વડોદરા : વડોદરા મહાનગરપાલિકાની વોર્ડ કચેરી રામ ભરોસે હોઈ તેમ લાગી રહ્યું છે.પાલિકાની વહીવટી વોર્ડ નંબર 8 અને 9ની પશ્ચિમ ઝોનની કચેરીમાં ઓફિસોમાં કોઈ અધિકારી કે કર્મચારી હાજર ન હોઈ તેવા સમયે લાઈટ પંખા એસી ચાલુ હાલતમાં જોવા મળ્યા હતા.જેને લઈ વીજળીનો વેડફાટ થવા પામ્યો હતો. એક તરફ રાજ્ય સરકાર દ્વારા વીજળી બચાવોના સૂત્ર સાથે જન જાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ વડોદરા શહેરમાં સરકારી કર્મચારીઓ જ વીજળીનો વેડફાટ કરી રહ્યા હોવાનો દ્રશ્યો સામે આવ્યા છે વડોદરાના સામાજિક કાર્ય કરે વડોદરા મહાનગરપાલિકાની વહીવટી વોર્ડ નંબર આઠ અને નવની પશ્ચિમ ઝોન કચેરીની મુલાકાત લીધી હતી.
આ દરમિયાન ઓફિસોમાં એક પણ અધિકારી કે કર્મચારી હાજર ન હોય લાઈટ પંખા એસી ચાલુ હાલતમાં જોવા મળ્યા હતા.આ અંગે સામાજીક કાર્યકરે જણાવ્યું હતું કે વડોદરા મહાનગર પાલિકા તંત્ર દ્વારા નગરજનો પાસેથી વસૂલાત કરવામાં આવતા વેરાની રકમનો સરકારી બાબુઓ વેડફાટ કરી રહ્યા છે.વહીવટી વોર્ડ નંબર આઠ અને નવની કચેરી પશ્ચિમ ઝોનમાં ઓફિસોમાં લાઈટ , પંખા , એસી ચાલુ જોવા મળ્યા હતા.સવારના 07:00 વાગ્યાથી જ્યારે કોઈપણ અધિકારી કચેરીઓમાં ઉપસ્થિત ન હતા.
ત્યારે વગર જરૂરિયાતે સરકારી બાબુઓ દ્વારા વીજળીનો વેડફાટ કરતાં જોવા મળ્યો હતો.આવી જ રીતે વીજળીનો વેડફાટ કરી આનો બોજ જનતા પર ટેક્સ અને વેરાના ભાગરૂપે લાદવામાં આવે છે. વડોદરા શહેર સંસ્કારી નગરીની જનતાએ જાગવું જોઈએ આના પર ધ્યાન આપવું જોઈએ.જેથી સરકારી બાબુ દ્વારા આજે વીજળીનો વેડફાટ કરવામાં આવે છે તેનો ભાર કોઈપણ ભાગરૂપે જનતા પર ન લાદવામાં આવે જનતાને કંઈકને કંઈક રીતે છેતરવામાં આવી રહી છે.ત્યારે સામાજિક કાર્યકરે વોર્ડ કચેરીની ઓચિંતી મુલાકાત લઈ સરકારી બાબુઓનું અને જનતાનું ધ્યાન દોર્યું હતું.