સુરત: (Surat) વીઆર મોલ (VR Mall) પાસે બે ગ્રુપ ગઈકાલે અંદરોઅંદર ઝઘડતા પોલીસ (Police) કંટ્રોલરૂમને કોલ મળ્યો હતો. વેસુ પોલીસની પીસીઆર (Police PCR) ત્યાં પહોંચતા કોન્સ્ટેબલ ઉપર હુમલો કરતા ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરાયો હતો.
- વીઆર મોલ પાસે ત્રણ આરોપીઓએ પીસીઆર વાનના કોન્સ્ટેબલ ઉપર હૂમલો કર્યો
- અંદરોઅંદર ચાલી રહેલી બબાલમાં કંટ્રોલરૂમને કોલ મળતા પીસીઆર ગઈ હતી
વેસુ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ ભાણાભાઈએ આરોપી દેવા શિવશંકર રાજપુત (રહે, ૧૦૩ સુમન સંગીની પર્વતપાટીયા), ચીરાગ ચંપકભાઈ પટેલ (રહે, ગોયા મહોલ્લો વેસુ) અને અભિ ઉર્ફે અભિષેક ની સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી છે. આ ત્રણેય આરોપીઓ અને બીજા કેટલાક તત્વો ગઈકાલે રાત્રે ત્રણેયઆરોપીઓ વી.આર.મોલની સામે આવેલ મીર્ઝાપુર કેફે પાસે જાહેરમાં મારામારી કરતા હતા. દરમિયાન પોલીસ કંટ્રોલ રૂમમાં ફરિયાદ મળતા વેસુ પોલીસની પીસીઆર વાન ત્યાં પહોંચી હતી. ત્યારે આ ત્રણેય આરોપીઓએ પોલીસ કોન્સ્ટેબલને ઝઘડો કરી ગાળાગાળી કરી હતી. તથા કોન્સ્ટેબલને જમણી આખના ભાગે ઈજા તથા શરીરે ઢીકમુક્કિ નો માર મારતા ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરાયો હતો. પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી.
લીંબાયતમાં નવજાતને ફેંકનાર સીખા હોસ્પિટલની નર્સની ધરપકડ
સુરત: બે દિવસ પહેલા લીંબાયત થાતે રણછોડ નગર પાસે એક મૃત નવજાત મળી આવ્યું હતું. પોલીસે તપાસ કરીને આ ભૃણને ફેંકનાર સીખા હોસ્પિટલની નર્સની ધરપકડ કરી હતી. લીંબાયત ખાતે ગણેશનગરમાં રહેતા 48 વર્ષીય જગદીશલાલ મદનલાલ મેવાડાએ બે દિવસ પહેલા લીંયાબત પોલીસ સ્ટેશનમાં તાજુ ગર્ભનાળ સાથે જોડાયેલા નવજાતને તેના ગોડાઉન પાસે કોઈ ફેંકી ગયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી બાદમાં 108 બોલાવવામાં આવી હતી. આ બાળકને તપાસી મૃત જાહેર કરાયું હતું. પોલીસે આ અંગે તપાસ હાથ ધરતા સીસીટીવી ના આધારે અંજુ રાકેશ યાદવ (ઉ.વ.૪૧, રહે,-પ્લોટનં-૧૭, શિખા હોસ્પીટલ ઉપર રણછોડ નગર પટેલનગર બ્રિજ સામે લિંબાયત તથા મુળ જી- જબલપુર, મધ્યપ્રદેશ) ની ધરપકડ કરી હતી. આ મહિલા સીખા હોસ્પિટલમાં નર્સ છે. હોસ્પિટલમાં ગર્ભપાત કરાવી આ નવજાતને ફેંકવા નર્સ ખુદ આવી હતી. ઉલ્લેખનીય છે કે આ હોસ્પિટલમાં તબીબ વિરેન્દ્ર પટેલની થોડા દિવસ પહેલા એસઓજીએ મહારાષ્ટ્રમાં ગર્ભપરિષણના કેસમાં વોન્ટેડ હોવાથી ધરપકડ કરી હતી.