Dakshin Gujarat

ખડસદમાં અજાણ્યા વાહને અડફેટે લેતાં રત્નકલાકારનું મોત

કામરેજ: (Kamrej) મૂળ ભાવનગરના (Bhavnagar) શિહોરના કાટોડિયાના વતની અને હાલ કામરેજના કઠોદરા ગામે (Village) આવેલા મારુતિનંદન રો હાઉસમાં મકાન નં.50માં રહેતા અને સુરત રત્નકલાકાર (Diamond Worker) તરીકે કામ કરતા અતુલ ભૂપત કેવડિયા (ઉં.વ.35) બે દિવસ અગાઉ રાત્રે નોકરી (Job) પરથી જઈ રહ્યો હતો. ત્યારે બાઇક નં.(જીજે 05 6503)ને ખડસદ ગામની હદમાં અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી દેતાં અતુલને ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ જતાં શુક્રવારે મોત નીપજ્યું હતું. આ અંગે કામરેજ પોલીસે (Kamrej Police) અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વધુમાં મરનાર અતુલને સંતાનમાં એક પુત્રી છે.

જીતાલીની સિલ્વર સિટી નજીક અજાણ્યા વાહનની ટક્કરે બાઇકચાલકનું મોત
અંકલેશ્વર: અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની સિલ્વર સિટી નજીક અજાણ્યા વાહનચાલકે મોટરસાઇકલને અડફેટે લેતાં 32 વર્ષીય બાઇકચાલકનું ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલી ગોપીનાથ-2 સોસાયટીમાં રહેતા અને મૂળ બિહારના 32 વર્ષીય પવનદેવ બ્રીજકિશોર સીંગ પોતાની મોટરસાઇકલ લઇ જીતાલી ગામ પાસેની સિલ્વર સિટી સોસાયટી પાસેથી પસાર થઇ રહ્યા હતા. દરમ્યાન પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહનચાલકે તેની મોટરસાઇકલને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પવનદેવ બ્રીજકિશોર સીંગને ગંભીર ઈજા પહોંચતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અજાણ્યા વાહનનો ચાલક અકસ્માત સર્જી વાહન લઇ ફરાર થઇ ગયો હતો. આ બનાવની જાણ અંકલેશ્વર રૂરલ પોલીસને થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગોથાણથી સાયણ જતા રેલવે ટ્રેક ઉપરથી મળેલી લાશની ઓળખ
સાયણ: સાયણ પોલીસને ગત તા.૧૧ના રોજ ગોથાણથી સાયણ જતા રેલવે ટ્રેક ઉપર ૩૫થી ૪૦ વર્ષના એક અજાણ્યા પુરુષની લાશ મળી હોવાની જાણ થઈ હતી. પોલીસે લાશનો કબજો લઈ ઓળખની તજવીજ હાથ ધરી હતી. જે લાશ મૂળ ભરૂચના જંબુસરના ડાબા ગામ અને હાલ ઓલપાડના ઉમરા ગામે પાંચેત્રી ફળિયામાં રહી છૂટક મજૂરી કરતા રાજુ ઉર્ફે મિથુન ગોરધન વસાવાના સસરા રામઆશિષ બાલી રાજવંશી (ઉં.વ.૪૫)ની હોવાનું તથા તામિલનાડુના નવાદાના તૈલી ગામની હોવાની પૃષ્ટિ કરી હતી. જ્યારે રાજુનો સાળો દુલારૂ હાલ રાજકોટ મુકામે રહી મજૂરીકામ કરતો હોવાનું જણાવતાં પોલીસે રાજુ પાસેથી દુલારૂનો મોબાઈલ ફોન નંબર મેળવી દુલારૂનો સંપર્ક કરી લાશનો કબજો સોંપવા તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top