જેને મુખ્ય ધારાના અને માતબર કહેવાય એવા મીડિયા (પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક બન્ને) માંથી ૯૦ ટકા કરતાં પણ વધારેને મેનેજ કરવામાં આવ્યા હોવા છતાં અને તે ગોદી મીડિયામાં ફેરવાઈ ગયા હોવા છતાં એક પછી એક એવી ઘટના બની રહી છે જે નહોતી બનવી જોઈતી. થોડાં ઉદાહરણ જોઇએ. ગોદી મીડિયાએ સરકાર તરફી અને જે કોઈ સરકારનો વિરોધ કરતા હોય તેના વિરોધી ચોવીસે કલાક કાગારોળ કરી હોવા છતાં નેશનલ સિટીઝનન્સ રજિસ્ટ્રી લાગુ કરવામાં સરકાર નિષ્ફળ નીવડી. ગોદી મીડિયાની પરસેવો પાડનારી સેવા છતાંય ખેડૂતોનું આંદોલન સફળ નીવડ્યું, સરકારે ઝૂકવું પડયું અને કૃષિકાનુનો પાછા લેવા પડ્યા.. ગોદી મીડિયાએ ખેડૂતોને બદનામ કરવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું.
ગોદી મીડિયાની ચોવીસ કલાકની સેવા છતાંય રાહુલ ગાંધીની ભારત જોડો પદયાત્રા સફળ નીવડી અને રાહુલ ગાંધીની આખી ઈમેજ બદલાઈ ગઈ. ૨૦૧૩થી રાહુલ ગાંધીને ખતમ કરવા માટે કુપ્રચાર કરવામાં આવતો હતો. ગોદી મીડિયાની અવિરત સેવા છતાંય લદાખમાં ચીને ભારતનાં ૬૫ પેટ્રોલિંગ પોસ્ટમાંથી ૨૬ પોસ્ટ ભારત પાસેથી છીનવી લીધી છે એનો સ્વીકાર ભારત સરકારે કરવો પડ્યો છે. ૬૫માંથી ૨૬. આ કડવી હકીકતનો સ્વીકાર એટલા માટે કરવો પડ્યો કે વિશ્વભરમાં સ્વતંત્ર મીડિયા દ્રારા જગતને જાણ થઈ ગઈ.
અને હવે ગોદી મીડિયાની અવિરત સેવા છતાંય અદાણીનો પરપોટો ફૂટી રહ્યો છે. ગોદી મીડિયાએ ઘણું વારનિશ કર્યું પણ હવે દુનિયા જાણે છે કે નોટબંધીનો તુઘલખી પ્રયોગ નીશફળ નીવડયો. હવે સરકાર પણ નોટબંધીનાં જશનો દાવો નથી કરતી, બલ્કે તેને ભૂલાવવાનું કામ ગોદી મીડિયા કરે છે પણ એ ડામ ભૂલાતો નથી. તો સવાલ એ છે કે ગોદી મીડિયા પરિણામકારી ન હોવા છતાંય તેને શા માટે નભાવવામાં આવે છે? કોઈ ચીજ છુપાવી શકાતી નથી, બધું જ બહાર આવી જાય છે, લાખોની સંખ્યામાં લોકો વિરોધ કરવા રસ્તા પર ઉતરી પડે છે અને ક્વચિત સરકારે પીછેહઠ કરવી પડે છે તે ગોદી મીડિયાનો ખપ શો?
આનો ઉત્તર એક પ્રસંગ દ્રારા મળી જશે. છત્તીસઢના રાયપુર શહેરમાં બાગેશ્વર નામનો એક બાવો છે. મહા ખેપાની અને ધૂતારો. ચમત્કારી બાબો. વળી પાછો રામકથા કરે. બાબાના ચમત્કારોની લોકવાયકાઓ વહેતી થવા લાગી (આ કામ પૈસા લઈને ગોદી મીડિયા કરી આપે છે) અને બાબો રાયપુરમાં સેંકડો એકર જમીનમાં બાગેશ્વાર ધામનો માલિક થઈ ગયો. એ બાબો નાગપુરમાં કથા કરવા ગયો ત્યારે સમાજમાં અંધશ્રધ્ધા નિર્મૂલનનું કામ કરતા એક સંગઠને બાબાને પડકાર્યો. કહ્યું કે જો તમે અમારી સામે ચમત્કાર કરી બતાવશો તો અને અમારા પ્રશ્નોના સાચા જવાબ આપશો તો અમે તમારાં ચરણોમાં માથું મૂકીને માફી માગી લેશું. વળી સો ટકા સાચા જવાબની પણ જરૂર નથી, ૯૦ ટકા પણ ચાલશે. એ પછી શું થયું? બાબો નવ દિવસની જગ્યાએ સાત દિવસમાં કથા આટોપીને ભાગી ગયો.
