Comments

આ પ્રતિક્રિયા સત્યનું જ પ્રતિબિંબ

મારા સન્મિત્ર રામ માધવે એક લેખ લખ્યો છે કે મોટા ભાગના નેતાઓએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતને તેમની મુલાકાત વાંચ્યા વગર પ્રતિભાવ આપ્યો છે. મેં માધવનો લેખ નથી વાંચ્યો પણ તે મુદ્દો નથી. મુદ્દો એ છે કે સંઘ માટે, ખાસ કરીને તેની વિચારસરણી માટે ગેરસમજ થઇ છે? આ સમજવા માટે આપણે દલીલબાજીને નથી વાંચવાના, પણ સીધો મૂળ લખાણનો એટલે કે પાઠનો સહારો લેવાનો છે. મેં તે જ કામ કર્યું છે. જેમની પાસે તેમનાં પ્રવચનો સાંભળવાનો સમય કે વૃત્તિ નહીં હોય તેમને માટે મેં સાર રજૂ કર્યો છે.

આ મહાનુભાવોએ પુસ્તક નથી લખ્યાં. ગોલવલકર કે દીનદયાળ ઉપાધ્યાયે કોઇ પુસ્તક નથી લખ્યાં. આ આશ્ચર્યજનક છે કારણકે ઉપાધ્યાયને ભારતીય જનતા પક્ષ ચુસ્ત વિચારક તરીકે ગણે છે અને તેમના સંગ્રહ ‘ઇન્ટીગ્રલ હ્યુમેનિઝમ’ને પાયાની ફિલસૂફી તરીકે માનવામાં આવે છે. ‘ઇન્ટીગ્રલ હ્યુમેનિઝમ’ એક વિચાર સંપુટ છે. તેમાં ગોલવલકર કહે છે કે હિંદુઓ મારા ભગવાન છે અને આ ભગવાન જ્ઞાતિ સ્વરૂપે છે. મતલબ કે આ સંગઠન મનુએ વર્ણવેલા હિંદુ સમાજ સ્વરૂપે છે. તેમાં બ્રાહ્મણને મસ્તક, ક્ષત્રિયોને બાહુ એટલે કે હાથ, વૈશ્યને જંઘા અને શુદ્રોને પગ ગણવામાં આવ્યા છે અને આ સ્વરૂપે ભગવાન પૂજનીય છે.

૧૯૬૦ માં ગોલવલકરે કહ્યું કે ચડિયાતો માનવ પેદા કરવા માટે પશુઓમાં જેમ સંકર જાત પેદા થાય છે તેમ જ્ઞાતિઓનો સંકર પ્રજા પેદા કરવા ઉપયોગ થવો જોઇએ. નામ્બૂદિરી બ્રાહ્મણો દ્વારા પુરુષોના જ્ઞાતિ બહાર લગ્ન કરાવી હિંદુઓ દ્વારા આ કામ થતું હતું. અન્ય કોઇની પરણેતરની કૂખે જન્મેલા પ્રથમ બાળકના પિતા નાબૂદીરી પુરુષ હોય તે રીતે પણ આ કામ થતું હતું.
સામંતશાહી યુગના યુરોપમાં ‘ઇશ્વરનો અધિકાર’ના નામે આ પ્રથા અમલમાં હતી જેમાં સામંતશાહી માલિકોને નીચલા વર્ગની સ્ત્રી સાથે તેના લગ્નની પ્રથમ રાત્રિઓમાં જાતીય સંબંધ બાંધવાની છૂટ હતી.

