે છે વડોદરા કમિશ્નરે લોકો ના આરોગ્ય સાથે છેડા કરતા આવી જગ્યાઓ પર દરોડા પાડીને મિનરલ સપ્લાયરને ત્યાં ઉંડી તપાસ હાથ ધરવા મા આવે તો ઘણા ગોટાળા બહાર આવી શકે તેમ છે.
કમિશનર ની સુચનાથી ફૂડ સેફટી ઓફિસર્સની ટીમ માત્ર વાર તહેવારે મીઠાઈ ના નમૂના લઈ ને સઁતોષ માને છે. આરોગ્ય સાથે છેડા કરનાર સામેં કડક હાથે કામગીરી કરવાની જરૂર વડોદરા મા વિવિધ પ્લાન્ટ મા અહીં ઉપયોગમાં લેવામાં આવતા અને પેકીંગમાં રહેલા પાણીની ગુણવત્તા ટીમે તપાસવાની જરૂર છે સ્ટોરેજ અંગે પણ ચકાસણી મિનરલ વોટર,પેક કરીને વેંચાણ કરવા અંગેના લાયસન્સ, ગુણવત્તાના ધોરણો, જુદા જુદા મિનરલ્સના પ્રમાણ અંગેના કાગળો પણ ચકાસવાની જરૂરિયાત ઉભી થઇ છે વડોદરા ના મોટા ભાગની જગ્યાએ તમામ મંજૂરી અને પ્રમાણપત્રો મળી નહીં હોવાનું કહેવાય છે.