Comments

અદાણી પ્રકરણમાં સત્ય બહાર આવશે?

અદાણી જૂથના શેરમાં ગત સપ્તાહે ભારે કડાકો બોલી ગયો. અદાણી જૂથની રસમો પર અમેરિકાની મૂડી રોકાણ મંત્રી હિંડનબર્ગે આપેલા સવિસ્તાર અને જફાકારક હેવાલનો ભારતના રોકાણકારો પ્રત્યાઘાત આપતા હતા. અદાણી જૂથના શેરમાં કડાકો બોલે તો પોતાને પૈસા કમાવા છે એવા હિંડનબર્ગ સામે આક્ષેપ થાય છે. અદાણી જૂથ કહે છે કે ભાવમાં તીવ્ર ઘટાડો કરાવવા પાછળ સ્થાપિત હિતો કામ કરે છે. હિંડનબર્ગ પણ પોતાને જે કરવું જોઇએ તે જ કરે છે અને પૈસા કમાય છે. કેટલાક કારણસર ભારતીય મ્યુચ્યુઅલ ફંડોએ મોટે ભાગે અદાણી જૂથમાં રોકાણ કરવાનું ટાળ્યું છે. આમ છતાં સરકારી માલિકીના જીવન વીમા નિગમે અદાણી જૂથમાં કરદાતાઓના રૂા. 75000 કરોડ કે તેથી વધુ રકમનું રોકાણ કર્યું છે.

અદાણી જૂથ સામે સૌથી પ્રાથમિક આક્ષેપ એ થાય છે કે અદાણીની પેઢીઓના મોટા ભાગના નોન પ્રમોટર શેર છૂપાવેશમાં રહેલી જૂથ કંપનીઓ પાછળની વિદેશી કંપનીઓની માલિકીના છે. જો આ સાચું પુરવાર થાય તો સિકયુરિટીઝ એન્ડ એક્ષચેંજ બોર્ડ ઓફ ઇંડિયા સેમીની આ કંપનીઓને ડિલિસ્ટ કરી શકે મતલબ કે તેની યાદીમાંથી આ કંપનીઓ કમી થઇ જાય. જો પ્રમોટરો જ પોતાની કંપનીના મોટા ભાગના શેરો ધરાવતા હોય તો તેઓ પુરવઠા પર નિયંત્રણ લાવી ભાવનો ખેલ પાડી શકે.

બ્લૂમ બર્ગના એક હેવાલમાં જણાવાયું હતું કે અદાણી જૂથના સંયુકત સંપત્તિ 255 અબજ ડોલરની હતી જયારે તેની શેરબજારમાં નોંધાયેલી સાત પેઢીઓની સંયુકત વાષરિક ચોખ્ખી આવક 2 અબજ ડોલરથી ઓછી છે અને અદાણી ગ્રીન એનર્જીના શેરની કિંમત છેલ્લા ત્રણ ર્ષમાં 4500 ટકાથી વધી ગઇ. હજી હમણાં સુધી વિશ્વની બીજા ક્રમના સૌથી તવંગર વ્યકિત અદાણીની સંપત્તિ આ કંપનીઓના મૂલ્યાંકનના આધારે છે, તેઓ જે નફો કરે છે તેના આધારે નહીં. અદાણી એન્ટરપ્રાઇઝીઝની આવક 2019માં રૂા. 15500 કરોડ હતી, 2020માં રૂા. 16200 કરોડ હતી, 2021માં રૂા. 13358 કરોડ અને પછી 2022માં રૂા. 26800 કરોડ થઇ. 2020માં તેનો ચોખ્ખો નફો રૂા. 698 કરોડ હતો તે 2021માં ઘટીને રૂા. 368 કરોડ થયો અને 2022માં પાછો વધીને રૂા. 720 કરોડ થયો.

