નવી દિલ્હી: પ્રાયગરાજમાં ઉમેશપાલ અને તેની સુરક્ષા માટે તૈનાત સુરક્ષાકર્મીની ધોળાદિવસે હત્યા કરવામાં આવી હતી. ઉમેશપાલની સુરક્ષા માટે બે સુરક્ષાકર્મી તૈનાત કરવામાં આવ્યા હતા જેમાંથી એકનું તેની સુરક્ષા કરતા જે દિવસે તેની ઉપર હુમલો કરવામાં આવ્યો તે જ દિવસે મોત થઈ ગયું હતું જયારે બીજા સુરક્ષાકર્મીનું બુધવારના રોજ મોત થયું હતું.
જાણકારી મુજબ ઉમેશ પાલ હત્યાકાંડમાં તેની સુરક્ષામાં તૈનાત સુરક્ષાકર્મી રાધવેંદ્ર ધાયલ થયો હતો તેની સારવાર ચાલી રહી હતી પરંતું તેણે બુધવારના રોજ લગભગ 5:45 વાગે હોસ્પિટલમાં પોતાનો દમ તોડ્યો હતો. ઉમેશપાલની સુરક્ષા માટે તૈનાત બે સુરક્ષા કર્મીમાંથી એકનું તે જ સમયે મોત થઈ ગયું હતું જયારે બીજો સુરક્ષા કર્મી ધાયલ થતાં તેને સારવાર માટે લખનૌની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે બુધવારે હોસ્પિટલમાં જ તેણે દમ તોડ્યો હતો.
ઉમેશ પાલ હત્યાકાંડ સાથે સંકળાયેલા આરોપી અરબાઝનું સોમવારના રોજ એન્કાઉન્ટર થયું હતું
સોમવારના રોજ પોલીસને ઉમેશપાલ હત્યા કેસનો આરોપી અરબાઝ પીપલ ગામની આસપાસ હોય તેવી જાણકારી મળી હતી જેના આધારે પોલીસે ધેરાબંધી કરી હતી. પોલીસને જોઈને અરબાઝ ડરી ગયો હતો તેમજ ફાયરિંગ કર્યું હતું જેના વળતા પ્રહારે પોલીસે પણ ફાયરિંગ કર્યું હતું અને અરબાઝને ધટના સ્થળે જ ધાયલ થયો હતો. આ ધટનામાં એક પોલીસ કર્મચારીના હાથમાં પણ ગોળી વાગી હતી. ઉમેશ પાલની હત્યા વખતે અરબાઝ પાસે ક્રેટા કાર હતી. આ ઉપરાંત અરબાઝને પૂર્વ સાંસદ અતીક અહેમદનો નજીકનો હોય તેવી પણ જાણ મળી છે. જાણકારી મળી આવી છે કે ઉમેશ પાલની હત્યામાં સંકળાયેલા આરોપીઓમાંથી 7માંથી 2 શૂટર અતીક અહેમદ ગેંગના હતા.
પોલીસ અને STFની 10 ટીમો સતત આ કેસ ઉપર કામ કરી રહી છે. પોલીસ ઉમેશ પાલ અને તેના સરકારી ગનરની હત્યા કરનારાઓની શોધમાં તપાસ કરી રહી છે. હત્યારાઓને પકડવા માટે પોલીસ પ્રયાગરાજથી બહાર જતા માર્ગો પર વિશેષ ચેકિંગ ઓપરેશન ચલાવી રહી છે. એટલું જ નહીં પ્રયાગરાજમાં શંકાસ્પદોના અડ્ડા પર આખી રાત દરોડા પાડવામાં આવી રહ્યાં છે.
કોણ છે ઉમેશપાલ અને કેટલા સેકન્ડમાં ધટનાને અંજામ આપવામાં આવ્યો
શુક્રવારે પ્રયાગરાજમાં ઉમેશ પાલ અને તેના ગનરને બદમાશોએ ગોળી મારીને હત્યા કરી હતી. રાજુપાલ હત્યા કેસમાં ઉમેશ પાલ સાક્ષી હતો. ઉમેશ કારમાંથી નીચે ઉતર્યો કે તરત જ બદમાશોએ તેના પર ગોળીબાર કર્યો. આ દરમિયાન ગોળી વાગવાથી તેનું અને તેના ગનરનું મોત થયું હતું. બદમાશોએ 44 સેકન્ડમાં આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો.