SURAT

બાઈક પર જતા સુરતની ટેક્સટાઇલ કંપનીના કર્મચારીનું વલસાડ નજીક અકસ્માતમાં મોત થયું અને બાઈક..

વલસાડ: (Valsad) સુરતની ટેક્સટાઇલ (Textile) કંપનીના કર્મચારીની બાઇકનો અકસ્માત વલસાડ નજીક હાઇવે (Highway) પર થયો હતો. જેમાં તેનું મોત થયું હતુ. આ અકસ્માતમાં અકસ્માતગ્રસ્ત બાઇક (Bike) હાઇવે પર પડી રહ્યું હતુ જેને કોઇ ચોરી ગયું હતું. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ આદિનાથ ટેક્સ કેમ લિ. નામની સુરતની કંપનીના ડાયરેક્ટર આનંદ ઓમપ્રકાશ ખેડિયાએ તેમની બાઇક (નં. જીજે-05-ઇટી-2258) તેમના કર્મચારી આનંદ ગણપત ઓવહાલને આપી હતી.

  • વલસાડ નજીક હાઇવે પરથી અકસ્માતગ્રસ્ત બાઇકને કોઇ ચોરી ગયું
  • સુરતની ટેક્સટાઇલ કંપનીના કર્મચારીની બાઇકનો અકસ્માત વલસાડ નજીક હાઇવે પર થયો

આનંદ ઓવહાલ ગત 19 નવેમ્બર 2022ના રોજ તેમની કંપનીની બાઇક લઇ મુંબઇ ઓફિસ પર જઇ રહ્યો હતો. એ દરમિયાન વલસાડ નજીક કુંડી ફાટક પાસે તેનો અકસ્માત થયો હતો. જેમાં આનંદનું મોત નિપજ્યું હતુ. એ સમયે બાઇક અહીં જ પડી રહી હતી. ત્યારબાદ આ અંગે વીમા કંપની તપાસ કરવા આવતા બાઇક મળી ન હતી. આ અકસ્માતગ્રસ્ત બાઇક ઘટના સ્થળેથી કોઇ ચોરી ગયું હતુ. જે અંગે હાલ આનંદ ખેડિયાએ ડુંગરી પોલીસ મથકે ફરિયાદ કરતાં પોલીસે બનાવ સંદર્ભે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વલસાડ ડેપોથી વલસાડ-ભુજ સ્લીપર કોચ બસનો પ્રારંભ
વલસાડ : વલસાડ એસ.ટી ડેપોમાં ગુરૂવારે વલસાડ ભુજ સ્લીપર કોચ બસને સાંસદ અને ધારાસભ્યએ લીલી ઝંડી આપી શુભારંભ કરાવ્યો હતો. એસટીના સુત્રોના જણાવ્યા મુજબ, રાજ્યના ગૃહ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા એસ.ટી.ને વધુ ધમધમતું કરવા રાજ્યના અલગ અલગ ડેપોમાં સુવિધાયુક્ત નવી બસો ફાળવવામાં આવી રહી છે ત્યારે વલસાડ ડેપોને ફાળવવામાં આવેલી સ્લીપર કોચ બસનું લોકાર્પણ કરતા સાંસદ ડો.કે.સી પટેલે જણાવ્યું કે કેન્દ્રની ભાજપ સરકાર અને રાજ્યની સરકાર મુસાફરોને સુવિધાયુક્ત મુસાફરી માટે નવી બસો, હાઇટેક બસ ડેપો સહિતની સુવિધાઓ વધારી રહી છે. આજે વલસાડ ભુજ બસ શરૂ થતાં મુસાફરો માટે નવી સુવિધા ઉપલબ્ધ થશે. ધારાસભ્ય ભરત પટેલ સહિત વલસાડ વિભાગના વિભાગ્ય નિયામક શૈલેષ ચૌહાણ, ડેપો મેનેજર, કર્મચારીઓ હાજર રહ્યાં હતાં. સ્લીપર કોચ બસ વલસાડથી સવારે 11 કલાકે ઉપડી ભુજ ખાતે મળસ્કે પાંચ વાગ્યે પહોંચશે અને ભુજથી વલસાડ માટે 13:00 કલાકે ઉપડી મળસ્કે 4:30 વાગે વલસાડ પરત આવશે.

Most Popular

To Top