ગાંધીનગર: ગુજરાત (Gujarat) સહિત દેશના 8 રાજ્યોમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ દરોડા (Raid) પાડી મોટી કાર્યવાહી હાથ ધરી છે. NIAએ ગેંગસ્ટર સિન્ડિકેટ (Gangster Syndicate) અંગે 72 જગ્યાએ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. NIAએ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હીસ ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને મધ્યપ્રદેશમાં દરોડા પાડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર NIAના આ દરોડા ગેંગસ્ટ અને ક્રાઈમ સિન્ડિકેટ સાથે જોડાયેલા કેસમાં પાડવામાં આવ્યા છે. ટેરર ફંડિંગને લઈને ગેંગસ્ટર અને તેના નજીકના લોકો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાતના ગાંધીધામમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નજીકના સાથી કુલવિંદરને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. તેમના પર બિશ્નોઈ ગેંગને આશ્રય આપવાનો આરોપ છે. NIAના સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલા સમયથી કુલવિંદર બિશ્નોનો સાથી મિત્ર હોવાનું કહેવાય છે. કુલવિંદર ઈન્ટરનેશન ડ્રગ્સ સિન્ડિકેટ સાથે સંકળાયેલો હોવાનું પણ સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર મંગળવારે NIAએ દેશના 8 રાજ્યોમાં દરોડા પાડ્યા છે. કહેવામાં આવી રહ્યું છે ટેરર ફંડિંગ મામલે ગેંગસ્ટર તેમજ તેમના નજીકના લોકોના ઘરે તેમજ ઓફિસે દરોડા પાડવામાં આવી રહ્યા છે. NIAએ ગાંધીધામના કિડાણામાં કુલવિંદર સિદ્ધુ નામના વ્યક્તિને ત્યા દરોડા પાડવામાં આવ્યા છે. કુલવિંદર સિદ્ધુ લોરેન્સ બિશ્નોઈ સાથે લાંબા સમયથી જોડાયેલો છે. આ પહેલા પણ બિશ્નોઈ ગેંગને આશ્રરો આપવાના મામલે કુલવિંદરનું નામ સામે આવી ચૂક્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કુલવિંદ સિદ્ધું આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટમાં પણ જોડાયેલો છે.
NIAના રડાર પહેલાથી જ ગેંસ્ટર લોરેન્સ બિશ્નોઈ, નીરજ બવાના, ટિલ્લુ તાજપુરિયા અને ગોલ્ડી બ્રાર છે. આ મામલે NIAએ ઘણા ગેંગસ્ટરોની પૂછપરછ પણ કરી છે. આ પહેલા પણ ગયા વર્ષે ઓક્ટોબરમાં NIAએ ઉત્તર ભારત અને દિલ્હીમાં 50થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા હતા. ત્યાર બાદ એજન્સીએ એક ગેંગસ્ટર અને વકીલની પણ ધરપકડ કરી હતી.
તમને જણાવી દઈએ કે એજન્સી NIAએ દ્વારા તમામ જગ્યાએ એકસાથે જ દરોડા પાડવામાં આવ્યા છે. આ મામલે સૂત્રોના જણાવ્યા અનુસાર 6 ગેંગસ્ટરોની પૂછપરછ દરમિયાન અન્ય કુખ્યાત ગેંગસ્ટરોના નામ પણ સામે આવ્યા હતા. NIA પૂછપરછ કરાયેલા ગેંગસ્ટરોનાં ઘરો અને તેમના સાથી મિત્રો અને તેમની સાથે જોડાયેલા તમામ લોકો પર કાર્યાવાહી કરી દરોડા પાડવામાં આવ્યા છે. આ સાથે જ ગેંગસ્ટરોનો સંપર્ક દેશની બહાર હોવાનું પણ સામે આવ્યું છે. ભારતમાં લોરેન્સ બિશ્નોઈ અને બવાના ગેંગના નામે આતંક માટે ઘણું ફંડિંગ છે.
આ અગાઉની કાર્યવાહીમાં NIAએ ગેરકાનૂની પ્રિવેન્શન એક્ટ (UAPA) હેઠળ ધરપકડ કરાયેલા તમામ ગેંગસ્ટરોની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યાર બાદ NIAના હાથમાં પાકિસ્તાન-ISI અને ગેંગસ્ટરના ગઠબંધનની ઘણી માહિતીઓ સામે આવી છે. તેના આધારે ફરી એકવાર ટેરર ગેંગસ્ટરો અને તેમની સાથે જોડાયેલા લોકો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.