‘રાષ્ટ્રવાદ’ અને ‘રાષ્ટ્રીય રાજકારણ’ બંને બહુ અલગ છે. આ બંને જો કે કસોટી કરાવે તેવા છે. અત્યારે પંજાબમાં ફરી ખાલિસ્તાનવાદી ચહલપહલ વર્તાય રહી છે. રાષ્ટ્રના દરેક રાજ્યોને રીઝવી શકે તેવું રાજકારણ બહુ મુશ્કેલ છે. આઝાદી પછીના કોંગ્રેસના શાસનને જુઓ તો આ વાત વધુ સમજાશે. શરૂનાં વર્ષોમાં કોંગ્રેસે જે જે રાજ્યોમાં શાસન કર્યું ત્યાં આજે તે ક્યાંય નથી. બંગાળ, પંજાબ, દક્ષિણના રાજ્યો, હિમાચલી રાજ્યોના રાજકારણ મોટી કસોટી બન્યા છે. BJP વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં એ રાજ્યોમાં શાસન માટે પ્રયત્નશીલ છે જે રાજ્યો કેન્દ્રના રાજકારણથી અલગ રહ્યા. જમ્મુ-કાશ્મીરમાં નવી રાજકીય જમીન ઊભી કરી રહ્યા છે.
ત્રિપુરા, આસામ, નાગાલેન્ડમાં શાસન વિસ્તાર કર્યો છે. કર્ણાટકમાં પોતાની જગ્યા ઊભી કરી છે પણ પશ્ચિમ બંગાળ અને પંજાબ આ BJPને પગ મૂકવા દેતું નથી. આવનારાં વર્ષોમાં BJP સ્થિતિ બદલી શકશે? પડકારો બહુ મોટા છે. આ દરમ્યાન જેતે રાજયોમાં પ્રભાવી પ્રાદેશિક પક્ષો ઘણા નબળા પડી ગયા છે અને BJPના તીર એ બધા પક્ષો પર તકાયેલા છે. અત્યારે બિહારમાં લાલુ પ્રસાદ પર છેલ્લો પ્રહાર કરાઈ રહ્યો છે. નીતિશકુમારના આધારો ઓછા થાય તેનો આ પ્રયત્ન છે. મહારાષ્ટ્રમાં શિવસેનાએ મુંબઈત્વ, હિંદુવાદ અને પ્રાદેશિકવાદના મિશ્રણનું જે રાજકારણ માંડેલું તે હવે નવા સંજોગોમાં નકામું થઈ પડ્યું છે.
BJP પાસે દરેક રાજ્યો વિશેના લાંબાગાળાના વ્યૂહ છે પણ પંજાબમાં તેમની યોજના કારગત નીવડતી નથી. વિધાનસભા ચૂંટણી વખતે કોંગ્રેસમાંથી અલગ થયેલા કેપ્ટનથી પંજાબનું રાજકારણ BJPના પક્ષે થોડું બદલાશે એ ધારણા ખોટી પડી છે. ત્યાં ‘AAP’નો શાસક તરીકે પ્રવેશ થયો છે. હવે ખાલિસ્તાની ઉગ્રવાદી જરનૈલસિંહ ભિંડરાવાલેનો પોતે અનુયાયી છે એવું કહેનારા અમૃતપાલ સિંહની પ્રવૃત્તિ પંજાબના રાજકારણામાં મોટા સવાલો કરી રહી છે. કાશ્મીરના રાજકારણમાં પ્રવેશવા BJPએ વ્યૂહ શોધી કાઢ્યો અને પૂર્વનાં રાજ્યોમાં પણ જગ્યા કરી તો એવું પંજાબમાં શક્ય છે?
