World

પેરુમાં 60 મુસાફરો ભરેલી બસ “ડેવિલ ટર્ન” પાર ન કરી શકી, 24 લોકોના દર્દનાક મોત

પેરુઃ દક્ષિણ અમેરિકા (South America) મહાદ્વીપમાં સ્થિત પેરુમાં (Peru) શનિવારે એક મોટી દુર્ઘટના (Accident) સર્જાય હતી. ઉત્તરી પેરુમાં 60 મુસાફરોને લઈ જતી બસ (Bus) ભેખડ પરથી નીચે પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં 24 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે કેટલાક મુસાફરો હૈતીના હતા, કારણ કે પેરુમાં હૈતીયન ઇમિગ્રન્ટ્સની સંખ્યા વધી રહી છે, જોકે બસમાં સવાર લોકોની સ્થિતિ સ્પષ્ટ નથી. પોલીસ અનુસાર, “ડેવિલ્સ કર્વ” તરીકે ઓળખાતા મુશ્કેલ સ્થળે અકસ્માત થયો હતો. જો કે હજી પણ આ અકસ્માતની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

  • પેરુમાં 60 મુસાફરોને લઈ જતી બસ ભેખડ પરથી નીચે પડી
  • અકસ્માતમાં 24 મુસાફરોના કરૂણ મોત, અનેક લોકો ઘાયલ
  • ઘાયલોને હોસ્પિટલ દાખલ કરાયા
  • પોલીસે સ્થળને કહ્યું- ‘શેતાનનો માર્ગ’

શેતાનનો માર્ગ
મળતી માહિતી અનુસાર શનિવારે પેરુ ખાતે માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 24 લોકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અકસ્માત ડેવિલ્સ કર્વ તરીકે ઓળખતા એક રસ્તા પર થયો હતો. 60 જેટલા મુસાફરો ભરેલી બસ માર્ગ પરથી નીચે ઉતરી નીચે પડી ગઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસ સહિત બચાવ કાર્મી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બચાવકર્મીએ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે આ રોડને શેતાનનો રસ્તો કહ્યો હતો. કારણે કે આ માર્ગ પર આ અગાઉ પણ અનેકો વખત અકસ્માત થયા છે.

પેરુની ટ્રાન્સપોર્ટ સુપરવાઇઝરી એજન્સી (સુટ્રાન) એ એક નિવેદનમાં અકસ્માતની પુષ્ટિ કરી છે, પરંતુ મૃત્યુઆંક અને ઘાયલોની સંખ્યા આપી નથી. સુત્રાને જણાવ્યું હતું કે પેરુના દૂર ઉત્તરમાં અલ અલ્ટો જિલ્લામાં કંપની Q’Orianka Tours Aguila Doradaની બસમાં આ અકસ્માત થયો હતો. અકસ્માત દરમિયાન ઘણા મુસાફરો બસમાંથી કૂદીને પોતાનો બચાવ કરી શક્યા હતા, પરંતુ મોટાભાગના અંદર ફસાયા હતા. અજાણ્યા ઘાયલ મુસાફરોને અલ અલ્ટો અને માનકોરાની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતા, જે લિમાના ઉત્તરમાં લગભગ 1,000 કિલોમીટર (620 માઈલ) દૂર આવેલા લોકપ્રિય રિસોર્ટ છે, જ્યાં તમામની સારવાર કરવામાં આવી રહી છે. આમાંથી ઘણા મુસાફરોની હાલત નાજુક છે. પેરુ એ દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલો દેશ છે. પોલીસના જણાવ્યા અનુસાર બસમાં સવાર મોટાભાગના મુસાફરો હૈતીના હતા.

Most Popular

To Top