National

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની વેબસાઈટ થઈ હેક, રશિયન હેકર્સના ગ્રુપ ફીનિક્સ પર લાગ્યો આરોપ

નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયી વેબસાઈટ (Website) અંગે એક મહત્વની માહિતી મળી આવી છે. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની વેબસાઈટને રશિયન (Russia) હેકર (Hacker) જૂથ દ્વારા હેક કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રાલયે આ અંગે તપાસ કરવાનો આદેશ આપ્યો છે. આ પહેલા CloudSEKએ દાવો કર્યો હતો કે રશિયન હેકર્સે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટને નિશાન બનાવી હતી. આ પહેલા દિલ્હી AIIMS પર સાયબર એટેક થયો હતો. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયન હેકર્સે મંત્રાલયની વેબસાઇટને નિશાન બનાવી હતી. જાણકારી મળી આવી છે કે CloudSEK અનુસાર હુમલાનું કારણ રશિયન ફેડરેશન સામે લાદવામાં આવેલા પ્રતિબંધો હોઈ શકે છે.

ક્લાઉડ એક્સના સાયબર નિષ્ણાતોનો દાવો છે કે વેબસાઇટને રશિયન હેકર્સના જૂથ ફોનિક્સ દ્વારા નિશાન બનાવવામાં આવી છે. તેના દ્વારા હેકર્સ દેશની તમામ હોસ્પિટલોના કર્મચારીઓ અને મુખ્ય ડોક્ટરોના ડેટા સુધી પહોંચી ગયા છે. ક્લાઉડસેકે કહ્યું કે ફોનિક્સ જાન્યુઆરી 2022 થી સક્રિય છે. તે મુખ્યત્વે માત્ર હોસ્પિટલોને જ ટાર્ગેટ કરે છે. યુએસ સૈન્ય અને સ્પેનિશ વિદેશ મંત્રાલયને સેવા આપતી આરોગ્ય સંસ્થાની વેબસાઇટ પર હુમલા પાછળ પણ આ જ જૂથનો હાથ હતો.

AI સંચાલિત સાયબર સિક્યોરિટી કંપનીએ દાવો કર્યો છે કે રશિયા તરફી હેકર જૂથ ફોનિક્સે કથિત રીતે HMIS પોર્ટલ સાથે ચેડા કર્યા છે અને દેશની તમામ હોસ્પિટલોના સ્ટાફ અને મુખ્ય ડૉક્ટરોના ડેટાનો ભંગ કર્યો છે. માનવામાં આવે છે કે રશિયા-યુક્રેન યુદ્ધ પર ભારતની ઓઇલ પ્રાઇસ કેપ્સ અને G20 પ્રતિબંધો અંગેની સમજૂતીના પરિણામે હેકર્સે વેબસાઇટને નિશાન બનાવી છે. જો કે આ અંગે કોઈ પુષ્ટિ મળી નથી.

જણાવી દઈએ કે ગયા વર્ષે દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના ઈ-હોસ્પિટલ સર્વર પર મોટો સાયબર હુમલો થયો હતો. આ ઉપરાંત ગયા વર્ષે ડિસેમ્બરમાં કેન્દ્ર સરકારના જલ શક્તિ મંત્રાલયનું ટ્વિટર હેન્ડલ પણ હેક થયું હતું.

Most Popular

To Top