World

લંડનમાં ભારતીય એકતાનો સંદેશ: બ્રિટિશ પોલીસે હિન્દુસ્તાની ગીત પર ડાન્સ કર્યો

નવી દિલ્હી: લંડનમાં (London) અમૃતપાલના સમર્થકોએ ભારતીય ઉચ્ચઆયોગ સામે ભારતીય તિરંગો (Indian Flag) હટાવી ખાલિસ્તાનનો ઝંડો ફરકવ્યો હતો. પણ ત્યાંના ભારતીઓએ એક જૂથ થઈને ઝંડો ઉતારી ભારતનો હતો તેનાથી પણ મોટો ઝંડો ફરકાવ્યો હતો. આ ઉપરાંત ત્યાંના ભારતીયોએ ખાલિસ્તાની સમર્થકો સમક્ષ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને જોરદાર પ્રદર્શન કર્યું હતું અને ત્યાંની સરકાર પાસે ધટના અંગે કાર્યવાહીની માગ કરી હતી. આ વિરોધ રેલી દરમ્યાન લંડનમાં ભારતની એકતાનો સંદેશ ભારતીય લોકોએ આપ્યો હતો.

સભામાં ભારતીયો દ્વારા કહેવામાં આવ્યું હતું કે ખાલિસ્તાનમાં કોઈ વિશ્વાસ કરશે નહીં. એક પ્રદર્શનકારીએ કહ્યું કે અમે સાદિક ખાન અને બ્રિટિશ સરકાર પાસેથી નિવેદનોની માંગણી નથી કરતા પરંતુ કાર્યવાહીની માંગ કરીએ છીએ. એક વીડિયોમાં જોઈ શકાય છે કે વિરોધીઓએ ભારત માતાની જય, જય હિંદના નારા ગૂંજ્યા હતા. પ્રદર્શન કરી રહેલા લોકો ભારતીય ફિલ્મ સ્લમડોગ મિલિયનરના ઓસ્કર વિનિંગ સોન્ગ ‘જય હો’ પર નાચતા પણ જોવા મળ્યા હતા.આ શાંતિપૂર્ણ વિરોધ દરમિયાન બ્રિટિશ સુરક્ષા અધિકારીઓ પણ ભારતીય સાથે ડાંસ કરતા જોવા મળ્યાં હતા. એક બ્રિટિશ પોલીસ અધિકારી એક ભારતીય યુવતી સાથે ડાન્સ પણ કર્યો હતો.

અમૃતપાલ સિંહને હવે વિદેશમાં વસતા ખાલિસ્તાની સમર્થક પંજાબીઓ તરફથી સમર્થન
જણાવી દઈએ કે પંજાબમાં ખાલિસ્તાનની માગ સાથે બળવો કરી રહેલા અમૃતપાલ સિંહને હવે વિદેશમાં વસતા ખાલિસ્તાની સમર્થક પંજાબીઓ તરફથી સમર્થન મળવા લાગ્યું છે. બ્રિટન, અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં અમૃતપાલની ધરપકડ ન થાય તેનો વિરોધ થવા લાગ્યો છે. રવિવારે સાંજે બ્રિટનમાં બ્રિટિશ હાઇકમિશનની ઓફિસ બહાર લહેરાતા ભારતના તિરંગાને ખાલિસ્તાનીઓએ ઉતારી લીધો હતો અને તોડફોડ કરી હતી. આ પગલાં સામે ભારતે પણ આક્રમક વલણ અપનાવીને બ્રિટન પાસે ખુલાસો માગ્યો છે. જો કે બ્રિટનમાં વસતા અન્ય ભારતીયોએ જે તિરંગો ઉતારવામાં આવ્યો તેનાથી પણ મોટો તિરંગો લહેરાવીને ખાલિસ્તાનીઓને જડબાંતોડ જવાબ આપ્યો છે.

Most Popular

To Top