Trending

રાશિ પ્રમાણે આ રંગથી રમો હોળી, આખું વર્ષ ચમકશે તમારું ભાગ્ય

નવી દિલ્હી: 7 માર્ચે આજે હોલિકા દહન (Holika Dahan) અને આવતીકાલે 8 માર્ચે ધૂળેંટી (Thuleti) એટલે કે રંગોની (Color) રમઝટ કરતી હોળીનો પર્વ છે. જ્યોતિષશાસ્ત્રમાં દરેક રાશિ (Rashi) માટે એક શુભ રંગ નક્કી કરવામાં આવ્યો છે. જો તમે હોળી પર આ રંગનો ઉપયોગ કરશો તો તમને આખા વર્ષ માટે ચોક્કસથી શુભ ફળ મળશે. તો આવો જાણીએ આ હોળી પર કયા લકી કલર સાથે હોળી રમવી જોઈ જેથી તમારૂ આખું વર્ષ સારૂ જાય.

મેષ અને વૃશ્ચિક
મેષ અને વૃશ્ચિક રાશિ પર મંગળનું શાસન છે અને મંગળનો રંગ લાલ છે. એટલા માટે જો આ બે રાશિના લોકો હોળી પર લાલ રંગના ગુલાલનો ઉપયોગ કરે તો તે યોગ્ય રહેશે. તમે નારંગી અથવા ગુલાબી રંગથી પણ હોળી રમી શકો છો.

વૃષભ અને તુલા
જો તમારી રાશિ વૃષભ અથવા તુલા છે, તો તમારા માટે સફેદ અથવા ગુલાબી રંગ સૌથી વધુ શુભ રહેશે. તમારી રાશિનો સ્વામી શુક્ર છે. આ ગ્રહ શાંતિ પ્રિય માનવામાં આવે છે. વૃષભ અને તુલા રાશિના લોકો ગુલાબી અને સફેદ રંગોથી હોળી રમી શકે છે. જો તમે ઇચ્છો તો સફેદને બદલે બ્રાઇટ કલરનો પણ ઉપયોગ કરી શકો છો.

કન્યા અને મિથુન
કન્યા અને મિથુન રાશિના લોકો માટે લીલો રંગ શુભ માનવામાં આવે છે. આ બંને રાશિઓનો સ્વામી બુધ છે. આ ગ્રહની રાશિઓ માટે લીલો રંગ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે જ્યારે આ રાશિના લોકો લીલા રંગનો ઉપયોગ કરે છે તો જીવનમાં ખુશીઓ આવે છે. જો કે, લીલા રંગ સિવાય તમે નારંગી અને પીળા રંગોથી પણ હોળી રમી શકો છો.

મકર અને કુંભ
ન્યાયના દેવતા શનિ મકર અને કુંભ રાશિના સ્વામી છે. કાળો અને વાદળી તેમના શુભ રંગ છે. તેથી જ હોળીના દિવસે, તમે કાળા, વાદળી અથવા જાંબલી રંગોથી હોળી રમી શકો છો.

ધનુ અને મીન
દેવ ગુરુ બૃહસ્પતિને ધનુ અને મીન રાશિના સ્વામી માનવામાં આવે છે. આ રાશિઓ ભગવાન વિષ્ણુ સાથે સંબંધિત છે. અને ભગવાન વિષ્ણુને પીળા અને કેસરી રંગો ખૂબ જ પસંદ છે. એટલા માટે ધનુ અને મીન રાશિના લોકો હોળીના દિવસે આ બંને રંગો સાથે હોળી રમી શકે છે.

કર્ક રાશિ
કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે અને આ રાશિના જાતકોનો શુભ રંગ સફેદ છે. તેથી જ જો તમે સફેદ અથવા તેજસ્વી રંગોથી હોળી રમો તો તે વધુ સારું રહેશે.

સિંહ રાશિ
ગ્રહોનો રાજા સૂર્ય, સિંહ રાશિનો સ્વામી છે. સામાન્ય રીતે આ રાશિના લોકો આક્રમક વલણ ધરાવતા માનવામાં આવે છે. આ રાશિના લોકો માટે લાલ, કેસરી અને પીળો રંગ શુભ છે. એટલા માટે તમે આ ત્રણમાંથી કોઈપણ રંગ સાથે હોળી રમી શકો છો.

Most Popular

To Top