વડોદરા: વડોદરાના બિલ્ડરે 140 જેટલાં લોકો પાસે થી ન્યુ વી. આઈ. પી રોડ પર આવેલ ખોડિયાર નગર પાસે ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબ સાઈટ પર 300 જેટલી દુકાનો, ઓફિસો ત્રણ ટાવર માં બનાવવા ની સ્કીમ મૂકી ને 140 જેટલાં ગ્રાહકો પાસે થી દુકાન દીઠ 30 થી 35 લાખ ખખેરી લીધા બાદ ચાર વર્ષ થી દુકાનદારો ને પઝેશન ન મળતા નાણાં રોકનાર ના જીવ તાળવે ચોંટ્યા છે. જયારે એવું પણ જાણવા મળ્યું છે કે અનેક સરકારી કચેરીઓ માં ભરવાની થતી લાગતો કે ફી ભરી નથી. બિલ્ડર જયારે બાંધકામ માટે પરવાનગી લેવાની હોય છે ત્યારે આટલા વિભાગો ની મંજૂરી અને ફી ભરવાની થતી હોય છે.
જેમાં સૌ પ્રથમ વિકાસ પરવાનગી એટલે રજા ચિઠ્ઠી અને તેને માટે ભરવાની થતી લાગતો, સ્ક્રુટીની-એમીનિટી ચાર્જ -ગવર્ન્સ સેસ, વૃક્ષારોપણ ચાર્જ, વરસાદી ગટર ચાર્જ, સિક્યુરિટી ડિપોઝિટ ચાર્જ, વુડાનો ડેવલોપમેન્ટ ચાર્જ, રીમુવલ ચાર્જ,બાંધકામ પાણી અનામત ચાર્જ સહિત ના ચાર્જ ભરવાના થતા હોય છે. પરંતુ. આ ચાર્જ કેટલાક વર્ષો થી ભરપાઈ ન થતા તેમની પર સરકારી નોટિસો નો મારો થયો હોવાનું કહેવાય છે. આમ કરોડો રૂપિયા ચાઉં કરતા બિલ્ડરો સામે કોઈ અસરકારક પગલાં તંત્ર ભરતું ન હોવાથી ભોગ બનનાર લોકો માં ભારે નિરાશા જોવા મળતી હોય છે.
જેમના નાણાં ફસાયા હોય તેઓ પોલીસ સ્ટેશન માં જાય છે. ત્યારે પોલીસ બાબુ ભોગ બનનાર ને ઉલ્ટા પપાટે ગાડી ચડાવી ને કોર્ટ માં કેસ કરવાની સલાહ આપે છે. ખરેખર ભોગ બનનાર સાથે સૌ પ્રથમ તો છેતરપીડી થઇ છે એટલે ગુનો તો બને છે પણ પોલીસ છેતરપિંડી નો ગુનો નોંધતી નથી અને આખો કેસ કોર્ટ માં જતા તારીખો પર તારીખો પડે અને પછી ભોગ બનનાર ને વર્ષો સુધી ન્યાય મળતો નથી. આપણી કાયદાકીય બાબતો માં અનેક છટકબારી હોવાથી આવા બિલ્ડરો યેનકેન પ્રકારે છટકી જતા હોય છે. સુત્રોમાંથી જાણવા મળ્યુ છે કે ઠગ બિલ્ડરના ત્રાસથી કંટાળી અેક રીક્ષા ચાલકે આપઘાત કરી લીધો હતો. જે કેસમાં કોર્ટ દ્વારા મનીષ પટેલના પાસપોર્ટ પણ જપ્ત કરવામાં આવ્યાં છે.
ક્રિસ્ટલ પ્રમુખના બિલ્ડર મનિષ પટેલ સામે ભોગ બનનારની ફરી પોલીસને અરજી
શહેરના ન્યૂ વીઆઇપી રોડ પર બિલ્ડર મનિષ પટેલ દ્વારા ક્રિસ્ટલ પ્રમુખના કોમર્શિયલ હબનું બાંધકામ કરાયું હતું. કોમ્પલેક્ષમાં 300 જેટલી દુકાનનું બાંધકામ કરાયું હતું. જેમાંથી 140 જેટલી ગ્રાહકો દુકાન બુકિંગ કરાવી છે. જે પૈકી વારસીયા વિસ્તારમાં રહેતા જશોદાબેન ખેરાજમલાનીએ ગ્રાઉન્ડ ફ્લોર પર 42 નંબરની દુકાનું બુકિંગ કરાવ્યું હતું. 24-7-17ના રોજ જેના એક લાખ રૂપિયા ટોકન પેટે આપી બે દુકાનો બુક કરાવી હતી. 29-8-17ના રોજ બીજા એક લાખ આપ્યા બાદ 8 લાખ અને 10 લાખ ચેકથી આપ્યા હતા.આમ કુલ મળી 20 લાખ બિલ્ડરને ચૂકવી દીધા હતા ત્યારબાદ બિલ્ડર મનિષ પટેલ ભાગી ગયો હતો. જેથી તેમના ફોન પર અનેકવાર સંપર્ક કરવા છતાં ઉપાડતો ન હતો. જેથી તેઓ અગાઉ પણ પોલીસમાં અરજી આપી હતી પરંતુ કોઇ કાર્યવાહી થઇ ન હતી ત્યારબા હવે ફરીથી બાપોદ પોલીસ સ્ટેશનમાં ઠગ બિલ્ડર મનિષ પટેલ સામે દુકાનના રૂપિયા લઇ છેતરપિંડી કરી અરજી આપી રજૂઆત કરી છે.