SURAT

“મને સપના જોઇએ છે.. હું સપનાને ઘરેથી ઉઠાવી જઇશ” ઇન્સ્ટાગ્રામ પર મુકાયો આ મેસેજ અને..

સુરત: (Surat) ડિંડોલી ખાતે રહેતી પરિણીતાના ફેક ઇન્સ્ટાગ્રામ (Instagram) આઈડી પરથી તથા સાત અલગ અલગ એકાઉન્ટ પરથી મેસેજ (Message) કરાયા હતા. પરિણીતાના ભાઈના નામે અલગ અલગ મહિલાઓને મેસેજ કરી પરેશાન કરતા ડિંડોલી પોલીસ સ્ટેશનમાં (Police Station) ફરિયાદ નોંધાવી હતી.

નવાગામ ડિંડોલી ખાતે રહેતી 22 વર્ષીય પરિણીતા માયાબેન (નામ બદલ્યું છે) એ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એક વર્ષ પહેલા માયાએ ઇન્ટાગ્રામ ઉપર એકાઉન્ટ ખોલ્યું હતું. પરંતુ દોઢેક મહિનાથી આ એકાઉન્ટ બંધ કરી દીધું છે. અને ત્યારપછી બીજા નામથી એકાઉન્ટ શરૂ કર્યું હતું. છેલ્લા અઠવાડિયાથી અજાણ્યો વ્યક્તિ માયાબેનના નામથી ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઓપન કર્યું હતું. અને માયાના ભાઈ તરીકેની ઓળખાણ આપીને તેની અલગ અલગ લેડીઝને ઇન્સ્ટાગ્રામ ઉપર ગંદા ગંદા મેસેજ કર્યા હતા. અને ઓળખીતી મહિલાઓને ગંદી કોમેન્ટ વાળા ફોટાઓ પોસ્ટ કર્યા હતા.

અલગ અલગ પોર્ન સ્ટાર અને હીરોઈનોના ફોટો નીચે સોસાયટીની મહિલાઓના નામ લખીને રેટ 2 હજાર અને પાંચ હજાર એમ લખ્યું હતું. અને “મને સપના જોઇએ છે, હુ સપનાને ઘરેથી ઉઠાવી જઇશ” સપનાને ફ્લાવર ગાર્ડનમાં લઇ આવજે” જેવા અલગ અલગ મેસેઝ કરી ધમકી આપી પરેશાન કરતો હતો. કંટાળીને આ અજાણ્યા 7 જેટલા ઇન્સ્ટાગ્રામ આઈડી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

કરવડની બાળકીનું અપહરણ કરનાર રમેશ નેપાળી દસ દિવસના રિમાન્ડ પર
વાપી : વાપીના કરવડથી એક છ વર્ષની બાળકીનું અપહરણ કરીને નેપાળ લઈ જતા ઝડપાયેલો રમેશ નેપાળીને ડુંગરા પોલીસે કોર્ટમાં રજૂ કરીને દસ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. બાળકીનું અપહરણ રમેશ નેપાળીએ શા માટે કર્યુ તેમજ આવા અન્ય કોઈ બાળકોના અપહરણમાં તેની સંડોવણી છે કે નહીં તેની વિગતો પોલીસના રિમાન્ડ બાદ બહાર આવશે.

વાપીના કરવડથી છ વર્ષની બાળકીને નેપાળમાં મેળો જોવાની લાલચે લઈ જતો રમેશ નેપાળી મધ્યપ્રદેશમાં ટ્રેનમાં ઝડપાઈ ગયો હતો. લોકલ ક્રાઈમ બ્રાંચની બાતમીના આધારે અપહરણ કરનાર આરોપી રમેશ ઝડપાયો હતો. બાળકીને સહી સલામત તેના પરિવારને સોંપવામાં આવી હતી. પોલીસ રિમાન્ડ બાદ બાળકીને વેચવા માટે નેપાળ લઈ જતો હતો કે શું કારણ હતું તે સ્પષ્ટ થઈ જશે. નાના બાળકોના અપહરણના આ ગંભીર મામલામાં પોલીસે ત્વરીત કાર્યવાહી કરી બાળકીને બચાવી લીધી હતી. હવે આ મામલામાં વધુ તપાસ ડુંગરા પીઆઈ વી.જી.ભરવાડ કરી રહ્યા છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરતા વાપી કોર્ટ દ્વારા દસ દિવસના પોલીસ રિમાન્ડને મંજૂર કર્યા હતા.

Most Popular

To Top