Gujarat

ગુજરાતમાં ફરી પડશે આ તારીખે વરસાદ, જાણો કઈ તારીખથી આકરો તાપ પડવાનું શરૂ થશે..

ગુજરાતમાં (Gujarat) વર્ષ 2023નો ઉનાળો (Summer) વધુ તિવ્ર રહેશે અને તેની તબક્કાવાર શરૂઆત ફેબ્રુઆરી મહિનાથી જ થઈ જશે. 13 ફેબ્રુઆરીથી જ વાતાવરણમાં (Atmosphere) ગરમીનો (Hot) અહેસાસ થવા લાગશે. જોકે આ દરમ્યાન ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ (rain) થવાની આગાહી કરવામાં આવી છે. 22 થી 26 ફેબ્રુઆરી દરમિયાન માવઠાંની શક્યતા જણાવવામાં આવી રહી છે. રાજસ્થાનના કેટલાક ભાગોમાં અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ પશ્ચિમ ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ થશે.

હવામાન વિભાગની આગાહી મુજબ હજી પણ દિવસે અને રાત્રે ઠંડીનો અહેસાસ થાય છે. પરંતુ ધીરે ધીરે ઠંડી ઘટવા લાગશે. આગામી એક દિવસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે તાપમાનમાં વધારો થશે. બીજી તરફ હવામાન વિભાગે ફેબ્રુઆરીમાં વરસાદની આગાહી પણ કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે ફેબ્રુઆરીમાં દેશના અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે. ગુજરાતના અનેક ભાગોમાં પણ ફેબ્રુઆરીના અંતમાં વરસાદ થશે.

હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલે  આગાહી કરતા કહ્યું છે કે આ વખતે ઉનાળો આકરો બની રહેશે. 19 ફેબ્રુઆરીથી ગરમી વધવા લાગશે. મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેવાની શક્યતા છે. જ્યારે માર્ચમાં ગરમીનો પારો વધશે. તેમની આગાહી મુજબ 26 એપ્રિલથી તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ગરમ પવનો ફુંકાશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વધુ ગરમીની શક્યતા જણાવવામાં આવી છે.

હિમાચલમાં ફરી હિમવર્ષાની આગાહી
રાજધાની શિમલા સહિત હિમાચલ પ્રદેશના અન્ય ભાગોમાં હવામાન સ્વચ્છ રહ્યું હતું. 8 ફેબ્રુઆરીથી રાજ્યમાં હવામાન ફરી બગડી શકે છે. હવામાન કેન્દ્ર શિમલાના જણાવ્યા અનુસાર બુધવારથી શનિવાર સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. 8 અને 9 ફેબ્રુઆરીએ નીચાણવાળા અને મેદાની વિસ્તારો માટે એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. થોડાક દિવસો પહેલા થયેલ હિમવર્ષાના કારણે રાજ્યના 138 માર્ગો પર ટ્રાફિક હજુ પણ ઠપ છે. રાજ્યમાં 46 પાવર ટ્રાન્સફોર્મર અને સાત પીવાના પાણીની યોજનાઓ પણ અવરોધાયેલી છે. લાહૌલ-સ્પીતિમાં સૌથી વધુ 121 અને ચંબામાં નવ રસ્તાઓ બ્લોક કરવામાં આવ્યા હતા. પેટા વિભાગ પાંગીમાં 36 વીજ ટ્રાન્સફોર્મર બંધ પડેલા છે.

તાજી હિમવર્ષા બાદ બંધ કરાયેલી અટલ ટનલ રોહતાંગને મંગળવારે 4 બાય 4 વાહનો માટે મનાલીથી જીસ્પા સુધી ખોલી દેવામાં આવી છે. જ્યારે પાંગી-કિલ્લારને જોડતો રસ્તો પણ ઉદયપુરથી ટીંડી સુધી ખુલ્લો કરવામાં આવ્યો છે. હવામાન ખુલ્યા બાદ BRO, NH અને પબ્લિક વર્કસ વિભાગે બરફ હટાવવાનું કામ શરૂ કરી દીધું છે. હિમવર્ષાના કારણે કુલ્લુ અને લાહૌલમાં 100થી વધુ રસ્તાઓ બંધ છે.

Most Popular

To Top