વલસાડ: (Valsad) વલસાડમાં રહેતા યુવાને 12 વર્ષની કિશોરી (Girl) ઉપર દાનત બગાડી પોતાના ઘરમાં લઈ જઈ અડપલા કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, કિશોરી સમય પારખી યુવાનની (Boy) ચુંગાલમાંથી છૂટી ગઈ હતી અને તમામ હકીકત પરિવારને જણાવતા પરિવારે વલસાડ સીટી પોલીસ મથકે (Police Station) પહોંચી યુવક સામે ફરિયાદ નોંધાવી હતી.
- વલસાડમાં પડોશી કિશોરીને ઘરમાં બોલાવી યુવકે અડપલા કરતા ફરિયાદ
- કિશોરી સમય પારખી યુવાનની ચુંગાલમાંથી છૂટી ગઈ હતી
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, વલસાડમાં રહેતા યુવકની તેની પડોશમાં રહેતી 12 વર્ષીય કિશોરી પર નજર પડેલી હતી. તેણે કિશોરીને ઘરે બોલાવી રૂ.100 આપ્યા હતા અને પાન-મસાલા લેવા માટે દુકાને મોકલી હતી. જે બાદ કિશોરી પાનમસાલો લઈ ઘરે આપવા ગઈ હતી અને બચેલા પૈસા પણ આપી દીધા હતાં. જો કે, યુવકે તે પૈસા કિશોરીને આપી દીધા હતા અને તે બાદ તેણે ઘરનો દરવાજો બંધ કરી કિશોરી સાથે અડપલા કરતો હતો. જો કે, સમયસૂચકતા વાપરી કિશોરીએ ઘરનો દરવાજો ખોલી બહાર ભાગી હતી અને તમામ ઘટના વિશે પરિવારને જાણ કરી હતી. જે બાદ પરિવાર યુવકના ઘરે કહેવા જતા યુવકે ઉશ્કેરાઈ પરિવારને મારી નાંખવાની ધમકી આપતા પરિવારે વલસાડ સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ચીખલીના સરૈયા ગામનો સગીર ઘરે પરત નહીં આવતા અપહરણની ફરિયાદ
ઘેજ : ચીખલી તાલુકાના સરૈયા ગામનો 16 વર્ષીય સગીર ઘરેથી ટાંકલ જવાનું કહી નીકળી ગયા બાદ પરત નહીં આવતા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ ફરિયાદી મનિષાબેન ગણેશભાઇ હળપતિ (રહે. સરૈયા નવા ફળિયા તા. ચીખલી)નો દીકરો યશ (ઉ.વ. 16 માસ 4) 16.2.23ના રોજ બપોરના સમયે ટાંકલ જવાનું કહીને ઘરેથી નીકળી ગયા બાદ પરત આવ્યો ન હતો. જેને પગલે તેના મોબાઇલ ફોન પર ફોન કરવા છતાં રીસીવ નહીં થતા આજુબાજુમાં શોધખોળ કરવા છતાં ક્યાંય મળી નહીં આવતા કોઇ શખ્સ અપહરણ કરી લઇ ગયાનું જણાતા પોલીસે અજાણ્યા શખ્સ વિરુધ્ધ અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ગુમ થનાર સગીરની ઉંચાઇ ચાર ફૂટ સાત ઇંચ, શરીરે કાળા રંગની ટીશર્ટ તેમજ કમરે કાળા રંગનો પેન્ટ પહેરેલો હોવા સાથે મધ્યમ બાંધાનો છે.