આ નબળા અને સીમાંત લોકોનું સીધેસીધું શોષણ જ હતું અને ગોલવલકરના મગજમાં આનાથી ઊંચો વિચાર નથી લાગતો.
સંઘ કે ભારતીય જનતા પક્ષ આવા વિચારો આગળ નહીં ધરે તેની પાછળનું કારણ એ નથી કે આ વિધાનો પાછાં ખેંચી લેવાયાં છે. બલ્કે તેમને સંભવત: ખાતરી હશે કે લેખકે જે કર્યું છે અને પ્રાથમિક લખાણ વાંચ્યું છે તેનું અનુસરણ થોડાં લોકો કરશે. જ્ઞાતિ પ્રથાને પૂજવી અને જડતાથી વળગી રહેવાની સંઘની ઇચ્છાને ચાલુ રાખવી કે નહીં તે બાબતમાં કોઇ ટેલિવિઝન ચર્ચા થાય તો તે જોવાનું રસપ્રદ થઇ જશે. ઉપાધ્યાયના વિચારોને ગંભીરતાથી વાંચવામાં આવે તો હસવું આવશે. (મારું પુસ્તક ‘અમર હિંદુ રાષ્ટ્ર’ જુઓ), કયારેક ચીતરી પણ ચડે. આ ફકરો જુઓ:
‘એક ઉદાહરણ આપું: એક વાર શ્રી વિનોબાજી અને સંઘના સરસંઘચાલક શ્રીગુરુજી વચ્ચેની વાતચીત દરમ્યાન એક પ્રશ્ન ઉપસ્થિત થયો કે હિંદુઓ અને મુસલમાનો વચ્ચે વિચારની પધ્ધતિમાં કયાં ફેર પડે છે? ઇમાનદાર અને ભલામણ લો, હિંદુઓ અને મુસલમાનો બંનેમાં જોવા મળે છે. તે જ પ્રમાણે લુચ્ચાઓ પણ બંને કોમમાં જોવા મળે છે. સારા અને ખરાબ માણસો તો દરેક સમાજમાં જોવા મળશે. ભલાઇનો ઇજારો કોઇ એક સમાજનો થોડો છે? હિંદુઓ વ્યકિતગત જીવનમાં લુચ્ચા હોય તો ય જયારે બધા સાથે ભેગા મળે ત્યારે તેઓ હંમેશા સારી બાબતોનો જ વિચાર કરશે. બીજી તરફ જયારે બે મુસલમાનો ભેગા થશે ત્યારે તેઓ વ્યકિતગત જીવનમાં જે વિચારી પણ ન શકે તેનો ઇરાદો કરી મંજૂર રાખશે. આ રોજિંદો અનુભવ છે. વિનોબાજી સંમત થયા કે આ નિરીક્ષણમાં સત્ય છે પણ તર્ક નથી.’

લેખક દેવાનુર મહાદેવ સંઘ વિશેના પોતાના તાજેતરના પુસ્તકમાં લખે છે કે સંઘ વિચાર અને વિશ્લેષણને બદલે શિસ્ત અને એક મતને પ્રોત્સાહન આપે છે. ‘બંચ ઓફ થોપ્સ’ના શીર્ષક વિશે પોતે જ કહે છે કે આમાં કોઇ વિચારધારા નથી બલ્કે છૂટીછવાયી અને વીતેલા યુગની ભયંકર માન્યતાઓ છે. સંઘમાં વિચાર અને વૈવિધ્યને હતોત્સાહ કરવામાં આવે છે અને આજ્ઞાંકિત બનાવવામાં આવે છે. તેમને એવું શીખવાડવામાં આવે છે કે બંધારણ ખામીયુકત છે. દા.ત. સંઘે હંમેશાં સમવાયતંત્ર પર પ્રહાર કર્યા છે. ઉપાધ્યાય કહેતા કે માત્ર એક ભારત માતા જ હોઇ શકે. તામિલનાડ, ગુજરાત કે બંગાળનું અસ્તિત્વ ખોટું છે. ભારતીય જનતા પક્ષના દક્ષિણ ભારતમાં રાજયપાલને નડતી સમસ્યામાં આ વાતનો પડઘો પડતો લાગે છે. મહાદેવ કહે છે કે સમવાય તંત્રના ધિકકારને ગૂડઝ એન્ડ સર્વિસ ટેકસ સાથે સંબંધ છે. તેણે રાજયોના પોતાની આવક ઊભી કરવાના હકક છીનવી લીધા છે અથવા મર્યાદિત કરી દીધા છે.

મહાદેવે હિંદુત્વને એક ગૌમુખી વાઘ ગણાવ્યો છે. જે ભારતીય સમાજને અંદરથી ખાઇ જાય છે. મહાદેવે સંખ્યાબધ્ધ મૌલિક નિરીક્ષણો કર્યાં છે જેમકે: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભારતમાં જન્મેલા પણ ચતર્વર્ણ વ્યવસ્થાનો ઇન્કાર કરનાર જૈન, બૌધ્ધ, શીખ, લિંગાયત અને અન્ય ધર્મોને શકિતહીન કરવા માંગે છે. આ લોકો પણ હિંદુઓ છે એમ કહીને તેમના સંદેશને ગૌણ બનાવવાની ક્રિયા છે, તેમના લોકોના કહેવા પ્રમાણે વિચારધારા આ બે જ પ્રોત્સાહન આપે છે. માધવ કહે છે તેવી નકારાત્મક પ્રતિક્રિયાથી આપણને આશ્ચર્ય નહીં થવું જોઇએ. આ પ્રતિક્રિયા માત્ર સત્યનું જ પ્રતિબિંબ પાડે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top