બિઝનેસ સ્ટાડર્ડની એક કરારમાં લખ્યું છે કે મૂડી લક્ષી માળખાકીય ધંધામાં કોઇ પણ કંપનીની આટલી ઝડપી વૃધ્ધિ અનપેક્ષિત છે. હિન્ડનબર્ગ જે વિદેશી કંપનીઓની વાત કરે છે તે અદાણી જૂથના શેર ધારણ કરવા માટે જ સ્થપાઇ લાગે છે. એલારા તેનું ઉદાહરણ છે. સંસદને કહેવામાં આવ્યું છે કે કાળા નાણાને ધોળા કરવાના કૌભાંડની તપાસ કરતા એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ અદાણીની પેઢીઓ કે તેના ભંડોળની તપાસ નથી કરતું. સરકારે 2021માં કહ્યું હતું કે સેબી અને રેવેન્યુ ઇન્ટેલીજન્સ ડિરેકટોરેટ અદાણી જૂથના મામલામાં તપાસ કરે છે.

આમ છતાં હજી સુધી કંઇ બહાર નથી આવ્યું.સ દરહુ ભંડોળ માટે જવાબદાર વ્યકિતઓ તરીકે સરકારે જેના નામ આપ્યા તે માર્કસ બીટ ડેન્જલ, આજના લુઝીયા ફોન સેન્જર બર્ગર અને એલેસ્ટર વગેરેના સંપર્કની વિગતો નથી મળી શકી એવું બ્લૂમ બર્ગે હેવાલમાં જણાવ્યું તોય કોઇ પ્રતિભાવ નથી. તેનાથી વિપરીત રીતે સરકાર તેના વિરોધીઓ અને ટીકાકારો સામે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટનો ઉપયોગ કરી દરોડા પડાવે છે અને ખાતા સ્થગિત કરે છે તેમજ ધરપકડ કરે છે. હિન્ડન બર્ગે જે વધુ ચિંતાજનક તારણ કાઢયું છે તે એ છે. દા.ત. લિસ્ટેડ કંપની અદાણી એન્ટર પ્રાઇઝીસે તાજેતરમાં રૂા. 20000 કરોડના વધુ શેર બજારમાં મૂકયા. આ કંપનીના એક સ્વતંત્ર ઓડિટર છે. શાહ ધંધારિયા. આમાં ચાર ભાગીદારો છે અને માત્ર 11 કર્મચારીઓ છે. હિન્ડન બર્ગ કહે છે કે આ જ પેઢી અદાણી ટોટલ ગેસનું પણ ઓડિટ કરે છે. પ્રતિષ્ઠિત સમાચાર સંસ્થાઓ દ્વારા પણ આ આક્ષેપો થયા હતા પણ સરકારે કોઇ પગલા નથી લીધા.

નવેમ્બર 2020માં ‘ધ ફાઇનાન્શિયલ ટાઇમ્સ’ અખબારમાં ‘મોદીના રોકન ફલેર’ શીર્ષક હેઠળ હેવાલમાં ગૌતમ અદાણી અને ભારતમાં સત્તાની જમાવટની વાત લખી હતી અને જણાવ્યું હતું કે અદાણીને કોઇ અનુભવ નહીં હોવા છતાં 2018માં છ વિમાની મથકોનું ખાનગીકરણ કરવા દેવા નિયમોનો ભંગ કરવામાં આવ્યો હતો. રાતોરાત અદાણી દેશના એક સૌથી મોટા ખાનગી વિમાની મથક સંચાલક બની ગયા તેમજ સૌથી મોટા ખાનગી બંદર સંચાલક અને થર્મલ કોલ વીજળી ઉત્પાદક બની ગયા. ભારતના વીજળી વિતરણ અને ગેસ વિતરણ બજારમાં તેમનો હિસ્સો વધતો જાય છે. આ આક્ષેપો પ્રત્યે સરકાર હજી ચૂપ છે. શેર બજારના ભાવમાં રમત રમાતી હોવાના આક્ષેપો સામે પણ તેણે મોં નથી ખોલ્યું. કદાચ તે મામલો ઠંડો પડવાની રાહ જૂએ છે. ભૂતકાળની જેમ અત્યારે પણ કંઇ બહાર નહીં આવે તો નવાઇ નહીં પણ પ્રશ્ન એ છે કે હિંડનબર્ગ કંપનીએ અમેરિકાની અદાલતમાં આવવાના આપેલા આમંત્રણ પછી અદાણી છાવણીમાં સળવળાટ થાય છે ત્યારે સત્ય બહાર આવશે?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top