ગાંધીનગર: ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના (GCMMF) ચેરમેન (ChairMan) અને વાઈસ ચેરમેનના (Vice Chairman) અઢી વર્ષના મુદ્દત માટે ચૂંટણી (Election) યોજાઈ હતી. જેમાં વર્તમાન ચેરમેન અને વાઈસ ચેરમેનને રિપીટ કરવામાં આવ્યા છે. ચેરમેન પદે શામળા પટેલ તથા વાઈસ ચેરમેન પદે વાલમજી હુંબલને રિપીટ કરાયા છે. તેમજ 13 દૂધ સંઘોનાં ચેરમેન GCMMFમાં હાજર રહ્યાં હતા.
મંગળવારે ગુજરાતના 18 ડેરી સંઘોના વેચાણ અને માર્કેટિંગ માટે બનાવેલા ધી ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના આગામી અઢી વર્ષની મુદ્દ માટેના ચેરમેન તેમજ વાઈયસ ચેરમેનની ચૂંટણી આણંદ પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. ગુજરાત સહિત દેશની ટોપની સહકારી સંસ્થા GCMMFમાં મેનેજીંગ ડિરેક્ટર RS સોઢીના કારસ્તાના બાદ તેને પદ પરથી હટાવી દેવામાં આવ્યો હતો. ત્યારે આજે ચેરમેન અને વાઈસ ચેરમેનની પસંદગી માટે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
તમને જણાવી દઈએ કે રાજ્યમાં રાજ્યમાં દૂધ સંઘોમાં દૂધસાગર, સાબર, બનાસ અને આણંદની અમૂલ ડેરીનો દબદબો રહ્યો છે. પહેલાથી આ સંઘોના ચેરમેન જ અમૂલના ચેરમેન બનતા આવ્યા છે. હાલમાં શામળભાઈ એ સંઘના અમૂલ ફેડરેશનના ચેરમેન છે. ત્યારે નવા ચેરમેન તરીકે અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમાર અને મહેસાણા ડેરીના અશોક ચૌધરીની દાવેદારી પ્રબળ મનાઇ રહી હતી. પરંતુ શામળા પટેલ જ ચેરમેન માટે ફરી એકવાર પસંદ કરવામાં આવ્યા છે. અને વાઈસ ચેરમેન તરીકે વાલમજી હુંબલની જ પસંદગી યથાવત રાખવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે અમૂલ ડેરીના મેનેજિંગ ડાયરેક્ટર આર એસ સોઢીની હકાલપટ્ટી કરવામાં આવી હતી. તેમની જગ્યાએ GCMMFના COO જયેન મહેતાને મેનેજિંગ ડાયરેકટરનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. તેઓ એપ્રિલ-સપ્ટેમ્બર 2018 સુધી અમૂલ ડેરી, આણંદના ઈન્ચાર્જ એમડી તરીકે સેવા આપી છે. જયેન મહેતાને ‘માર્કેટીયર ઓફ ધ યર-એફએમસીજી-ફૂડ એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો છે.
છેલ્લા 32 વર્ષથી અમૂલ સાથે સંકળાયેલા જયેન મહેતાની ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનમાં ચીફ ઓપરેટિંગ ઓફિસર – સીઓઓ તરીકે ફેબ્રુઆરી 2022માં નિમણૂંક થઈ હતી. MD પછી COOની પોસ્ટ બીજા નંબર પર આવે છે. જયેન મેહતા સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરના ગોલ્ડ મેડાલિસ્ટ રહેલા ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડની અમૂલ મુખ્ય અને વિશ્વ વિખ્યાત બ્રાન્ડ છે.