વડોદરા: વડોદરામાં છેલ્લા એક મહિના ઉપરાંતથી સરકારી અનાજના કાળા બજારને લઈને 12 દુકાનોમાં તપાસ ચાલી રહી છે. જેનો રિપોર્ટ સરકાર દ્વારા ત્રણ દિવસમાં આપવાનો આદેશ કરાયો હતો. પરંતુ હજી સુપરત કરાયો નથી.
જે તપાસમાં ભીનું સંકેલવાની તૈયારીઓ કરાઈ રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે ગઈકાલે રાતે સનફાર્મા રોડ પર જ્યુપિટર હોસ્પિટલની બાજુમાં આવેલી સસ્તા અનાજની દુકાન જેનું સંચાલન તૈલી બંસી ભગવાન લાલ દ્વારા કરવામાં આવે છે. તે દુકાનમાં સરકારી અનાજની 70 જેટલી બોરી ખાનગી બોરીમાં બદલી તેને વગે કરવામાં આવનાર હોવાની બાતમી પુરવઠા વિભાગને મળી હતી.
જે બાતમીના આધારે પુરવઠા વિભાગે મોડી રાતે દુકાન પર પહોંચી સંચાલક બંસી તૈલીને ફોન કરી બોલાવ્યો હતો. પરંતુ બંસીએ પુરવઠા નિરીક્ષકને ઉડાવ જવાબ આપી પોતે આવી શકે તેમ ન હોવાનું જણાવ્યું હતું. જેથી પુરવઠા નિરક્ષકો દ્વારા મોડી રાતે 12.20 કલાકે તેની બન્ને દુકાનને સીલ કરી દેવાઇ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ પહેલા કરવામાં આવેલી એક કથીત સિન્ડિકેટની એક કથીત સિન્ડિકેટની તપાસમાં પણ આ દુકાનમાંથી 12 જેટલા બોગસ રેશનકાર્ડ મળી આવ્યા હતા. તેમ છતાં પુરવઠા વિભાગ દ્વારા હજી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.
મહિનામા બે વાર અનાજ નો જથ્થો સગેવગે કરાતો હોવાનું કહેવાય છે
અટલાદરમાં આવેલ સસ્તા અનાજની દુકાનમાં તૈલી બંસીલાલ ભગવાનલાલે સરકારી બોરીમાંથી અનાજ ખાનગી બોરીમાં પેકિંગ કર્યા હોવાની આશંકા છે. એટલું જ નહીં સસ્તા અનાજની આ દુકાનમાંથી મહિનામાં બે વખત વહેલી સવારે અનાજ પુરવઠો સગેવગે કરાય છે તેમજ ગ્રાહકોને પૂરતું અનાજ નથી આપવામાં આવતું હોવાના આક્ષેપ થયા છે. જેથી પુરવઠા વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.
કથિત સિન્ડિકેટની બાર જેટલી દુકાનોની તપાસમાં ભીનું સંકેલવાનો પ્રયાસ
શહેરની એક કથીત સિન્ડિકેટની બાર જેટલી દુકાનોમાં વારંવાર ગેરરીતી ઝડપાઈ હતી. તેમ છતાં આ તમામ સસ્તા અનાજના પરવાનેદારો ઉપર તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હતી. કહેવાય છે કે લાખો રૂપિયા મા આ મામલામાં ભીનું સંકેલાઇ ગયુ ! તો 12 દુકાનો ની તપાસ ને સંતાડવા આ રેઇડ કરાઈ છે તેવી પણ વાત વહેતી થઇ છે.