Gujarat

રાજકુમાર ગુજરાતના 31માં ચીફ સેક્રેટરી બન્યા

ગાંધીનગર: ગુજરાતના ચીફ સેક્રેટરી (Gujarat Chief Secretary) તરીકે 1987ની બેચના આઇએએસ અધિકારી રાજકુમારે આજે સાંજે ચાર્જ સંભાળી લીધો છે. તેમના પૂરોગામી ચીફ સેક્રેટરી પંકજકુમારે તેમને શુભેચ્છા આપી હતી. રાજકુમાર રાજ્યના 31મા ચીફ સેક્રેટરી બન્યાં છે. જણાવી દઈએ કે તેઓ જાન્યુઆરી 2025માં વયનિવૃત્ત થશે. આઇઆઇટી કાનપુરમાંથી તેમણે બીટેક (ઇલેક્ટ્રિકલ એન્જિનિયર) કર્યું છે. આ ઉપરાંત ટોક્યોમાંથી માસ્ટર ઇન પબ્લિક પોલિસી કર્યું છે. તેઓ છેલ્લે ગૃહ વિભાગના અધિક મુખ્યચિવ પદે હતા. તેમણે આજે વિધિવત ચીફ સેક્રેટરીની ફરજો સંભાળી લીધી છે.

ગુજરાતના ચીફ સેક્રેટરી પદે રાજકુમારે ચાર્જ સંભાળી લેતાં તેમની બદલીથી ખાલી પડેલા બે વિભાગો તેમજ એક સિનિયર મોસ્ટ અધિકારીને સચિવાલયની બહાર જાહેર સાહસમાં નિયુક્તિ આપવામાં આવતા તેમના વિભાગનો ચાર્જ અન્ય ત્રણ અધિકારીઓને આપવામાં આવ્યો છે.

ગૃહ વિભાગનો વધારાનો ચાર્જ સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્યસચિવ એ.કે.રાકેશને અને ઉદ્યોગ વિભાગનો હવાલો મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દાયાણીને સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત પંચાયત વિભાગનો વધારાનો ચાર્જ રૂરલ ડેવલપમેન્ટના પ્રિન્સિપલ સેક્રેટરી સોનલ મિશ્રાને સોંપવામાં આવ્યો છે.જો કે સોનલ મિશ્રા માટે દિલ્હીમાં પ્રતિ નિયુકત્તિ પર જવાનો આદેશ પણ થઈ ચૂકયો છે. જેમાં હવે સોનલ મિશ્રા દિલ્હીમાં સ્કિલ ડેવલોપમેન્ટ મંત્રાલયમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે પણ કલીયર કરી દેવાઈ છે. રાજકુમાર ચીફ સેક્રેટરી થતાં તેમનાથી સિનિયર એવા આઇએએસ ઓફિસર અને પંચાયત વિભાગમાં ફરજ બજાવતા અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાની બદલી ભરૂચ સ્થિત જીએનએફસીના ચેરમેન તરીકે કરવામાં આવી છે.

ડીજે જાડેજા ચીફ ટાઉન પ્લાનર બન્યા
રાજ્ય સરકારે અન્ય બે અધિકારીઓની પણ બદલી કરી છે જે પૈકી ડાંગના કલેક્ટર ડીજે જાડેજાને ગાંધીનગરમાં ચીફ ટાઉન પ્લાનર બનાવવામાં આવ્યા છે જ્યારે ડાંગ જિલ્લાના ડીડીઓ ડો. વિપિન ગર્ગને ડાંગના કલેક્ટરનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે.

Most Popular

To Top