National

અમૃતસર: લવપ્રીત તુફાનને પોલીસે છોડ્યો, ખાલિસ્તાની સમર્થક અમૃતપાલનો છે ખાસ માણસ

અમૃતસર: ખાલિસ્તાની (Khalistan) સમર્થક અમૃતપાલના (Amritpal) નજીકના સાથી લવપ્રીત તુફાનને (Lovepreet Tufan) જેલમાંથી (Jail) મુક્ત કરવામાં આવ્યો છે. શુક્રવારે તેના સમર્થકો અજનાલા (Ajanala) પોલીસ સ્ટેશનમાં (Police station) ઘૂસી ગયા હતા. સમર્થકોના હાથમાં તલવારો, બંદૂકો અને લાકડીઓ સાથે લવપ્રીતને તાત્કાલિક મુક્ત કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા હતા. હવે પોલીસે લવપ્રીત તૂફાનને છોડી મૂક્યો છે.

અમૃતપાલ સિંહના સહયોગી લવપ્રીત તુફાનને પંજાબની અજનલા કોર્ટના આદેશ બાદ અમૃતસર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. આ અંગે અમૃતસરના એસએસપી ગ્રામીણ સતીન્દર સિંહે જણાવ્યું હતું કે લવપ્રીત તુફાનને છોડવા માટે અરજી આપવામાં આવી હતી. આ સંદર્ભે કોર્ટ દ્વારા તેમને મુક્ત કરવાના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે લવપ્રીત તુફાન અમૃતપાલ સિંહ માટે ખૂબ જ ખાસ છે. આ મામલામાં ગુરુવારે પંજાબના અજનાલામાં 'વારિસ પંજાબ દે' સાથે જોડાયેલા હજારો લોકોએ હંગામો મચાવ્યો હતો.

જાણકારી માટે તમને જણાવી દઈએ કે ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ અને તેના સમર્થકો પર ચમકૌર સાહિબના રહેવાસી વરિન્દર સિંહનું અપહરણ અને હુમલો કરવાનો આરોપ હતો. બરિન્દર સિંહે તેની ફરિયાદમાં પોલીસને જણાવ્યું હતું કે અમૃતપાલ સિંહના સાથીઓએ તેનું અજનાલાથી અપહરણ કર્યું હતું અને તેને અજ્ઞાત સ્થળે લઈ ગયા હતા જ્યાં તેને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. ફરિયાદના આધારે પોલીસે અમૃતપાલ સિંહ અને તેના સમર્થકો વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. આ કેસમાં પોલીસે અમૃતપાલના નજીકના લવપ્રીત તુફાનને કસ્ટડીમાં પૂછપરછ કરી હતી.

પરંતુ જ્યારે લવપ્રીતને કસ્ટડીમાં લેવામાં આવ્યો ત્યારે તેના સમર્થકો ઉશ્કેરાઈ ગયા અને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. સ્થિતિ એવી બની હતી કે પોલીસ ફોર્સ ઓછી પડી હતી અને સમર્થકોએ હોબાળો મચાવ્યો હતો. આ જ કેસમાં હવે લવપ્રીતને છોડી દેવામાં આવ્યો છે. પોલીસે કહ્યું હતું કે ઉપલબ્ધ પુરાવા દર્શાવે છે કે ઘટના સમયે લવપ્રીત હાજર ન હતો, તેથી તેની વિરુદ્ધ કોઈ કેસ કરી શકાય નહીં.

વારિસ પંજાબ દેના સમર્થકોએ અમૃતસરના અજનલામાં પોલીસ સ્ટેશન પર પણ હુમલો કર્યો હતો. આ લોકો વારિસ પંજાબ દે સંગઠનના પ્રમુખ અમૃતપાલ સિંહના નજીકના સહયોગી લવપ્રીત તુફાનની ધરપકડનો વિરોધ કરી રહ્યા હતા. અમૃતપાલ સિંઘ એક સ્વ-ઘોષિત ધાર્મિક ઉપદેશક છે જે ખાલિસ્તાન ભાવના પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે, પોલીસે અમૃતપાલ સિંહ અને તેના સમર્થકો વિરુદ્ધ એક વ્યક્તિના અપહરણનો કેસ નોંધ્યો હતો. આ કારણે પંજાબના અજનાલામાં અમૃતપાલ સિંહના નેતૃત્વમાં સેંકડો લોકો તલવારો અને અન્ય હથિયારો સાથે એકઠા થયા હતા અને પોલીસ સ્ટેશન પર પણ હુમલો કર્યો હતો.

આ એક કિસ્સાને કારણે શેહરમાં તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો. લવપ્રીતના સમર્થકોએ ન માત્ર પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો, પરંતુ પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી પણ કરી હતી. આ અથડામણમાં 6 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. પોલીસે લવપ્રીતની આઠ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હોવાથી આટલો ગુસ્સો જોવા મળ્યો હતો. તેમના સમર્થકોને આ વાત પસંદ ન પડી અને મોટી સંખ્યામાં અજનલા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

જેલમાંથી મુક્ત થયા બાદ લવપ્રીતે કહ્યું કે હું શીખ સમુદાયનો હૃદયથી આભાર માનું છું. તે અધિકારીઓનો પણ આભાર જેમણે મને સારી રીતે રાખ્યો હતો. જો કે આ દરમિયાન 'વારિસ પંજાબ દે'ના વડા અમૃતપાલ સિંહે કહ્યું હતું કે અમે ખાલિસ્તાનના મુદ્દાને ખૂબ જ શાંતિપૂર્ણ રીતે આગળ લઈ રહ્યા છીએ. જ્યારે લોકો હિંદુ રાષ્ટ્રની માંગ કરી શકે છે તો આપણે ખાલિસ્તાનની માંગ કેમ ન કરી શકીએ.અમૃતપાલે કહ્યું કે દિવંગત પીએમ ઈન્દિરા ગાંધીએ ખાલિસ્તાનનો વિરોધ કરવાની કિંમત ચૂકવવી પડી હતી. પીએમ મોદી હોય, અમિત શાહ હોય કે ભગવંત માન હોય અમને કોઈ રોકી શકશે નહીં. મારા અને મારા સમર્થકો પર લગાવવામાં આવેલા આરોપો ખોટા છે. આ પહેલા અમૃતપાલ સિંહે પણ અમિત શાહને ધમકી આપી હતી.

Most Popular

To Top