દેશમાં આજે પણ હજારો એવાં પછાત ગામડાંઓ છે, જયાં ત્યાંના રહેવાસીઓને બે ટંકનું સાદું ભોજનનું સૌભાગ્ય પણ પ્રાપ્ત નથી! તેના વિપરીત સરકારી પુરવઠા વિભાગની બેદરકારી અને દીર્ઘદૃષ્ટિના અભાવે ગોડાઉનમાં પડેલા હજારો કિલો ઘઉં બરબાદ થઇ ગયા. હવે તેનો ખુલાસો અને બચાવ કરતાં પુરવઠા વિભાગના સત્તાધીશોએ એવું જણાવ્યું કે વરસાદી પાણીના પરિણામે હજારો કીલો અનાજ ખરાબ થઇ ગયું. આજે પણ રાજયમાં હજારો પરિવારો એવાં છે કે રેશનકાર્ડના આધારે અનાજ મેળવે છે, જેથી ગુજરાતમાં ગરીબી રેખાની નીચે જીવતાં ગરીબો અને સામાન્ય પરિવારો મોટી સંખ્યામાં છે તેનો સ્પષ્ટ ખ્યાલ આવી શકે છે! હવે વાસ્તવિકતા સમજીએ તો ગોડાઉનોની છતમાંથી વરસાદી પાણી પડે છે અને અનાજ ઘઉંનો મોટો જથ્થો બરબાદ થાય છે. આ વર્ષો જૂની કહાની છે. તો પછી સરકાર જાગૃત થઇ આ અંગે આટલાં વર્ષોથી જરૂરી કાર્યવાહી રૂપે ગોડાઉનોની છત રીપેરીંગ કેમ નથી કરાવતા. આ અંગે પુરવઠા વિભાગમાં સત્તાધીશો તેમની જવાબદારી અને ફરજો અંગે જાગૃત થાય જે દેશ અને જનતાના હિતમાં હશે.
સુરત – રાજુ રાવલઆ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
સાંઠે બુદ્ધિ નાઠી!
કહેવત એમ કહે છે કે, ‘સાંઠે બુધ્ધિ નાઠી’ કિન્તુ સુધારીને તોડી જોડી મરોડીને એમ પણ કહી શકાય કે, ‘સાંઠે બુઢ્ઢી (ધરડી / ડોશલી )કો’ક નવજુવાન સાથે નાસી ગઈ’હોવાની ઘટના પણ બનતી હોય છે ! આમ તો એને સ્મૃતિ દોષ કહી શકાય, પરંતુ મેડિકલ સાયન્સમાં એ માટે ડિમેન્શિયા શબ્દ છે, યાદદાસ્ત ખોવી, હું પણ 60 વરસની આરે ઉભો છું મારી ઉંમરના યા તેથી મોટા ઘણા ખરા ડોક્ટર, વકીલ, એન્જિનિયર, પ્રોફેસર વિગેરેની મૅમરી લોસ્ટ વય મર્યાદાને લીધે થવા પામેલ છે ! અભ્યાસ એમ કહે છે કે, ડિમેન્શિયા શબ્દનો ગુજરાતીમાં કોઈ બરાબર ભાષાંતર કરે એવો કોઈ શબ્દ નથી.
તેને ભુલવાનો રોગ કહી શકાય, તેને સ્મૃતિ ભ્રંશ, ચિત્તભ્રમ, પણ કહી શકાય. મોટા ભાગે ૬૦, ૬૫, વર્ષની વય પછી આના ચિન્હ દેખાય છે. જો નાની ઉમરમાં થાય તો તેને ‘Early Onset Dementia’ કહેવાય છે. કોઈ વાર તેને ઉન્માદ, અથવા ગાંડપણ કહેવામાં આવે છે, તે અયોગ્ય છે. ડિમેન્શિયા કોઈ એક રોગ નથી. મગજના કોષની તકલીફ ના લીધે થતા જુદા જુદા રોગના લીધે જે લક્ષણ જોવા મળે છે તેને ડિમેન્શિયા ના શબ્દમાં આવરી લેવામાં આવે છે. મોટા ભાગે આ ઘડપણમાં થાય છે. મગજને નુકશાનનું પરિણામ છે. તેનો ઈલાજ નથી અને તેના લક્ષણો ધીમે ધીમે વધતા જાય છે.
સુરત -સુનીલ રાજેન્દ્ર બર્મન – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે