સુરત: સુરતના (Surat) ઉધના (Udhana) વિસ્તારમાં કારના શોરૂમમાં (Car Showroom) ભીષણ આગ (Fire) લાગી હતી. આગ લાગ્યાની જાણ થતા જ સ્થાનિકોમાં અફરાતફરી મચી જવા પામી હતી. ફાયર વિભાગને ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગને જાણ કરવામાં આઈ. ફાયરની 8થી 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ પર કાબૂ મેળવવા ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. મળતી માહિતી અનુસાર શોરૂમમાં ફર્નિચર સહિત 8 થી 10 વાહનો સળગી ગઈ હતી.
ઉધના વિસ્તારના ગણેશ હ્યુન્ડાઈ કારના શોરૂમમાં આગ લાગી
મળતી માહિતી અનુસાર ઉધના બીઆરસી નજીક હુન્ડાઈ કારના શો રૂમમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આગ ખૂબ જ ભીષણ હોવાથી તમામ લોકો શો રૂમની બહાર ગભરાઇને ભાગ્યા હતા. મળતી માહિતી અનુસાર શો રૂમમાં મુકેલી ગાડીઓ આગની ઝપેટમાં આવી ગઈ હતી. શો રુમમાં આગ ખૂબ જ ઝડપભેર પ્રસરી હતી. જેના કારણે લગભગ 8થી 10 કાર બળી ગઈ હતી. ગભરાયેલા લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. 4 ફાયર સ્ટેશનની 10 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવા માટે પ્રયાસો કર્યા હતા.
ફાયર વિભાગની ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જો કે શો રૂમની અંદર આગ લાગતા સ્ટાફના માણસો પણ ગભરાઈ ગયા હતા. શો રૂમમાં રાખેલી ગાડીઓ આગની લપેટમાં આવી ગઈ હતી. પરંતુ જે સ્ટાફના લોકો હતા તેઓ દોડીને બહાર આવી ગયા હતા.
શો રુમમાં મૂકેલી ગાડીઓ આગની ઝપેટમાં આવી ગઈ હતી. એક બાદ એક કારને આગે પોતાના લપેટમાં લેતા અંદાજિત વિગતો મળી રહી છે તે મુજબ 10 જેટલી શો રૂમમાં રાખેલી કાર આગની લપેટમાં આવી ગઈ હતી. ફાયર વિભાગને જાણ થતા ચાર ફાયર સ્ટેશનની ગાડીઓ રવાના થઈ હતી. ફાયરની 10 જેટલી ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચીને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો છે. આગ એટલી ઝડપથી પ્રસરી કે શો રૂમમાં મૂકેલી આઠથી દસ ગાડીઓ સળગીને ખાખ થઈ ગઈ હતી. ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચે તે પહેલા આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગને કાબૂમાં લીધી હતી. જો કે આગ ક્યા કરાણોસર લાગી છે તે હજી સુધી જાણી શકાયું નથી.