Sports

ગુજરાત જાયન્ટ્સે દિલ્હી કેપિટલ્સ સામે લીગના સૌથી નાના સ્કોરને ડિફેન્ડ કરી જીત મેળવી

મુંબઇ : મહિલા પ્રીમિયર લીગની (WPL) અહીં રમાયેલી એક મેચમાં ગુજરાત જાયન્ટ્સે (Gujarat Giants) લૌરા વોલવાર્ટ અને એશ્લે ગાર્ડનરની અર્ધસદીઓની મદદથી 20 ઓવરમાં 4 વિકેટે 147 રન બનાવીને દિલ્હી કેપિટલ્સ (DC) સામે મુકેલા 148 રનના લક્ષ્યાંકને ડિૅફેન્ડ કરીને 11 રને જીત મેળવી હતી. 148 રનના વિજય લક્ષ્યાંક સામે દિલ્હીની ટીમ 136 રન જ બનાવી શકી હતી. આ સાથે લીગમાં ગુજરાત જાયન્ટ્સે ટૂર્નામેન્ટનો સૌથી નાનો સ્કોર ડિફેન્ડ કરીને બીજી જીત મેળવી છે. ગુજરાતની 6 મેચમાં આ બીજી જીત છે જ્યારે દિલ્હીની માત્ર બીજી હાર છે.

  • લૌરા વોલ્વાર્ટ અને એશ્લે ગાર્ડનરની અર્ધસદીઓ અને બંને વચ્ચેની 81 રનની ભાગીદારીથી ગુજરાત જાયન્ટ્સે 4 વિકેટે 147 રન બનાવ્યા
  • 148 રનના લક્ષ્યાંક સામે ગુજરાત જાયન્ટ્સના બોલરોની જોરદાર બોલિંગથી દિલ્હી કેપિટલ્સનો 136 રનમાં વિંટો વળી ગયો

આ પહેલા લૌરા વુલ્ફાર્ટ અને એશ્લે ગાર્ડનરની અડધી સદીએ ગુજરાત જાયન્ટ્સને ધીમી શરૂઆતથી 4 વિકેટે 147 રનનો સન્માનજનક સ્કોર બનાવવામાં મદદ કરી હતી. વુલ્ફાર્ટે 45 બોલમાં છ ચોગ્ગા અને એક છગ્ગા સહિત 57 રન બનાવ્યા હતા. ગાર્ડનરે 33 બોલમાં નવ ચોગ્ગાની મદદથી અણનમ 51 રન બનાવ્યા હતા. બંનેએ ત્રીજી વિકેટ માટે 81 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. આ સિવાય હરલીન દેઓલે 33 બોલમાં 31 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી જેસ જોન્સને 38 રનમાં બે વિકેટ ઝડપી હતી.

Most Popular

To Top