નેશનલ હાઈવે (National Highway) નંબર 48 પર પીપોદરા નજીક ઓવર બ્રિજ (Bridge) પરથી ટ્રેલર ના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રોંગ સાઈડ આવી રહેલું ટ્રેલર ઓવરબ્રિજની રેલિંગ સાથે અથડાતા અકસ્માત (Accident) સર્જાયો હતો. અકસ્માત સર્જાયા બાદ ટ્રેલરની કેબિન છૂટી પડી જઇ ઓવરબ્રિજ પરથી નીચે સર્વિસ રોડ પર રિક્ષા પર પડી હતી. આ વિચિત્ર અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા હતા. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ નેશનલ હાઈવે નંબર 48 પર ઓવર બ્રિજ પરથી ટ્રેલરના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રોંગ સાઈડ આવી રહેલું ટ્રેલર ઓવરબ્રિજની રેલિંગ સાથે અથડાયો હતો. અકસ્માત બાદ ટ્રેલરની કેબિન છૂટી પડી ગઈ હતી. કેબિન છૂટી પડી ઓવરબ્રિજ પરથી નીચે સર્વિસ રોડ પર રિક્ષા પર પડી હતી. જોકે રિક્ષાનો 20 ટકા જેટલો ભાગ ચપેટમાં આવતા મોટો અકસ્માત થતા રહી ગયો હતો. અકસ્માતમાં ટ્રેલરના ચાલક અને રિક્ષાના બે મુસાફરોને નાની મોટી ઈજા થવા પામી હતી. ઇજા પામેલાઓને 108 મારફત સારવાર માટે કામરેજ ખસેડાયા હતા. બીજી તરફ અકસ્માતને પગલે નેશનલ હાઇવે પર ટ્રાફિકની સમસ્યા સર્જાવા પામી હતી. બનાવની જાણ થતા નજીકમાં આવેલ પાલોદ પોલીસ તેમજ સુરત જિલ્લા ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે પહોંચી સર્જાયેલો ટ્રાફિક હળવો કર્યો હતો.
રાજપારડી નજીક માધુમતિના પુલની રેલિંગ તોડીને કન્ટેનર ખાડીમાં પડ્યું
ભરૂચ: રાજપારડી પાસે આવેલા માધુમતિ નદી પર ધુળેટીના દિવસે એક કન્ટેનર રેલિંગ તોડીને ખાડીમાં ખાબકતા સદ્દનસીબે ચાલકનો જીવ આબાદ બચી ગયો હતો. રોડ પરથી પસાર થનારા વાહનચાલકોએ આખી ઘટના જોયા બાદ જીવ તાળવે ચોટી ગયો હતો.
રાજપારડી ખાતે લોકો ધૂળેટી રમવામાં મશગૂલ હતા એ વેળા બપોરે લગભગ બે વાગ્યા આસપાસ ઉમલ્લાથી રાજપારડી તરફ આવતું ભારેખમ કન્ટેનર માધુમતિ નદીના ખખડજ પુલની રેલિંગ તોડીને સીધું નદીમાં ખાબક્યું હતું. આ પુલ પરની તદ્દન નબળી અને તકલાદી રેલિંગ સામે કન્ટેનરે જાણે કચુંબર બનાવીને નદીમાં પડતા એક તબક્કે વીજ લાઈનોને પણ ઝપેટમાં લઇ લેતા વીજ પુરવઠો ખોરવાયો હતો. આખી ઘટના બનતાની સાથે રોડ પર પસાર થતા નાના-મોટા વટેમાર્ગુઓ જોઇને હેબતાઈ ગયા હતા. જો કે આ કન્ટેનર નદીમાં પડવાથી સદ્દનસીબે કોઈ જાનહાની ન થતા ખુદ ચાલક પણ બચી ગયો હતો. ઉલ્લેખનીય એ છે કે અંકલેશ્વર-રાજપીપળા રોડ સાથે રોજબરોજ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી(SOU) પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે આ રોડ અને બ્રીજ ઠેક ઠેકાણે ભંગાર હાલતમાં હોવાથી લોકોમાં દહેશત છે.