World

તુર્કીમાં વિનાશકારી ભૂકંપથી બચ્યા પણ માથા પર છત જ નથી, રહેવા માટે અપનાવ્યો આ રસ્તો

નવી દિલ્હી: તુર્કીમાં (Turkey) ભૂકંપે (Earthquake) ઘણો વિનાશ સર્જયો છે. ભૂકંપના કારણે કેટલાક પરિવારો (Family) બેઘર બન્યા છે. કોઈ બાળકે માતા-પિતા ગૂમાવ્યા છે તો કોઈ પિતાએ પોતાના બાળકોને, ભૂકંપમાં કેટલાક લોકો બચી તો ગયા છે. પરંતુ સરકારની મદદ તેઓ સુધી પહોંચી નથી રહી. તમને જણાવી દઈએ કે ભૂકંપના કારણે માત્ર તુર્કીમાં જ 44 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. વિનાશકારી ભૂકંપની તસવીરો અને એક અઠવાડિયા પછી કાટમાળમાંથી લોકોને બહાર કાઢવાની કહાનીઓ લોકોને આશ્ચય આપી રહી છે. જીવતા લાખો લોકો માટે તેમના માથા પર છત શોધવા માટે કંઈક અલગ પડકાર તૈયાર છે. હકીકતમાં, આ સંકટ રાહત શિબિરોમાં જગ્યાના અભાવને કારણે છે. લોકો કોઈને કોઈ રીતે ખુલ્લા આકાશ નીચે ક્યાંક રહી રહ્યા છે.

તુર્કીના અધિકારીઓનો દાવો – 2 મિલિયન લોકોને ટેન્ટ આપવામાં આવ્યા હતા
દક્ષિણ તુર્કીમાં આવેલા પ્રચંડ ભૂકંપના લગભગ ત્રણ અઠવાડિયા પછી પરિવારો હજુ પણ કામચલાઉ આશ્રયસ્થાનોમાં રહે છે કારણ કે તેઓને સત્તાવાર શિબિરમાં જગ્યા મળી નથી. જો કે ભૂકંપથી ઘરવિહોણા બનેલા લગભગ 20 લાખ લોકોને વિસ્તારની બહાર તંબુ, કન્ટેનર ઘરો અને અન્ય સુવિધાઓમાં રાખવામાં આવ્યા છે, તુર્કીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, 25 વર્ષીય અલ્સ્વેદે જણાવ્યું હતું કે તેના પરિવારને હજુ સુધી કોઈ ફાયદો થયો નથી.

લોકો બગીચામાં રહેવા મજબૂર છે
કેટલાક પરિવારો બગીચા તેમજ ખુલ્લી જગ્યામાં રહેવા માટે મજબૂર બન્યા છે. દક્ષિણપૂર્વ તુર્કીમાં સિઅર્ટ યુનિવર્સિટીમાં નર્સિંગનો અભ્યાસ કરતા અલસ્વેડે કહ્યું. તેમણે કહ્યું, “સૌથી મોટી સમસ્યા તંબુઓની છે. તેને 19 દિવસ થઈ ગયા છે અને અમને હજુ સુધી એક પણ ટેન્ટ મળ્યો નથી. અમે ટેન્ટ કેમ્પમાં જવા માટે અરજી પણ કરી હતી, પરંતુ તેઓએ કહ્યું કે નજીકના શિબિરો ભરાઈ ગયા છે.”

ગ્રીનહાઉસમાં મહિલાઓ રહેવા મજૂબર
અહીં મહિલાઓ ગ્રીનહાઉસમાં રહે છે. અધિકારીઓએ કહ્યું મહિલાઓ માટે અલગથી ટેન્ટ ઉપલબ્ધ નથી. આયસ નામની મહિલાએ કહ્યું, “અમને તંબુ મળ્યો નથી, પરંતુ અમારા કરતાં વધુ ખરાબ પરિસ્થિતિમાં અન્ય લોકો છે અને હું ઈચ્છું છું કે તેમને પહેલા આપવામાં આવે. ઓછામાં ઓછું અમારી પાસે ગ્રીનહાઉસ છે. હું મારા બાળકો સાથે અહીં રહેવા આવ્યો છું.” પતિએ બાળકોને સૂવા માટે ઘરની બહાર કાટમાળમાંથી એક સોફા બહાર કાઢ્યો. અમારી પાસે ખાવા-પીવાનું છે, પરંતુ તેઓએ કહ્યું કે અત્યારે કોઈ તંબુ નથી. તુર્કીના ડિઝાસ્ટર એન્ડ ઈમરજન્સી મેનેજમેન્ટ ઓથોરિટી (એએફએડી) એ જણાવ્યું હતું કે તુર્કીએ ભૂકંપ ઝોનમાં 335,000 થી વધુ ટેન્ટ લગાવ્યા છે અને 130 સ્થળોએ કન્ટેનર હોમ સેટલમેન્ટ્સ ગોઠવવામાં આવી રહ્યા છે. 530,000 લોકોને પણ સ્થળાંતર કરવામાં આવ્યા છે.

તુર્કીમાં ભૂકંપે વિનાશ સર્જયો
ઉલ્લેખનીય છે કે 6 ફેબ્રુઆરીએ તુર્કીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ આંચકા એક વાર નહિ પણ ઘણી વાર આવ્યા. જ્યાં સુધી આપત્તિ ન બની ત્યાં સુધી. પહેલો આંચકો સવારે 4.17 વાગ્યે આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.8 મેગ્નિટ્યુડ હતી. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ તુર્કીમાં ગાઝિયાંટેપ હતું. લોકો તેમાંથી બહાર નીકળી શકે તે પહેલાં, તેના થોડા સમય બાદ બીજો ભૂકંપ આવ્યો, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.4 મેગ્નિટ્યુડ હતી. ભૂકંપના આંચકાનો આ સમયગાળો અહીં જ અટક્યો ન હતો. આ પછી 6.5ની તીવ્રતાનો બીજો આંચકો આવ્યો હતો. આ આંચકાઓએ માલત્યા, સાનલિઉર્ફા, ઓસ્માનિયે અને દિયારબાકીર સહિત 11 પ્રાંતોમાં વિનાશ સર્જ્યો હતો. સાંજે 4 વાગે ભૂકંપનો વધુ એક આંચકો આવ્યો હતો. આ આંચકાએ સૌથી વધુ તબાહી મચાવી હતી. બરાબર દોઢ કલાક બાદ સાંજે 5.30 કલાકે ભૂકંપનો પાંચમો આંચકો આવ્યો હતો.

Most Popular

To Top