વડોદરા: વડોદરા શહેરમા 24 સ્મશાન આવેલા છે જેમાં 10 કાર્યરત છે આ દસ સ્મશાન મા 5 સ્મશાન ની હાલત દયનિય જોવા મળે છે. જેમાં કેટલાક સ્મશાન મા પાયા ની સુવિધાઓ નથી પાણી, લાકડા, મૃતક ને બાળવા માટે ચિતા, બેસવા માટે બાંકડા ની સુવિધા સહિત ની ખામી ઓ ના કારણે મૃત્યુ પછી પણ માનવી ને તકલીફ વેઠવી પડે છે. શહેર ના ગાજરા વાડી સ્મશાનમા છેલ્લા દસ વર્ષ થી ગેસ ની ચિતા બંઘ હોવાથી ચોમાસા ના સમયે લાકડા ના અભાવે ઘણી મુશ્કેલી નો સામનો કરવો પડતો હતો પરંતુ 10 વર્ષ બાદ ગેસ ચિતા નું રીપેરીગ શરૂ કરવામાં આવ્યું છે.
ગેસ ચિતા ની ચીમની જર્જરીત હાલત મા હોવાથી હવે નવી ચીમની બેસડવા ની શરૂઆત કરવા મા આવી છે. જેવી રીતે ખાસવાડી સ્મશાનનું નવીનીકરણ થનાર છે તેવી રીતે રામનાથ સ્મશાન નું પણ નવીનીકરણ કરવું જરૂરી છે. કારણ કે સ્મશાન મા ચિતાઓની સઁખ્યા ઓછી છે એટલે ઘણીવાર મૃતદેહ ને ખુલ્લા મા મૂકી ને અગ્નિદાહ આપવો પડૅ છે. પાસે આવેલી દીવાલ તૂટી ગયેલ છે જેના કારણે તાર ની વાડ બનાવવી પડી છે. જેથી કુતરાઓ ઘુસી જાય છે. અને બળતા મૃતદેહ ને નુકશાન પહોંચાડે છે. શહેર ના અકોટા, ઠેકર નાથ, ગોત્રી સહિત ના સ્મશાનો ની હાલત ખૂબજ ખરાબ હોવાનું કહેવાય છે. આ સ્મશાનો નું રીનોવેશન થવું જોઈએ તેવી લોકલાગણી ઉભી થઇ છે