અને એ પછી શું થયું?
એ પછી જે થયું એમાં ઉપરના પ્રશ્નનો જવાબ મળી રહેશે. ગોદી મીડિયા કોઈ ચીજ છુપાવી નથી શકતા તો તેનો ખપ શો છે? બાબો કથા આટોપીને ભાગી ગયો અને સમાજમાં ચર્ચા થવા લાગી ત્યારે એક હિંદુ સંગઠને નિવેદન બહાર પાડ્યું કે આવા નાસ્તિક સેક્યુલરિયાઓ મુસ્લિમ ખ્રિસ્તી અને બીજા ધર્મના ધુતારાઓને તો ઉઘાડા પાડતા નથી અને હિંદુઓની પાછળ પડી જાય છે. આ લોકો હિંદુવિરોધી છે. હા, આ હકીકત છે. આમ જ કહેવામાં આવ્યું છે. ધર્મના નામે ધતિંગ બધા જ ધર્મમાં ચાલે છે તો હિંદુ ધર્મમાં ચાલતા ધતિંગની પાછળ તમે શા માટે પડ્યા છો? બીજા ધર્મના અનુયાયીઓની આંખ ઉઘાડવાનું કામ તો તમે કરતા નથી તો અમારી આંખ ઉઘાડવા શા માટે મંડી પડ્યા છો? જાવ, તમે હિંદુ વિરોધી છો.
બેવકૂફ બનવાનો અધિકાર. મુસલમાનો અને ખ્રિસ્તીઓ બેવકૂફ બને તો અમે શા માટે નહીં. જો મુસલમાનો અને ખ્રિસ્તીઓને બેવકૂફ બનાવવામાં આવે તો અમને શા માટે નહીં? અમારો ધર્મ બીજા ધર્મો કરતાં ચડિયાતો છે એટલે બેવકૂફોની સંખ્યા હજુ ઘણી વધારે હોવી જોઈએ. ગર્વ સે કહો હમ ભી બેવકૂફ હૈ. જાવ, પહેલાં બીજા ધર્મોના બેવકૂફોની આંખ ઉઘાડી આવો પછી અમારી પાસે આવજો.
ધુતારાઓ વિજ્ઞાનનિષ્ઠ જવાહરલાલ નહેરુના યુગમાં પણ હતા. ત્યારે પણ આવી ઘટનાઓ બનતી હતી. જેમ કે રાજુલાની બાજુમાં આવેલા જિંઝકા નામનાં ગામમાં એક દેવી પ્રગટ થઈ હતી અને ધતિંગ એવું જામ્યું હતું કે જિંઝકાવાળીનાં દર્શનારથીઓથી ટ્રેનો પગ મૂકવાની જગ્યા ન મળે એ રીતે છલકાતી હતી. પણ ત્યારે કોઈએ કહ્યું નહોતું કે બેવકુફ બનવાનો અમારો જન્મસિદ્ધ અધિકાર છે.
જાવ પહેલાં મુસલમાનોની અને બીજાઓની આંખ ઉઘાડી આવો પછી અમારી પાસે આવજો. ત્યારે બેવકુફ બનનારાઓ બેવકુફ સાબિત થયા એ વાતની શરમ અનુભવતા હતા. એમ નહોતા કહેતા કે ગર્વ સે કહો હમ ભી બેવકુફ હૈ. ગોદી મીડિયા આવા લોકો માટે છે અને માટે તેને પોષવામાં આવે છે. અને પાછો આ જ હિંદુ ગર્વથી કહે છે કે અમે વિશ્વગુરુ છીએ. હિંદુ સમાજ માટે આ અધોગતિનો કાળ છે, અમૃતકાળ નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.