સુરત: શહેરના વેસુ વિસ્તારમાં રહેતા વિધર્મી યુવકે હિન્દૂ નામ ધારણ કરી વેસુમાં જ રહેતી ૨૪ વર્ષની યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં યુવતીને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી અલગ અલગ જગ્યાએ ફરવા માટે લઇ ગયો હતો અને તેની મરજી વિરુદ્ધ શારીરિક સબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. જોકે બાદમાં આ યુવતીને યુવકની અસલી ઓળખ ખબર પડી હતી કે તે સનરાઈઝ ઈવેન્ટનો માલિક વસીમ અકરમ છે. જેથી યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વેસુના રાજપુત ફળિયા ખાતે રહેતા વસીમ અકરમ વાહીદ સનરાઈઝ ઈવેન્ટના નામે વેપાર કરે છે. વસીમ અકરમે વેસુ વિસ્તારમાં જ રહેતા અને મહેંદી મુકવાનું કામ કરતી 24 વર્ષીય યુવતીને પોતાની ઓળખ વાસુ ગ્વાલડીયા તરકે આપી મિત્રતા કરી પોતાના સનરાઈઝ ઈવેન્ટમાં પાર્ટનર બનાવી હતી. ત્યારબાદ અવાર નવાર મોબાઈલ ઉપર વાતો કરતા હતા તેમજ રૂબરુમાં મળી વિશ્વાસમાં લઈ પ્રેમજાળમાં ફસાવી હતી. વસીમે યુવતીને ગઈ તા 1 જુલાઈ 2022થી 10 ફેબ્રુઆરી 2023 સુધીમાં ફરવા બહાને અલગ અલગ હોટલમાં તેમજ તેના ઘરે લઈ જઈ તેન મરજી વિરૂધ્ધ જબરજસ્તી બળાત્કાર કર્યો હતો. તેમજ યુવતીને આ અંગે કોઈને જાણ કરી તો પરિવાર સાથે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
જોકે, યુવતીએ શુક્રવારે હિંમત કરીને વસીમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી હતી. પોલીસે યુવતીની ફરિયાદને આધારે વાસુ ગ્વાલડીયા ઉર્ફે વસીમ અકરમ વાહીદ સામે બળાત્કાર અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે.
વસીમે પોતાની ઓળખ છુપાવી હતી
પોલીસે જણાવ્યું હતું કે, ભોગબનનાર યુવતિ ઈવેન્ટ પાર્ટનશીપનું કામ કરતી હતી. વાસુ ગ્વાલડીયા ઉર્ફે વસીમે યુવતિ સાથે મિત્રતા થઈ હતી. ત્યારબાદ અવારનવાર મોબાઈલ ઉપર વાતચીચ કરી રૂબરૂ મળવા તેણીને બોલાવી હતી. ત્યારબાદ વાસુ ઉર્ફે વસીમે તેણીને ફરવા લઈ જવાના બહાને અલગ-અલગ હોટલ તેમજ રહેણાંકના સરનામે લઈ જઈ મરજી વિરૂધ્ધ બળજબરીથી શરીર સંબંધ બાંધ્યા હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું. આ ઉપરાંત ભોગબનનાર યુવતિએ પોલીસ ફરિયાદમાં ઉમેર્યુ હતું કે આરોપી વસીમ પોતાની મુસ્લિમ તરીકેની ઓળખ છુપાવી હતી અને વાસુ ગ્વાલડીયા નામ બતાવી મિત્રતા કેળવી હતી. આ મામલે પણ પોલીસે વાસુ ઉર્ફે વસીમ સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધી હતી. આ અંગે વધુ તપાસ પીઆઈ એમ.સી.વાળા કરી રહ્યા છે.