સુરત: કવિ વીર નર્મદ નગરી એટલે સુરતના આંગણે ત્રણ દિવસીય જ્ઞાન મહાકુંભ યોજાવા જઇ રહ્યો છે જેમાં ”ભવિષ્યના ભારત” વિષય પર તજજ્ઞો દ્વારા ચર્ચા કરવામાં આવશે. સુરત લિટરરી ફાઉન્ડેશન દ્વારા આગામી તા. 20 થી 22મી જાન્યુઆરી દરમિયાન સુરત ખાતે ”ભારત@2047” થીમ પર પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 11 જેટલા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવામાં આવશે.
- વર્ષ 2047માં ભારત આઝાદીના 100 વર્ષ પૂરા કરશે. ત્યારે 2047 નું ભારત કેવું હશે ? તેનો રોડમેપ તૈયાર થઈ રહ્યો છે. ત્યારે આ રોડમેપ કેવો હોવો જોઈએ?, 2047નું ભારત કેવું હશે ? તેના પર સુરત લિટરરી ફાઉન્ડેશન દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ના કન્વેન્શન હોલ ખાતે 20 થી 22મી જાન્યુઆરી સુધી ”ભારત@2047” થીમ પર પરિસંવાદનું આયોજન : દેશ વિદેશના સ્કોલર અને તળો 2047ના ભારત વિશે 11 જેટલા વિષયો પર કરશે ગહન ચર્ચા
આ અંગે માહિતી આપતાં સુરત લિટરેરી ફાઉન્ડેશનના ગોપાલ ગોસ્વામીએ જણાવ્યું હતું કે હાલ આપણે આઝાદીના 75 વર્ષ પૂરા કરવા સાથે જ ”આઝાદી કા અમૃત મહોત્સવ” ઉજવી રહ્યા છીએ. 75 વર્ષમાં આપણા દેશમાં ઘણો બદલાવ આવ્યો છે. વર્ષ 2047માં ભારત આઝાદીના 100 વર્ષ પૂરા કરશે. ત્યારે 2047 નું ભારત કેવું હશે ? તેનો રોડમેપ તૈયાર થઈ રહ્યો છે. ત્યારે આ રોડમેપ કેવો હોવો જોઈએ?, 2047નું ભારત કેવું હશે ? તેના પર સુરત લિટરરી ફાઉન્ડેશન દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ના કન્વેન્શન હોલ ખાતે 20 થી 22મી જાન્યુઆરી સુધી ”ભારત@2047” થીમ પર પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસીય આ પરિસંવાદમાં રાજનીતિ, ધર્મ, મીડિયા, પત્રકારિતા, વિદેશનીતિ, સિનેમા, મહિલા, ન્યાયપાલિકા અને શિક્ષા જેવા મહત્ત્વપૂર્ણ વિષયો પર દેશ વિદેશના તજજ્ઞો દ્વારા ચર્ચા કરવામાં આવશે. ત્રણ દિવસ સુધી બબ્બે સેશનમાં આ કાર્યક્રમ યોજાશે. જ્યારે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.
કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગે સ્વામી પરમાત્માનાંદ સરસ્વતી, શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી, ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, યશવંત ચૌધરી, દિનેશ પટેલ અને હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. જ્યારે કાર્યક્રમના બીજા દિવસે મેયર હેમાલી બોઘાવાલા અને સમાપન સમારોહમાં કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ, સાંસદ પ્રભુ વસાવા અને ગુજરાત સરકારના મંત્રી રાઘવજી પટેલ, પ્રફુલ્લભાઇ પાનશેરિયા અને પ્રિયાંક કાનુંગો ઉપસ્થિત રહેશે.
આ તજજ્ઞ રહેશે ઉપસ્થિત
ત્રણ દિવસીય કાર્યક્રમમાં વકતા તરીકે ડૉ.વિજય ચૌથૈવાલે, શશી થરૂર, કેપ્ટન આલોક બંસલ, અભય કરાંદિકર, નિરંજન કુમાર, પ્રફૂલા કેતકર, રંજન ગોગાઈ, મનીષ તિવારી, અશ્વિની ઉપાધ્યાય, એમ.આર.વેંકટેશ, પ્રસૂન જોશી, ચંદ્રપ્રકાશ દ્વિવેદી, અનંત વિજય, ઉદય મહુરકર, રાકેશ ગોસ્વામી, એલ.પી. પંત, રેખા શર્મા, શામિકા રવિ, સીનુ જોશેફ, પદમજા જોશી, અમન ચોપડા, શેફાલી વૈદ્ય, સુરેશ પટેલ, અજય કુમાર તોમર, બંછાનિધી પાણી, આનંદ રંગનાથન, ગોપીનાથ કાનન,ઉપેન્દ્ર ગિરિ, અરવિંદ ગુપ્તા, ગૌતમ ચિકરમાને, અનુરાગ સક્સેના, હર્ષ મધુસૂદન, રંગરાજન ચિકુર બાલાજી, ઇમામ તવ્હિદી, એસ્થર જહસોન ઉપસ્થિત રહેશે.