SURAT

સુરતના મોટા વરાછામાં બિલ્ડરે કરી આવી કામગીરી, તંત્રએ લીધું આ મોટું એક્શન

સુરત: (Surat) સુરત શહેરમાં આડેઘડ બેઝમેન્ટ ખોદકામ કરતા બિલ્ડરોની (Builder) શાન ઠેકાણે લાવવા આ વખતે જિલ્લા ભૂસ્તર અધિકારીએ (Officers) દાખલા રૂપ કામગીરી કરી ફફટાડ ફેલાવી દીધો છે. મોટા વરાછા વિસ્તારના વરદાન ઇન્ફા નામની પેઢીને ગેરકાયેદે ખનનન બદલ 38.76 લાખનો દંડ ફટકારવામાં આવેલો આ દંડ ભરવામાં બિલ્ડર પેઢી ઠાગાઠૈયા કરતા આખરે મામલો સેસન્સ કોર્ટ સુધી પહોચી ગયો છે.

  • મોટા વરાછા વિસ્તારના વરદાન ઇન્ફા નામની પેઢીને ગેરકાયેદે ખનનન બદલ 38.76 લાખનો દંડ
  • સુરત શહેરમાં આડેઘડ બેઝમેન્ટ ખોદકામ કરતા બિલ્ડરોની શાન ઠેકાણે લાવવા જિલ્લા ભૂસ્તર અધિકારીએ કરી દાખલા રૂપ કામગીરી

સુરત જિલ્લા ખાણખનિજ વિભાગની તપાસટીમ દ્વારા મોટા વરાછા, ટી.પી.નં.૨૫, એફ.પી.નં.૩૧ (સર્વે/બ્લોક નં.૩૪૦)માં સરપ્રાઇઝચેકીંગ હાથ ધરાયુ હતુ. આ તપાસ દરિમયાન જગ્યા પર વરદાન લકઝરીયા નામનો પ્રોજેકટ બનાવતી વરદાન ઈન્ફ્રા નામની ભાગીદારી પેઠી દ્વારા સદર વિસ્તારમાં સાદીમાટી ખનિજનું ૧૫૭૦૮.૬૧ મે.ટન બિનઅધિક્રીતે ખોદકામ કરી નિકાસ કરેલી હોવાની વિગતો સાંપડી હતી. . જેથી વરદાન ઈન્ફ્રાને રૂ.૩૮,૭૬,૧૦૦/- ની દંડકીય રકમ ભરપાઈ કરવા નોટીસ ફટકારવામાં આવી હતી.

આ નોટિસ છતાં તેમ છતાં વરદાન ઈન્ફ્રા દ્વારા આજદીન સુધી સરકારને દંડકીય રકમ ભરપાઈ કરેલ ન હોઈ વરદાન ઈન્ફાના ભાગીદારો(૧) કિશોરભાઈ કાળુભાઈ ગોળવીયા (૨) અમિતભાઇ ભોળાભાઇ શીંગાળા (૩) તુષારકુમાર અશોકભાઇ શિંગાળા (૪) દિનેશભાઇ વશરામભાઇ બાંભરોલીયા (૫) રાકેશભાઇ સુરેશભાઇ બાંભરોલીયા (૬) નીલેશભાઇ પરષોતમભાઇ જાવીયા (૭) રાહુલભાઇ કિશોરભાઇ ગજેરા (૮) મનસુખલાલ નરસીંહભાઇ ભિમાણી ની વિરુધ્ધ માઈન્સ સુપરવાઈઝર હિતેશ પટેલ દ્વારા સુરત જીલ્લા સેન્શન કોર્ટમાં ફરીયાદ દાખલ કરવામાં આવી છે.

ઉમરામાંથી મોટા પાયે પકડાયેલા ઇ-સિગારેટનો જથ્થો લાવનાર મુખ્ય સૂત્રધાર ઝડપાયો
સુરતઃ શહેરમાં થોડા દિવસ પહેલા પાંડેસરા અને ઉમરામાંથી મોટા પાયે ઇસિગારેટનો જથ્થો પકડાયો હતો. એસઓજીની ટીમે આ જથ્થો સપ્લાય કરનાર મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો હતો. એસઓજીની ટીમે ગત ૧૬ ફેબ્રુઆરીએ બમરોલી રોડ પાંડેસરા ખાતે ઈશ્વરનગર સોસાયટીના ઘર નં.૨૬૧ માં રેડ કરી હતી. મકાનની અંદરથી ૫.૬૪ લાખની ઇ-સીગરેટનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. અને ત્યારબાદ ૨૨ ફેબ્રુઆરીએ ઉમરા ડુમ્મસ રોડ એસવીએનઆઈટી સર્કલ પાસે વાહન ચેકીંગ દરમ્યાન મોપેડ ઉપર હેરાફેરી કરતા એક વ્યક્તિને ઝડપી પાડી તેની પાસેથી ૨.૭૦ લાખનો ઇ-સીગરેટનો જથ્થો જપ્ત કરાયો હતો. જે બાબતે પાંડેસરા તથા ઉમરા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ બે ગુના દાખલ કરવામાં આવ્યા હતા.

બન્ને ગુનામાં પકડાયેલા આરોપીઓની એસ.ઓ.જી. પીઆઈ એ.પી.ચૌધરીએ આગવી ઢબે પુછપરછ કરતા બન્ને ગુનામાં ઇ-સીગરેટનો જથ્થો સપલાય કરનાર એકજ વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આ સપ્લાયરને તાત્કાલીક ઝડપી પાડવા એસ.ઓ.જી. ની ટીમ કામે લાગી હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે આરોપી મોહમદસાબેર અબ્દુલ રઉફ રાવાણી (ઉ.વ.૩૦ રહે. ૧૬ ન્યુ જામીયા બીલ્ડીંગ ફાયર સ્ટેશનની સામે મોરાભાગળ રાંદેર) ને ઝડપી પાડ્યો હતો. આરોપીની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, બન્ને ગુનામાં પોલીસે જપ્ત કરેલ ઇ-સીગરેટનો જથ્થો તેણે સપ્લાય કર્યો હતો. આરોપીની ઇ-સીગરેટના જથ્થાના સોર્સ બાબતે પુછપરછ કરતા તે મુંબઈના ક્રાફર્ડ માર્કેટમાંથી ઈસિગારેટ લાવતો હતો. ત્યાં ખુલ્લેઆમ વેચાય છે. અને ત્યાંથી લાવીને સુરતમાં ઘરેથી જ સપ્લાય કરતો હતો.

Most Popular

To Top