Charchapatra

સુમુલ ડેરી રોડ અલકાપુરી રેલવે પુલ

સુમુલ ડેરી રોડ અલકાપુરી રેલવે પુલ એક સાંકડો ડિવાઈડર વગરનો પુલ છે જેને જ્યાં જગ્યા મળે તેમ ગાડી હાંકી શકો છે. કોઈની રોક-ટોક નહિ. કોઈ દિવસ એવો ન ગયો હોય કે આ પુલ પર નાના મોટા અકસ્માત ન થયા હોય. બધા અકસ્માત પોલીસના ચોપડે લખાતા નથી. અમુક નાના મોટા અકસ્માતનું સમાધાન અંદરોઅંદર થઈ જાય છે. જ્યારે અકસ્માતની વાત આવી ત્યારે થોડા મહિના અગાઉ એક ત્રિપલ અકસ્માત થયો હતો. એક ફોર વ્હીલર આગળ ભાગતું હતુ. તેની પાછળ – ત્રણ વીલરવાળી રીક્ષા અને તેની પાછળ ટુ વીલરવાળુ સ્કુટર – તેના ઉપર 2 સવારી હતી. ત્રણેય પુરપાટ ચલાવતા હતા એટલામાં ઓચિંતા ફોર વીલર વાળા એ બ્રેક મારી તેથી પાછળ ટુ-વીલર વાળા કે જેમાં 2 સવારી હતી તેઓ પણ જોરદાર બ્રેક મારી સ્કુટર પર પાછળ બેઠેલો વ્યક્તિ સીધી પુલથી ડાબી બાજુ બંગલા ડી- 4 પાસે પડ્યો.  ખાસ કરીને સવારે 8 થી 10 તથા સાંજે 6 થી 8 વર્કીંગ અવરમાં ભારે ભીડ હોય છે. આશા છે કે પોલીસ ખાતુ-તથા S.M.C.ના ઉચ્ચ અધિકારી સંયુક્ત મિટિંગ બોલાવી આવો સુખદ નિર્ણય કરશોજી.
સુરત     – મહેશ આઈ. ડોક્ટર-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ડબલ એન્જીન સરકાર કયારે મોંઘવારી ભથ્થું, એરીયર્સ ચુકવશે?
ડબલ એન્જીન ભંગારમાં નાખાવનો સમય પાકી ગયો છે. તે માટે નીચેના મુદ્દાઓ દાખલારૂપ છે. જુલાઇ 2022થી કેન્દ્ર સરકારે જાહેર કરેલું મોંઘવારી ભથ્થું ગુજરાત સરકારને જાહેર કરવાની આવડત નથી. જુલાઇથી ચૂકવવાનું ડી.એ. એરિયર્સ તરીકે સામટું ચૂકવવાની સમજણ નથી, આ સરકારને 1.1.2016થી મેડીકલ એલાવન્સ એરિયર્સ તરીકે ચૂકવવાની કોઇ હીલચાલ હજી નથી. એરિયર્સ જયારે ચૂકવાય ત્યારે તે વર્ષની આવક ગણીને ઇન્કમટેક્ષ કપાય છે. 1.1.2006 પહેલા નિવૃત્ત થનારને વીસ વર્ષની સર્વિસ હોવા છતાં પૂરું પેન્શન નહીં ચૂકવીને છઠ્ઠા પગાર પંચનો અનાદર ભેદભાવ કર્યો છે. સુપર સીનીયર સીટીઝનોનો ઇન્કમટેક્ષ નાબૂદ કરવાની આવડત નથી.
સુરત   – પ્રો. પી. એમ. પટેલ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top