નવી દિલ્હી : મહારાષ્ટ્રની (Maharashtra) રાજનીતીમાં ચાલી રહેલી ઉઠાપટકના લાંબા સમયથી ચાલી રહી છે. શુક્રવારે શિવસેનાનું નામ અને પાર્ટીનો ચિન્હ (Party symbol) પાછા આવ્યા બાદ એકનાથ શિંદેના (Eknath Shinde) ગ્રુપની જાણે મોટી જીત થઇ હોઈ તેવું હાલ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) અને શિવસેના (Shiv Sena) વચ્ચે પાછલા કેટલાય સમયથી ધમસાણ ચાલી રહ્યું હતું. હવે આ વચ્ચે ચૂંટણી આયોગે એક મોટો નિર્ણય જાહેર કરી દીધો છે. ઈલેક્શન કમિશન દ્વારા શિવસેનાનું નામ અને તેનું ચિન્હ તીર-કમાન ઉદ્ધવ ઠાકરે પાસેથી પાછું છીનવી લેતા હવે જબરી બયાન બાજીનો દોર શરુ થઈ ગયો છે. આ નિર્ણય બાદ પહેલું રિએક્શન મહરરાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફનવંડીસ (Devendra Funvandis) તરફથી આવ્યું છે તેમને કહ્યું હતું કે ચૂંટણી આયોગ દ્વારા આ નિર્ણય લેવાથી ખરા અર્થમાં લોક તંત્રની જીત થઇ છે.
બાળાસાહેબની સમાધિ ઉપર શ્રધ્ધાંજલી આપવા પહોંચ્યા શિંદે
લાંબા સંઘર્ષ બાદ શિવસેનાનું નામ અને ચૂંટણીનું પ્રતીક મેળવ્યા બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદે શુક્રવારે બાળાસાહેબ ઠાકરે મેમોરિયલ પાર પહોંચ્યા હતા.અને ત્યાં પહોંચી શિંદેએ શિવ સેનાના સંસ્થાપક બાળાસાહેબની સમાધિ ઉપર શ્રધ્ધાંજલી અર્પિત કરીને માથું નમાવ્યું હતું.અને આ અવસર પર એકનાથ શિંદેએ કહ્યું હતું કે આ લોકતંત્રની જીત છે. વધુમાં તેમને ઉદ્ધવ ઠાકરે ઉપર નિશાન તાકતા કહ્યું હતું કે,તેમને વર્ષ 2019માં ધનુષ-બાણ ગીરવે મૂક્યું હતું અને હવે તેનો ફેંસલો તેમના પક્ષમાં ન આવતા તેઓ વિરોધ કરી રહ્યા છે.
ઉદ્ધવે પીએમ મોદી અને શિંદે પર નિશાન સાધ્યું
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ચૂંટણી પંચે આજે આપેલો નિર્ણય લોકશાહી માટે ઘાતક છે. હવે વડાપ્રધાને લાલ કિલ્લા પરથી જાહેરાત કરવી જોઈએ કે લોકશાહી ખતમ થઈ ગઈ છે. જો તમારામાં હિંમત હોય તો મહાનગરપાલિકાથી લઈને લોકસભા સુધીની ચૂંટણીઓ કરાવો. આજે તેઓ ધનુષ અને તીર ચોરી ગયા છે પણ મારી પાસે અસલ ધનુષ અને તીર છે. લોકોને લાગે છે કે શિવસેના ખતમ થઈ જશે પણ એવું થશે નહીં. તેની સામે અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું.
રાજ ઠાકરેએ ટ્વીટ કરી બાળાસાહેબ દ્વારા આપવામાં આવેલો સબક
આ અવસર પર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ શિવસેનાના સંસ્થાપક બાળાસાહેબ ઠાકરેનો પાઠ ટ્વીટ કર્યો હતો. બાળાસાહેબે કહ્યું હતું, નામ અને પૈસા… પૈસો આવે છે… પૈસા જાય છે…. ફરી આવે છે પણ એક વાર નામ જાય પછી પાછું આવતું નથી. તેમાં કોઈ શંકા નથી. જણાવી દઈએ કે પહેલા રાજ ઠાકરેને બાળાસાહેબના અનુગામી માનવામાં આવતા હતા પરંતુ પાર્ટીમાં ઉદ્ધવને પસંદ કરવામાં આવ્યા બાદ રાજે અલગ થઈ ગયા હતા.અને ત્યારબાદ તેમણે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની રચના કરી.
મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું: આ લોકશાહીની જીત
ચૂંટણી પંચના દ્વારા લેવાયેલા આ મોટા નિર્ણયથી મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીએ તેમની પ્રતિક્રયા આપી હતી.તેઓએ આ વાતને લઇને ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે ચૂંટણી પંચનો આ નિર્ણય યોગ્ય છે. આ લોકશાહીની મોટી જીત છે,આ બાળાસાહેબના વિકાસની જીત છે,આ સત્યની જીત છે અમારી સાથે લોકો જોડાયા છે તેમની પણ જીત છે એટલુંજ નહિ શિવશનાના લખો કાર્યકરોની આ એક મોટી જીત છે.
આ આધારે ચૂંટણી પંચે પોતાનો નિર્ણય આપ્યો
શિવસેના હવે શિંદે જૂથની બની ગયું છે. ચૂંટણી પંચે શિંદે જૂથને ખરા અર્થમાં શિવસેનાના નિયંત્રક બનાવ્યા છે. તેના 78 પાનાના નિર્ણયમાં ચૂંટણી પંચે કહ્યું કે શિંદે જૂથે વિધાનસભા અને સંગઠનમાં બહુમતી દર્શાવી છે. કમિશન સમક્ષ બંને પક્ષોએ તેમની પુષ્ટિ માટે પોતપોતાના દાવાઓ અને દસ્તાવેજો રજૂ કર્યા. એકનાથ શિંદે જૂથ પાસે કુલ 55 વિજેતા ધારાસભ્યોમાંથી 40 ધારાસભ્યો છે જેઓ એકીકૃત શિવસેનાની ટિકિટ પર જીત્યા છે. પાર્ટીના કુલ 47,82,440 મતોમાંથી, 76 ટકા એટલે કે 36,57,327 મત શિંદે જૂથ દ્વારા તેની તરફેણમાં રજૂ કરવામાં આવ્યા હતા.
ઉદ્ધવ પાસે હવે કયો વિકલ્પ છે?
ઉદ્ધવ ઠાકરે કેમ્પના વકીલોનું કહેવું છે કે તેઓ ચૂંટણી પંચના આદેશ સામે સોમવાર સુધીમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી શકે છે. ઉદ્ધવ જૂથ દાવો કરી રહ્યું છે કે ચૂંટણી પંચે તેમની દલીલો ધ્યાનમાં લીધી નથી. ઠાકરે જૂથે કહ્યું કે ચૂંટણી પંચે 1999માં શિવસેનાના મૂળ બંધારણને આધાર બનાવ્યો છે. જ્યારે ઉદ્ધવ ઠાકરે અને શિંદે બંને જૂથોએ કહ્યું હતું કે 2018નું પક્ષનું બંધારણ અમલમાં છે.