નવી દિલ્હી: અદાણી ગ્રુપ (Adani Group) ઉપર અમેરિકન રિસર્ચ ફર્મ હિડનબર્ગ (Hiddenberg) દ્વારા લગાવવામાં આવેલા આરોપીની સામે હવે ગ્રુપ કાયદાકીય લડાઈ (Legal Battle) લઢવા માટે સજ્જ થયું છે.ગુરુવારે કહ્યું હતું કે ગ્રુપ પર લગાવવામાં આવેલા ગંભીર આરોપો બાદ હવે કંપની જવાબી હુમલાની તૈયારી કરી રહી છે. અદાણી જૂથે ગુરુવારે કહ્યું હતું કે તે તેની ફ્લેગશિપ કંપનીના શેરના વેચાણને નુકસાન પહોંચાડવાના પ્રયાસમાં “વિચાર્યા વિના” કાર્યવાહી કરવા બદલ યુ.એસ.ની નાણાકીય સંશોધન કંપની હિડનબર્ગ રિસર્ચ સામે શિક્ષાત્મક કાર્યવાહીકરવા માટે કાનૂની વિકલ્પો પર ધ્યાન આપી રહ્યું છે.
- અદાણી ગ્રુપ ઉપર લાગેલા આક્ષેપો સામે કંપની હવે કરશે વળતો પ્રહાર
- “ખુલ્લમ ખુલ્લી રીતે શેરના ફ્રોડ અને એકાઉન્ટિંગ ફ્રોડ” માં ગડબડી કરી હોવાનો આરોપ
- અદાણી જૂથ ઉપર કરવામાં આવેલી ટિપ્પણી હિંડનબર્ગના એક અહેવાલમાં પ્રકાશિત થઈ હતી
અદાણી ગ્રુપ ઉપર લાગ્યા છે ગેરરીતિના આક્ષેપો
ઉલ્લેખનીય છે કે અદાણી જૂથ ઉપર કરવામાં આવેલી ટિપ્પણી હિંડનબર્ગના એક અહેવાલમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની આગેવાની હેઠળના જૂથ પર “ખુલ્લમ ખુલ્લી રીતે શેરના ફ્રોડ અને એકાઉન્ટિંગ ફ્રોડ” માં ગડબડી કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યા હતા. અને ત્યારબાદ જ કંપનીના આક્ષેપને પગલે ડાઈવર્સિફાઈડ બિઝનેસ સાથે સંકળાયેલી લિસ્ટેડ ગ્રુપ કંપનીઓના શેરમાં મોટો ઘટાડો થયો હતો.
આ રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું છે
તો સૌથી પહેલા આપણે જાણી લઈએ કે અદાણી ગ્રુપ લાગેલા આક્ષેપોમાં શું કહેવા માં આવ્યું છે..યુએસ ફાઇનાન્શિયલ રિસર્ચ ફર્મ હિંડનબર્ગના જણાવ્યા અનુસાર, બે વર્ષના સંશોધન પછી, એવું જાણવા મળ્યું છે કે અદાણી જૂથ દાયકાઓથી “ઓપન સ્ટોક ફ્રોડ અને એકાઉન્ટિંગ ફ્રોડ” માં સામેલ છે. અદાણી એન્ટરપ્રાઇઝની 20,000 કરોડ રૂપિયાની ફોલો-ઓન પબ્લિક ઓફરિંગ (એફપીઓ) અરજીના થોડા સમય પહેલા જ આ રિપોર્ટ આવ્યો છે.
આખો અહેવાલ ખોટા મનસૂબા સાથે પ્રગટ કરાયો છે
અદાણી જૂથના સૂત્રોના જણાવ્યા મુજબ ખોટા ઇરાદા સાથે રજૂ કરવામાં આવેલા અહેવાલમાં “હિડનબર્ગ રિસર્ચે 24 જાન્યુઆરી, 2023 ના રોજ કોઈ પણ સંશોધન અને ખરાબ ઇરાદા સાથે સંપૂર્ણ માહિતી વિના જૂથ વિરુદ્ધ અહેવાલ પ્રકાશિત કર્યો હતો. જેના કારણે અદાણી ગ્રુપ, અમારા શેરધારકો અને રોકાણકારો પર વિપરીત અસર પડી છે. રિપોર્ટ દ્વારા ભારતીય શેરબજારમાં વોલેટિલિટી ખૂબ જ ચિંતાનો વિષય બનીને રહી ગયો છે. ”