World

હવે ફર્સ્ટ રિપબ્લિક બેંક બંધ થવાના આરે, એક અઠવાડિયામાં અમેરિકામાં ત્રીજી બેંક થઈ કંગાળ!

નવી દિલ્હી: અમેરિકન બેન્કિંગ સેક્ટરમાં જે સુનામી (US Banking Crises) આવી છે તે અટકવાનું નામ નથી લઈ રહી. પહેલા સિલિકોન વેલી બેંક (Silicon valley bank) બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ સિગ્નેચર બેંક (signature bank) બંધ (closed) કરી દેવામાં આવી હતી. હવે બે બેંક બંધ થયા બાદ ત્રીજી બેંક પણ બંધ થવાને આરે છે. તમને જણાવી દઈએ કે ફર્સ્ટ રિપબ્લિક બેંક (First Republic Bank) પર પણ તાળા લટકાવવાનો સમય આવી ગયો છે. માત્ર એક અઠવાડિયામાં આ ત્રીજી મોટી બેંક છે, જેની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે.

બેંક શેરમાં જોરદાર ઘટાડો
મળતી માહિતી અનુસાર ફર્સ્ટ રિપબ્લિક બેંકના શેરમાં 61.83%નો ઘટાડો થયો છે. જો તમે છેલ્લા સપ્તાહના ઘટાડા પર નજર નાખો તો, ફર્સ્ટ રિપબ્લિક બેંક સ્ટોકની કિંમત 74.25% ઘટી છે. છેલ્લા ટ્રેડિંગ દિવસે તેની કિંમત શેર દીઠ $19ની નીચી સપાટીએ પહોંચી ગઈ હતી. સિલિકોન વેલી બેંક અને સિગ્નેચર બેંકમાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી અને આ બંને બેંકોને તાળા લાગી ગયા હતા. હવે આ મોટી બેંક પણ પડી ભાંગવાની સંભાવના છે. જેની સીધી અસર શેર બજાર પર પડી રહી છે.

વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે છ અમેરિકન બેંકોમાં પ્રથમ ક્રમે ફર્સ્ટ રિપબ્લિક બેંકનું નામ પણ સામેલ કર્યું છે જેને સમીક્ષા હેઠળ રાખવામાં આવી છે. આ ઉપરાંત, રેટિંગ એજન્સીએ Zions Bancorporation, Western Aliens Bancorp, Comerica Inc, UMB ફાયનાન્સિયલ કોર્પ અને ઈન્ટ્રસ્ટ ફાઈનાન્સિયલ કોર્પોરેશનના રેટિંગને પણ ડાઉનગ્રેડ કર્યું છે અને તેને સમીક્ષા હેઠળ મૂક્યું છે. અગાઉ, મૂડીઝે સિગ્નેચર બેંકને અગાઉ ‘C’ રેટિંગ સોંપ્યું હતું. પરંતુ સોમવારે, ન્યૂયોર્ક સ્થિત સિગ્નેચર બેંકનું ડેટ રેટિંગ પણ જંક ટેરિટરી પર ડાઉનગ્રેડ કરવામાં આવ્યું હતું. એજન્સીનું આ પગલું યુએસ બેન્કિંગ સેક્ટર માટે મોટો ફટકો છે.

2008 જેવા સ્થિત દેખાઈ રહી છે
અમેરિકામાં એક બેંક ક્રેશને કારણે 2008 જેવી મંદીનો ખતરો ગાઢ થવા લાગ્યો છે. તે વર્ષે બેંકિંગ ફર્મ લેહમેન બ્રધર્સે પોતાને દેવાળું જાહેર કર્યા હતા. આ પછી અમેરિકા સહિત સમગ્ર વિશ્વમાં આર્થિક મંદી આવી અને અર્થવ્યવસ્થાની કમર તૂટી ગઈ હતી. જો તમે અમેરિકાના બેંકિંગ ઈતિહાસ પર નજર નાખો તો 2008 પછી બેંકિંગ સેક્ટરમાં બીજું મોટું શટડાઉન સિલિકોન વેલી બેંકનું બંધ હતું. આ પછી તરત જ, ત્રીજી સિગ્નેચર બેંક અને હવે ફર્સ્ટ રિપબ્લિકના રૂપમાં ચોથી બેંક બંધ થવાના આરે છે.

વધુ બેંકો સુનામીમાં ડૂબી શકે છે
દરમિયાન દિગ્ગજ અમેરિકન રોકાણકાર બિલ એકમેને અમેરિકામાં બેન્કિંગ સેક્ટરની આ સુનામીમાં ડૂબી ગયેલી બેન્કોની યાદીમાં વધુ નામો સામેલ થવાની શક્યતા વ્યક્ત કરી છે. સિલિકોન વેલી બેંક ઘણી બેંકોને અસર કરશે. એકમેનના મતે યુએસ ઓથોરિટીના હસ્તક્ષેપ બાદ પણ ઘણી બેંકો ડૂબી જવાની સંભાવના છે.

Most Popular

To Top