Entertainment

12 દિવસના લગ્ન અને પૂર્વ પતિએ અભિનેત્રીને તેની વસિયતમાં 81 કરોડ રુપિયા આપ્યા

નવી દિલ્હી: હોલિવૂડ સ્ટાર (Hollywood Star) પામેલા એન્ડરસન હંમેશા કોઈને કોઈ કારણસર હેડલાઈન્સમાં આવે છે. 55 વર્ષીય કેનેડિયન-અમેરિકન અભિનેત્રી પામેલા એન્ડરસનના જીવન પર એક ડોક્યુમેન્ટ્રી બનાવવામાં આવી છે, જેનું નામ છે ‘પામેલા, અ લવ સ્ટોરી’. આ ડોક્યુમેન્ટ્રી પામેલા એન્ડરસનના વિવાદાસ્પદ જીવન પર આધારિત છે. આ ડોક્યુમેન્ટ્રીને કારણે પામેલા છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે, આ દરમિયાન સમાચાર આવ્યા છે કે પામેલા એન્ડરસનના પૂર્વ પતિ જોન પીટર્સે તેનું નામ પોતાની વસિયતમાં સામેલ કર્યું છે. પામેલા એન્ડરસન અને જોન પીટર્સે વર્ષ 2020ની શરૂઆતમાં એકબીજા સાથે લગ્ન કર્યા હતા, જોકે તેમના લગ્ન માત્ર 12 દિવસ જ ચાલ્યા હતા.

આ વચ્ચે જ્હોને પોતાની વસિયત સાથે જોડાયેલો આ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પોતાની વસિયતમાં પામેલા માટે મોટી રકમ છોડવાની બાબતને વર્ણવતા જ્હોને કહ્યું છે કે તે પામેલાને હંમેશા પ્રેમ કરશે. જ્હોને પામેલા માટે જે રકમ છોડી છે તે ભારતીય રૂપિયાના હિસાબે 81 કરોડથી થોડી વધુ છે. તેણે વઘુમાં કહ્યું છે કે આ રકમ પામેલા માટે હુંએ મૂકી છે પછી ભલે તેણીને તેની જરૂર હોય કે ન હોય. જ્હોને જણાવ્યું કે પામેલાને આ વાતની જાણ નથી. તેણે આગળ કહ્યું, ‘હું પામેલાને હંમેશા મારા દિલમાં પ્રેમ કરીશ.’

જાણકારી મુજબ જ્હોન અને પામેલા પહેલીવાર 1980ના દાયકામાં એકબીજાને ડેટ કર્યા હતા. 20 જાન્યુઆરી 2020 ના રોજ એવા અહેવાલો આવ્યા હતા કે બંનેએ લગ્ન કરી લીધા છે. એવું કહેવામાં આવ્યું હતું કે પામેલા અને જ્હોને માલિબુમાં એક ખાનગી સમારંભમાં લગ્ન કર્યા હતા. પામેલાના પબ્લિસિસ્ટે પોતે આ સમાચારની પુષ્ટિ કરી છે. બંને સેલેબ્સના જીવનમાં આ પાંચમું લગ્ન હતું.

લગ્ન પછી પીટર્સે એક ઈન્ટરવ્યુ દરમ્યાન કહ્યું હતું કે, ‘સુંદર છોકરીઓ દરેક જગ્યાએ હોય છે. હું સરળતાથી પસંદ કરી શક્યો હોત, પરંતુ 35 વર્ષથી મારે માત્ર પામેલા જ જોઈતી હતી. પરંતુ પામેલા અને પીટર્સે તેમના ગુપ્ત લગ્ન પછી મેરેજ સર્ટિફિકેટ માટે કાનૂની પેપરવર્ક ફાઇલ કર્યું ન હતું. લગ્નનો વળાંક 1 ફેબ્રુઆરી 2020 ના રોજ, પામેલાએ જાહેરાત કરી કે તેણી અને પીટર્સે તેમના લગ્ન પ્રમાણપત્રને ઔપચારિક કરવાની પ્રક્રિયા બંધ કરી દીધી છે. પામેલાએ પોતાના નિવેદનમાં કહ્યું, ‘અમે થોડા સમય માટે અલગ થઈ રહ્યા છીએ, તે નક્કી કરવા માટે કે આપણે જીવનમાં અને એકબીજાથી શું ઈચ્છીએ છીએ. અને આમાં તમારા સમર્થન માટે અમે ખૂબ આભારી રહીશું.

થોડા સમય પછી જ્હોન સાથેના સંબંધો પર પામેલાના ટ્વિટર પેજ પર એક નિવેદન આવ્યું કે ‘પામેલા એન્ડરસને ક્યારેય જ્હોન પીટર્સ સાથે કાયદેસર રીતે લગ્ન કર્યા નથી’. આ નિવેદનમાં જ્હોનને પામેલાના ‘લાઇફ લોંગ ફેમિલી ફ્રેન્ડ’ તરીકે વર્ણવતા, આગળ લખવામાં આવ્યું હતું કે ‘કોઈ સખત લાગણી નહીં – લગ્ન નહીં, છૂટાછેડા નહીં – ફક્ત એક વિચિત્ર થિયેટ્રિકલ લંચ’. અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે દંપતીએ માત્ર 5 દિવસ સાથે વિતાવ્યા હતા અને જ્હોને એક ટેક્સ્ટ સંદેશ મોકલીને પામેલા સાથે બ્રેકઅપ કર્યું હતું.

Most Popular

To Top