નવી દિલ્હી : દુનિયા (world) એ ખરેખર જોવા લાયક જગ્યા છે. તો હવે હોંગકોંગ (Hong Kong) હવે દુનિયાના લોકોનું સ્વાગત કરવા માટે પણ તૈયાર છે. પેન્ડેમિક ડીઝીઝ (Pandemic Diseases) કોરોના મહામારીને લઇને હોંગકોંગનું પર્યેટન (Tourism) અને અર્થવ્યવસ્થા (Economy) બન્નેને ભારે નુકશાન વેઠવું પડ્યું હતું. અને હવે તેની ભરપાઈ કરવા માટે આ શહેરે એક મોટું એલાન કર્યું છે. ગુરુવારે હોંગકોંગ દ્વારા પર્યટકોને આકર્ષિત કરવા માટે એક પ્રકારનું મોટું અભિયાન ચલાવવાની શરૂઆત કરી દીધી છે. આ અભિયાન અંતર્ગત વિદેશીઓએ હોંગકોંગ આવવા માટે ફ્લાઇટનું (Flight) ભાડું ચૂકવવાનું રહેશે નહિ. હોંગકોંગ કુલ 5 લાખ મોફત એર ટીકીટોનું વિતરણ કરશે.આ ઘોષણા સાથે ટુરિસ્ટોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.
- હવે હોંગકોંગ હવે દુનિયાના લોકોનું સ્વાગત કરવા માટે પણ તૈયાર છે
- પર્યટકોને આકર્ષિત કરવા માટે એક પ્રકારનું મોટું અભિયાન ચલાવવાની શરૂઆત કરી
- આગામી માર્ચ મહિનાથી હોંગકોંગ કુલ 5 લાખ મોફત એર ટીકીટોનું વિતરણ કરશે
રિબ્રાન્ડિંગ અભિયાન ‘હેલો હોંગ કોંગ’નું અનાવરણ
આ અભિયાનની શરૂઆત સાથે જ હોંગકોંગના મુખ્ય કાર્યકારી અધિકારી જોન લીએ ગુરુવારે તેના રિબ્રાન્ડિંગ અભિયાન ‘હેલો હોંગ કોંગ’નું અનાવરણ કર્યું. આ અભિયાનનો હેતુ હોંગકોંગની વૈશ્વિક છબી સુધારવાનો પણ છે. આના દ્વારા પ્રવાસીઓ અને રોકાણકારોને હોંગકોંગ અંગે સારામાં સારી માહિતીઓ આપવામાં આવશે અને ટુરિસ્ટોને વધુ સારું હોંગકોંગ બતાવવામાં આવશે .વ્યાપાર અને પર્યટનના દિગ્ગજોને સંબોધિત તેમના ભાષણમાં લીએ કહ્યું કે હવે હોંગકોંગ આવતા લોકોને કોઈ પણ પ્રકારના કોરેન્ટાઇનના અથવા પ્રતિબંધોનો સામનો કરવો પડશે નહીં. તેમણે કહ્યું કે હોંગકોંગ શહેરની મસ્તી અને વ્યવસાય પાછો લાવવા માટે 5 મિલિયન મફત એર ટિકિટ આપશે.
માર્ચથી ફ્રી ટિકિટ શરૂ થશે. શહેરના રહેવાસીઓ માટે પણ સરકારે વધારાની 80 હજાર ફ્રી એર ટિકિટની જાહેરાત કરી છે. લીએ કહ્યું, ‘લેડીઝ એન્ડ જેન્ટલમેન, આ કદાચ દુનિયાએ જોયેલું સૌથી મોટું સ્વાગત છે.
પાછલા વર્ષોમાં શહેરમાં આવતા વિદેશીઓની સંખ્યામાં ઘટાડો થયો છે
વર્ષ 2022માં માત્ર 6,00,000 વિદેશીઓ જ હોંગકોંગ આવ્યા હતા જે 2018ના આંકડાના એક ટકા કરતા પણ ઓછા છે. છેલ્લા ત્રણ વર્ષમાં 130 થી વધુ આંતરરાષ્ટ્રીય કંપનીઓએ તેમની હોંગકોંગ ઓફિસ બંધ કરી દીધી છે. તાજેતરમાં, 253 જાપાનીઝ કંપનીઓના સર્વેક્ષણમાં દર્શાવવામાં આવ્યું છે કે તેઓ હોંગકોંગમાં કામ કરવા માટે સારા કામદારો શોધી શકતા નથી. સત્તાવાર આંકડાઓ અનુસાર હોંગકોંગની અર્થવ્યવસ્થા ગયા વર્ષે 3.5 ટકા ઘટી હતી અને તે જ સમયગાળા દરમિયાન 140,000 થી વધુ કામદારોએ શહેર છોડી દીધું હતું.
આ કારણોને લીધે હોંગકોંગના પ્રવાસન અને રોકાણને મોટો ફટકો પડ્યો
2019માં ચીનના કબજા સામે હોંગકોંગના હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ દેખાવો લાંબા સમય સુધી ચાલ્યા પરંતુ પોલીસે તેમને કડકાઈથી દબાવી દીધા. વર્ષ 2020 માં, રાષ્ટ્રીય સુરક્ષા કાયદો પસાર કરીને ચીને લોકશાહી તરફી આંદોલનોને સંપૂર્ણ રીતે કચડી નાખ્યું હતું. આના કારણે હોંગકોંગની છબી વિશ્વભરમાં ખરડાઈ હતી અને આ દરમિયાન ઘણા રોકાણકારોએ દેશ છોડી દીધો હતો. ઘણા ઉદ્યોગપતિઓએ તેમના કારોબારને હોંગકોંગ સાથે પણ મર્જ કર્યો હતો બીજી તરફ આનાથી પ્રવાસનને પણ મોટો ફટકો પડ્યો હતો.
હોંગકોંગે કોવિડ રોગચાળાને ધ્યાનમાં રાખીને કડક નિયમો લાગુ કર્યા હતા
2019 ના છેલ્લા મહિનામાં હોંગકોંગે કોવિડ રોગચાળાને ધ્યાનમાં રાખીને કડક નિયમો લાગુ કર્યા હતા. જેના કારણે પ્રવાસીઓએ આ દેશમાં આવવાનું બંધ કરી દીધું હતું. કોવિડના પ્રતિબંધો ત્રણ વર્ષથી વધુ સમય સુધી ચાલુ રહ્યા હતા જેના કારણે દેશના પ્રવાસનને ભારે નુકસાન થયું છે. હોંગકોંગ જે તેની વ્યવસાય સુવિધાઓ માટે વિશ્વભરમાં જાણીતું છે પણ કોવિડને કારણે આ પ્રતિસ્ઠા ઉપર કલંક લાગ્યો હતો. પરંતુ હવે હોંગકોંગે લોકોને અહીં આકર્ષવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.