SURAT

અમરોલીમાં રહેતી યુવાન પરિણીતા બાલ્કનીમાં કપડાં સૂકવી રહી હતી ત્યારે બની આવી ઘટના

સુરત: સુરતના અમરોલી વિસ્તારમાં આઘાતજનક ઘટના બની છે. અહીં એક પરિણીતા પોતાના ઘરની બાલ્કનીમાં રોજના ક્રમ અનુસાર કપડાં સૂકવી રહી હતી ત્યારે તેની સાથે એવી ચોંકાવનારી ઘટના બની જે ક્યારેય કોઈએ સપનામાં પણ વિચારી નહોતી. આ ઘટના બન્યા બાદથી પરિવારની આંખોના આંસુ સુકાઈ રહ્યાં નથી. માત્ર 26 વર્ષની નાની ઉંમરે પરિણીતા સાથે બનેલા આ બનાવના લીધે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

  • સુરતના અમરોલી વિસ્તારના શ્રીજી પૂજન રેસીડેન્સીની ઘટના
  • ફેબ્રીકેશનનો ધંધો કરતા મયૂર ત્રિવેદીની પત્નીનું પાંચમા માળેથી નીચે પટકાતાં મોત થયું
  • મયૂર ત્રિવેદીની પત્ની કૃપા કપડાં સૂકવી રહી હતી ત્યારે દોરી તૂટી જતા તે નીચે પટકાઈ હતી

ગેલેરીમાં કપડાં સુકવી રહી હતી ત્યારે નીચે પટકાઈ હતી. પાંચમા માળેથી નીચે પટકાતા પરિણીતાને ગંભીર ઈજાઓ થઈ હતી. તેણીને સારવાર માટે હોસ્પિટલમાંખસેડાઈ હતી જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાની વિગતો જાણવા મળી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ગિર સોમનાથ જિલ્લાના બંધારડ ગામના વતની અને હાલ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં શ્રીજી પૂજન રેસીડેન્સી ખાતે રહેતા મયુર ભરત ત્રિવેદી ફેબ્રિકેશનનો ધંધો કરી પત્ની સહિત પરિવારનું ગુજરાન ચલાવે છે. મયુર ત્રિવેદીની 26 વર્ષીય પત્ની કૃપા ઉર્ફે કિંજલ ગત તા. 18 ફેબ્રુઆરીએ પોતાના ઘરની ગેલેરીમાં કપડાં સુકાવી રહ્યા હતા ત્યારે કપડાં સૂકવવા જતા દોરી તૂટી જતા તેણી પાંચમા માળેથી નીચે પટકાઈ હતી. જેમાં તેણીને શરીરને ગંભીર ઇજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ ખાતે લઈ જવાઈ હતી. ચાલુ સારવાર દરમિયાન તેણીનું ગઈકાલે બપોરે મોત નીપજ્યું હતું ઘટનાને પગલે પરિવારમાં ભારે શોકની લાગણી છવાઈ જવા પામી છે.

સચિનમાં બાઇક સ્લીપ થતા લિંબાયતના બે મિત્રોના મોત
સુરત : લિંબાયત મદીના મસ્જિદ પાસે પદ્માવતી સોસાયટીમાં રહેતા ૨૨ વર્ષીય સિદ્દીક અનીશ અહેમદ અને ૧૯ વર્ષીય હાસિમ રહીશ શેખ ફેબ્રિકેશનનું કામ કરતા હતા. રવિવારે નવસારીમાં ફેબ્રિકેશનનું કામ હોવાથી બંને મિત્રો બાઇક લઈને નવસારી ગયા હતા. ત્યાંથી બંને મિત્રો પરત બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે સચિન-નવસારી હાઇવે પર માણેકપોર પાસે તેમની બાઈક સ્લીપ થઇ હતી. જેમાં બંને મિત્રો પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા પહેલા નવસારી પછી વધુ સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સાંજના સમયગાળા દરમિયાન સિદ્દીકનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે આજરોજ સવારે હાસિમનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું.

Most Popular

To Top