National

અમેરિકાના સેક્રેટરી પહોંચ્યા તુર્કી, ભૂકંપ પીડિતો માટે આટલા કરોડ ડોલરની ગ્રાન્ટ જાહેરાત કરી

નવી દિલ્હી : ભૂકંપના (Earthquake) 14 દિવસ બાદ અમેરિકી (American) વિદેશ મંત્રી (Foreign Minister) એન્ટની બ્લિંકને (Antony Blink) તુર્કીમાં (Turkey) અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે ભૂકંપ પીડિતોની મદદ માટે 100 મિલિયનની ગ્રાન્ટની જાહેરાત કરી છે.ગત 6 ફેબ્રુઆરીએ દક્ષિણ તુર્કી અને ઉત્તર સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 44 હજારથી વધુ લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે. હજારો લોકોને સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે મોટી સંખ્યામાં લોકો હજુ પણ મળ્યા નથી. જેમના માટે કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા જાટાવાઈ રહી છે . રાહત અને બચાવ ટીમોએ 14 માંથી લગભગ 9 વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી હોવાનો દાવો કર્યો છે. બ્લિંકને રવિવારે સૌથી વધુ અસરગ્રસ્ત પ્રાંતોમાંના એકની હેલિકોપ્ટર દ્વારા મુલાકાત લીધી હતી. યુએસ પ્રમુખ જો બિડેને ભૂકંપના થોડા દિવસો બાદ તુર્કી અને સીરિયાને 85 મિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી હતી. પરંતુ હવે આ રકમ વધારીને 100 મિલિયન ડોલર કરી દેવામાં આવી છે.

વિનાશક ભૂકંપના કારણે સૌથી વધુ મૃત્યુ તુર્કીમાં થયા છે
વિનાશક ભૂકંપના કારણે સૌથી વધુ મૃત્યુ તુર્કીમાં થયા છે. સીરિયામાં પણ 5 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. અમેરિકાએ સર્ચ એન્ડ રેસ્ક્યુ ટીમ મેડિકલ સપ્લાય અને સાધનો પણ મોકલ્યા છે. બ્લિંકને જણાવ્યું હતું કે વધારાની સહાયમાં ઇમરજન્સી રેફ્યુજી અને ઇમિગ્રેશન ફંડને માનવતાવાદી સહાયમાં 50 મિલિયન ડોલર નો સમાવેશ થાય છે. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ બે વર્ષ પહેલા કાર્યભાર સંભાળ્યા બાદ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશનના સહયોગી તુર્કીની તેમની પ્રથમ મુલાકાતે છે. બ્લિંકેન જર્મનીમાં મ્યુનિક સુરક્ષા પરિષદમાં ભાગ લીધા બાદ રવિવારે એડન નજીકના ઇન્સિર્લિક એરબેઝ પર પહોંચ્યા હતા. તેમણે તુર્કીના વિદેશ મંત્રી મેવલુત કાવુસોગ્લુ સાથે તુર્કીના હેતાય પ્રાંતનો હેલિકોપ્ટર પ્રવાસ કર્યો. તે અમેરિકન અને તુર્કીના સૈન્ય કર્મચારીઓ અને ભૂકંપથી પ્રભાવિત તુર્કી સૈનિકોના પરિવારોને પણ મળવાની અપેક્ષા છે.

બ્લિંકેનના હેલિકોપ્ટર દ્વારા ભૂકંપ ગ્રસ્ત વિસ્તરોનું નિરીક્ષણ કર્યું હતું. એક ટોચના યુએસ રાજદ્વારીએ કહ્યું, જ્યારે તમે અસરગ્રસ્ત વિસ્તરોને જુઓ છો ત્યારે વિનાશ થઇ ગયેલી ઇમારતોની સંખ્યા, એપાર્ટમેન્ટ્સની સંખ્યા, ઘરોની સંખ્યા, પુનઃનિર્માણ માટે ભારે પ્રયાસ કરવાની જરૂર છે. અત્યારે સૌથી મહત્ત્વની બાબત એ છે કે જરૂરિયાતમંદોને મદદ કરવી.

Most Popular

To Top