નવી દિલ્હી : અમદાવાદનું (Ahmedabad) નામ બદલીને ‘કર્ણાવતી’ (Karnavati) કરવાની માંગ જોર શોરમાં ઉઠી રહી છે. આ વખતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)એ શહેરનું નામ બદલવાનો મુદ્દો ઉઠાવ્યો છે. ABVPએ કહ્યું છે કે તે ટૂંક સમયમાં અમદાવાદનું નામ બદલીને ‘કર્ણાવતી’ કરવાનું અભિયાન શરૂ કરશે. મંગળવારે એબીવીપી દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના વિદ્યાર્થી સંમેલન દરમિયાન અમદાવાદનું નામ બદલીને ‘કર્ણાવતી’ કરવાની ઝુંબેશ શરૂ કરવાનો ઠરાવ (Resolution) પસાર કરવામાં આવ્યો હતો.
- અમદાવાદનું નામ બદલીને ‘કર્ણાવતી’ કરવાની માંગ જોર શોરમાં ઉઠી રહી છે
- મુદ્દો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ઉઠાવ્યો
- 5000 વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તાવને પાસ કરવા માટે ટેકો આપવામાં આવ્યો હતો
5000 વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તાવને પાસ કરવાઆ આવ્યો
એબીવીપીની ગુજરાત શાખાની સચિવ યુતિ ગાજરેએ આ અંગેની વિસ્તાર પૂર્વકની માહિતી આપતા કહ્યું હતું કે,અમદાવાદનું નામ બદલીને હવે ‘કર્ણાવતી’ કરવા માટે અહીં એક વિદ્યાર્થીઓનું સંઘઠન યોજવામાં આવ્યું છે. જેમાં 5000 વિદ્યાર્થીઓએ આ પ્રસ્તાવ ઉપર મંજૂરીઈ મોહર મારી દીધી છે. વધુમાં યુતિએ જણાવ્યું હતું કે અમે રાજસ્વ અધીકારી,જિલ્લા અધિકારી,કોલેજોના પ્રધાન આચાર્યો સહીત અમને જ્યાં પણ આ નામ માટે યોગ્ય જરૂરિયાત લાગે ત્યાં અમે આમરી માંગો અને રજૂઆતો કરીશું અને તેમને આવેદન પણ પાઠવીશું.
અગાઉ પણ આવી માંગો ઉઠી ચુકી છે
ગુજરાતના તત્કાલિન નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સરકાર કાનૂની અડચણો દૂર કરીને જરૂરી સમર્થન મળે તો અમદાવાદનું નામ બદલીને ‘કર્ણાવતી’ કરશે તેના લગભગ પાંચ વર્ષ બાદ આ પગલું લેવામાં આવ્યું છે.
આ મુદ્દાને કોંગ્રેસે યુવાનોનું ધ્યાન હટાવવાનો મુદ્દો જણાવ્યો હતો
હવે આ મુદ્દાને લઇને કોંગ્રેસ પણ મેદાને આવી ગઈ છે. દરમિયાન કોંગ્રેસે દાવો કર્યો હતો કે પ્રશ્નપત્ર લીકના મુદ્દા પરથી યુવાનોનું ધ્યાન હટાવવા માટે વામ પંથી સંઘઠન અને વિદ્યાર્થી સંગઠન દ્વારા અમદાવાદનું નામ બદલવાનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે પ્રશ્નપત્ર લીક થયા બાદ તાજેતરમાં પંચાયત જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ કરવી પડી હતી.જેને લઇને લખો વિદ્યાર્તથીઓનું ભાવિ અંધકાર મય બની ગયું છે. યુથ કોંગ્રેસના પ્રવક્તા કપિલ દેસાઈએ જણાવ્યું હતું કે, ભાજપ તમામ સ્તરે સત્તામાં છે અને જો ABVP અમદાવાદનું નામ કર્ણાવતી રાખવા માટે ખરેખર ગંભીર છે તો તે (ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન) યોગીની જેમ કોઈપણ મુશ્કેલી વિના આ કાર્ય કરશે. જે આદિત્યનાથ સમયાંતરે કર્યા કરે છે.