Charchapatra

સાયકલ વાપરો, પૃથ્વીનું પ્રદુષણ ઓછું કરો

પ્રકૃતિની સમતુલા બગાડી તેની પવિત્રતા નષ્ટ કરી તેને બદલે પર્યાવરણને બચાવવું એ આપણા સૌની ફરજ છે. પ્રદૂષણનો આંક જીવસૃષ્ટિ માટે ઘાતક પુરવાર થતો જાય છે. આથી પર્યાવરણને માત્ર વાતોનો વિષય નહિ બનાવતા તેની અમલદારી અત્યંત જરૂરી છે. ભૂતકાળમાં સાયકલની સંખ્યા વધુ દેખાતી હતી જેમાં આજે ઓટ આવતી જાય છે. જે આજે શારીરિક સ્વાસ્થ્ય અને વધુ પડતા પ્રદૂષણના સમયમાં જરૂરિયાતમંદ થઈ ગઈ છે. આજે વધુ પડતા ફયુઅલના ઉપયોગને લીધે પ્રદૂષણનું પ્રમાણ વધતું જ જાય છે. તેને બદલે સાયકિંલગનો ઉપયોગ ઘણો જ જરૂરી થઈ ગયો છે. આથી ટ્રાફિકના ભારણ સાથે પ્રદૂષણ ઘટશે અને દેશનો તેમજ જનતાનો આર્થિક ખર્ચ પણ ઘટશે. શાળામાં અભ્યાસ કરતા નવયુવાનોને પ્રોત્સાહન કરવા માટે સારી કારકિર્દી તરીકે સાયકલ ભેટમાં આપવાથી સાયકલનો ઉપયોગ કરવાના વિચારો અમલમાં મૂકશે.

સાયકલને હવે ફેશન તરીકે ગણના કરતાં તેને અપનાવવાથી મુવમેન્ટ પણ વધશે. સાયકલના ઉપયોગથી થતા ફાયદાઓમાં પર્યાવરણ બચાવી શકાશે. ટ્રાફિકનાં અડચણો દૂર થશે, શારીરિક તરીકે તે ઉપયોગી પણ છે. પોલીસની કનડગત અને સાયકલને ક્રેઈન લઈ જતી નથી, આથી દંડની શકયતા રહેતી નથી. શારીરિક અને માનસિકના અસાધ્ય રોગમાં ઘણી જ જરૂરી છે. ચીન જેવા ઔદ્યોગિક દેશમાં સાયકલનો ઉપયોગ વધતો જ જાય છે. નેધરલેન્ડમાં તો સાયકલ માટે સ્પેશ્યલ ટ્રેક બનાવવામાં આવે છે.
સુરત- ભૂપેન્દ્ર સી. મારફતિયા    – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

ખરાબ વ્યકિતથી દૂર રહીએ
હલકા માણસની સોબત  નહિ કરવી જોઈએ. આવા માણસો સાથેની દોસ્તીની સમાજમાં બદનામી જ થાય છે. તેનાં અપલક્ષણો આપણામાં ઊતરે છે, તે આપણને ક્યારેક મુશ્કેલીમાં મૂકી દે છે. જ્યાં સુધી તે આપણા મિત્ર રહેશે ત્યાં સુધી તે ખુશામતવૃત્તિ અજમાવશે. પરંતુ જે પળે તે આપણો દુશ્મન બની જશે તે પળથી તે આપણા માર્ગમાં કાંટો બની જશે. બીજાઓ આગળ નિંદા કરશે. આમ ખરાબ વ્યકિત સાથે સોબત સર્વ રીતે હાનિકારક જ છે.
બામણિયા – મુકેશ બી. મહેતા    – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top