Business

શિરડી જતા ભક્તો માટે વધુ એક ખુશખબર, હવે રાત્રે પણ એરોપ્લેનનું થશે લેન્ડીગ

નવી દિલ્હી : દેશમાં સાંઈબાબાના કરોડો ભક્ત છે. અને હવે એવામાં જે લોકો શિરડી (Shirdi) જાય છે અથવા તો જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવતો તમારામાટે ખુશીના સમાચાર છે. શિરડીને છેલ્લા બે મહિનામાં ત્રણ-ત્રણ સોગાતો મળી છે. અને હવે શિરડી એરપોર્ટ ઉપર પણ રાત્રે લેન્ડિંગ થઇ શકશે. ભક્તોનો ભારે ઘસારો અને આસ્થાને લઇને ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફનવવણડીસે (Devendra Funvvandis) પીએમ મોદી (PM Modi) અને ઉડ્ડયનમંત્રી જોયોતિરાદીત્ય સિંધિયાએ આ માંગ કરી હતી જેને DGCAએ મંજૂરી આપી દીધી છે.

  • સાંઈબાબાના ભક્તોને મળી બે મહિનામાં ત્રીજી સોગાત
  • હાલમાં શિરડીને મળી હતી વંદે ભારત ટ્રેનની અનોખી સોગાત
  • શિરડીના એરપોર્ટ ઉપર હવે રાત્રે પણ એરોપ્લેનનું થશે લેન્ડીગ

હાલમાં શિરડીને મળી હતી વંદે ભારતની સોગાત
હાલમાં જ શિરડી સાંઈ ધામ જનારા ભક્તો માટે ખુશ ખબરીના સમાચાર આવ્યા હતા. હાલમાં મુંબઈ સાંઈ નગર સુંધીની વંદે ભારત ટ્રેન શરુ થવા જઈ રહી છે. ગત શુક્રવારે પ્રધાન મંત્રી નરેન્દ્રમોદી મુંબઈમાં 2 વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવવાના છે. જેની જાહેરાત ગુરુવારે કરવામાં આવી હતી.આ બન્ને ટ્રેન પૈકીની એક ટ્રેન મુંબઈથી શોલાપુરના રૂટ ઉપર દોડશે જયારે અન્ય ટ્રેન મુંબઈથી સાઈનગર શિરડી વચ્ચે દોડાવવાનું શરુ કર્યું છે . આ ટ્રેનોના નામ બંને ટ્રેનો પૈકી મુંબઈ-સાંઇ નગર વંદે ભારત શરુ થઇ છે.

છેલ્લા બે મહીંના માં શિરડીને મળી ત્રીજી સોગાત
તમને જણાવી દઈએ કે શિરડી એરપોર્ટ પણ 2017માં ફડણવીસની પાછલી સરકારમાં શરૂ કરવામાં આવ્યું હતું. ડીજીસીએની મંજૂરી મળ્યા બાદ નાયબ મુખ્યમંત્રી ફડણવીસે પીએમ મોદી અને સિંધિયાનો આભાર માન્યો છે. શિરડીને બે મહિનામાં ત્રીજી ભેટ મળી છે. પહેલા સમૃદ્ધિ મહામાર્ગ શરૂ થયો અને પછી વંદે ભારત ટ્રેન શરૂ થઈ. આ પછી રાત્રે ઉતરાણની પરવાનગી આપવામાં આવી છે.

હાલમાં શિરડી માટે 13 એરલાઇન્સ કાર્યરત છે
હવે શિરડીને મળેલી આ ભેટથી યાત્રીઓની સુવિધામાં અધિક વધારો થશે અને શિરડી જતા યાત્રીઓની યાત્રા પણ વધુ આસાન થઇ જશે.આ સોગાતથી પર્યટન ઉદ્યોગ સાથે શિરડી આવનારા ભક્તોની સંખ્યામાં પણ વધારો થવાની આશાઓ સેવાઈ રહી છે. વધુમાં સ્થાનીય અર્થ વ્યવસ્થાઓમાં પણ વધારો થશે. બાકીની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સત્તાવાળાઓને વિશ્વાસ જતાવ્યો હતો કે ઉનાળાની ફ્લાઇટ શેડ્યૂલ લાગુ કરવામાં આવશે જે માર્ચ-એપ્રિલથી રાત્રિની ફ્લાઇટ્સ શરૂ કરશે. હાલમાં શિરડી માટે 13 એરલાઇન્સ કાર્યરત છે.

Most Popular

To Top