જવાહરલાલ નહેરુનો પ્રયત્ન હતો કે આઝાદી પછીના ભારતમાં ધર્મઆધારિત રાજકારણનો પ્રભાવ ઓછો થતો જાય કારણ કે એવા રાજકારણે જ ભારત-પાકિસ્તાન વિભાજન કરાવેલું. આજે પણ ધર્મઆધારિત રાજકારણ વિભાજકતા ઊભું કરે છે. વળી ભારતના અનેક રાજ્યો હજુ પોતાની પ્રાદેશિક અસ્મિતાને સ્વતંત્રતા સાથે જોડે છે. એવાં રાજ્યો ભારતમાં છે પણ તેમને ભારતીય બનાવી રાખવા સતત પ્રયત્નો કરવા પડે છે. કાશ્મીર તો તેનું આગઝરતું ઉદાહરણ છે. પંજાબમાં જાઓ તો ત્યાં શીખ વર્ચસ્વ છે પણ ભારતની કુલ વસતિમાં તેઓ એક ધાર્મિક લઘુમતી જ છે. 1947માં દેશમાં ભાગલા પડ્યા તે પહેલાં બંગાળનું વિભાજન બહુ મોટું હતું અને 1947માં પંજાબનું ય વિભાજન થયું.
આ પંજાબવાસી શીખો વર્ષોથી ખાલિસ્તાનનું સ્વપ્ન જુએ છે. પાકિસ્તાન સાથે જે રાજ્યની સરહદ લાગતી હોય એ રાજ્ય વિશે અલગથી વિચારવાની ફરજ પડતી હોય છે. ત્યાં રાષ્ટ્રવિરોધી તાકાત મોટી અરાજકતા ફેલાવી શકે છે. ‘વારિસ પંજાબ દે’ના પ્રમુખ અમૃતલાલસિંહના સેંકડો સમર્થકોએ અમૃતસરના અજનાલા પોલીસસ્ટેશન પર કરેલો હુમલો અત્યંત સૂચક છે. એ હુમલાખોરો તલવાર અને બંદૂક સાથે આવેલા તે તો ખરું પણ સાથે શ્રી ગુરુગ્રંથ સાહિબને પાલખીમાં લઈ આવ્યા હતા. પોલીસ આ કારણે જ આકરો પ્રતિકાર કરી ન શકી. ધર્મ અને ઉગ્રવાદનું આ સંયોજન કેવું રાષ્ટ્રઘાતક પુરવાર થાય છે તે સહુ જાણે છે.
પંજાબમાં ભગવંતસિંહ માન માટે તો પડકાર છે જ પણ તેનાથી મોટો પડકાર કેન્દ્ર સરકાર માટે છે. ક્યાંક પાકિસ્તાનવાદીઓ, ક્યાંક નકસલવાદીઓ અને ફરી ખાલિસ્તાનવાદીઓ. આ વિભાજક તત્ત્વોને જેર કઈ રીતે કરવા? ગયા વર્ષે કેન્દ્ર સરકાર સામે ખેડૂત આંદોલનના નામે શીખોએ જ આંદોલન ચલાવ્યું હતું અને એ આંદોલનકારીઓ દિલ્હીના લાલકિલ્લા સુધી પહોંચી ગયેલા. શીખ એકદમ આક્રમક હોય છે ને તેમની લડાયકવૃત્તિ જલદી હાર સ્વીકારતી નથી એટલે જ ભારતીય લશ્કરમાં તેઓ હંમેશાં અગ્રસ્થાન ભોગવે છે.
એટલે ખાલિસ્તાનવાદી અમૃતપાલસિંહ નિયંત્રણમાં રહે એ જરૂરી છે. જો આમ ન થશે તો ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું પડશે. આપણા વિપક્ષો સામાન્યપણે શાસકપક્ષની વિરુધ્ધનો મત પ્રગટ કરવા ઉત્સાહી હોય છે પરંતુ અમુક મુદ્દા એવા હોય છે જેમાં સહમતિ જરૂરી હોય છે. કોંગ્રેસ અત્યારે બહુ મોટી રાજકીય ભૂમિકા ભજવી શકે એવો વૈચારિક રીતે મજબૂત પક્ષ નથી રહ્યો. ભારતના દરેક રાજકીય પક્ષોએ પ્રાદેશિકતાના રાજકારણથી આગળ વધી રાષ્ટ્રને બંધારણીય ભૂમિકાએ વધુ સંગઠિત કરે એવા રાજકારણ કરવાની જરૂર છે. આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી એ રીતે ખૂબ મહત્ત્વની બનશે.
– બકુલ ટેલર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.