નવી દિલ્હી : ઉડ્યન ક્ષેત્રની નિયામક સંસ્થા ડીજીસીએ (DGCA) દ્વારા ગો ફસ્ટ એર (Go First Air) લાઇન્સ ફ્લાઇટ તેના 55 યાત્રીઓને એરપોર્ટ ઉપર જ છોડીને ઉડાન ભરી ગયું હતું. આ મામલે હવે કંપની વિરુદ્ધ કાર્યવાહીના પગલાં ભરવામાં આવ્યા છે. ડીજીસીએ હવે કંપનીને 10 લાખ રૂપિયા નો દંડ (Fine) ભરવાનો આદેશ આપ્યો છે.આથી પહેલા વિમાનન ઊડિયન નિયામક ડીજીસીએ દ્વારા એરલાઇન્સ કંપની ગો ફર્સ્ટ વિરૃદ્ધ ક્કરનાં દર્શાવો નોટિસ ફટકારી હતી. ડીજીસીએ ગો ફર્સ્ટના જવાબદાર પ્રબંધકોને જલ્દીથી જલ્દી કારણ દર્શાવો નોટિસના અનુસંધાનમાં જવાબ આપવા પણ કહ્યું હતું. અને ટિપ્પણી પણ કરી તેમની સામે અમલીકરણની કાર્યવાહી શા માટે ન કરવી જોઈએ..
ટર્મિનલ કોઓર્ડિનેટર કોમર્શિયલ સ્ટાફ અને ક્રૂ વચ્ચે સંકલનનો અભાવ
તેમન દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી વિશે DGCAએ GoFirstને આપેલી નોટિસમાં ટાંક્યું હતું કે 25 જાન્યુઆરીએ આ આલાપરવાહી સર્જાય હતી જેના વિરુદ્ધ કારણ બતાવો નોટિસનો જવાબ પણ મંગાવવામાં આવ્યો હતો.એરલાઇન કંપનીના જવાબ અનુસાર એરક્રાફ્ટમાં મુસાફરોના બોર્ડિંગને લઈને ટર્મિનલ કોઓર્ડિનેટર (TC) કોમર્શિયલ સ્ટાફ અને ક્રૂ વચ્ચે વાતચીત અને સંકલનનો અભાવ હતો.
કંપની પર 10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો
DGCA એ જણાવ્યું છે કે તપાસમાં જાણવા મળ્યું છે કે એરલાઇન કંપની ગ્રાઉન્ડ હેન્ડલિંગ લોડ અને ટ્રીમ શીટ તૈયાર કરવા ફ્લાઇટ ડિસ્પેચ અને પેસેન્જર કાર્ગો હેન્ડલિંગ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં નિષ્ફળ રહી છે. આ બધાને જોતા કંપની પર 10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
55માંથી 53 મુસાફરોને અન્ય એરલાઇનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા
ઉલ્લેકખનીય છે કે 9 જાન્યુઆરીના રોજ બેંગ્લોર એરપોર્ટ પર બેંગ્લોરથી દિલ્હી જતી એરલાઈન્સની GoFirst ફ્લાઈટ બસમાં સવાર લગભગ 55 મુસાફરોને લીધા વગર જ ટેકઓફ થઈ ગઈ હતી. મુસાફરોનો આરોપ છે કે ફ્લાઈટ જી-8 સોમવારે સવારે 6.40 વાગ્યે 55 મુસાફરોને પાછળ છોડીને નીકળી હતી. 55માંથી 53 મુસાફરોને દિલ્હી માટે અન્ય એરલાઇનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. બાકીના 2 એ રિફંડની માંગણી કરી હતી જે એરલાઇન દ્વારા ચૂકવવામાં આવી હતી. હવે આ મામલામાં GoFirstએ પીડિત મુસાફરોની માફી માંગી હતી અને આ ઘટનામાં સામેલ એરલાઇન્સના કર્મચારીઓ સામે કાર્યવાહી કરી હતી.