માંડવી : માંડવી (Mandvi) નગરમાં આવેલી શાંતિવન કો. ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં રહેતા નિવૃત્ત જિલ્લા રજિસ્ટ્રારનો (District Registrar) પુત્ર બીમાર હોવાથી તેઓ સારવાર અર્થે સુરત ગયા હતા. તે દરમિયાન તેમનું ઘર બંધ હતું. તેનો લાભ લઇને તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા અને રૂપિયા 5.46 લાખની કિંમતની મતા ચોરી પલાયન થઇ ગયા હતાં. તેઓ ઘરે આવ્યા ત્યારે તેમને ચોરીની જાણ થતાં પોલીસ (Police) ફરિયાદ નોંધાવી હતી.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ માંડવીના શાંતિવન કો.ઓ.હાઉસિંગ સોસાયટીમાં રહેતા નિવૃત્ત અધિકારી કરસશનજી મકનજીભાઈ ગામીત જેમનો પુત્ર કેની બીમાર હોવાથી તા- 4 જાન્યુઆરીએ તેઓ તેને લઇને સારવાર માટે સુરત ગયા હતાં.
બંધ મકાનમાંથી તસ્કરો 42 ઇંચનું ટીવી પણ લઇ ગયા
સારવાર કરાવ્યા બાદ 13 જાન્યુઆરી તેઓ ઘરે પરત આવતા કબાટનું તાળું તૂટેલું અને માલસામાન વેર વિખેર જોવા મળ્યો હતો. તપાસ કરતાં તેમના ઘરમાંથી રૂપિયા 5.25 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના, રોકડા રૂપિયા 10,500 તેમજ રૂપિયા 10,000ની કિંમતનું 42 ઇંચનું ટીવી પણ ચોરી ગયા હતાં. તેમની ફરિયાદના આધારે માંડવી પીઆઇ હેમંત પટેલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, માંડવી નગર પાલિકા દ્વારા મુકાયેલા સીસીટીવી કેમરા અઢી વર્ષથી બંધ હાલતમાં છે. અને નગરમાં ઘરફોડ ચોરીના અનેક બનાવ બને છે. જેથી પાલિકાએ સીસીટીવી કેમેરા વહેલી તકે ચાલુ કરે તેવી લોક માંગ ઉઠી હતી.
તાપી જિલ્લામાં ગાયોની ગેરકાયદે હેરાફેરી કરનારને 10 વર્ષની કેદ
વ્યારા: સોનગઢથી નવાપુર તરફ જતાં રોડ ઉપર બેડકીનાકા પર ગઇ તારીખ 16/09/2020ના રોજ ગાયોની હેરાફેરી અન્ય રાજ્યમાં કરતી વખતે પકડાયેલા એક ઇસમને કોર્ટે દશ વર્ષની સજા તેમજ પાંચ લાખનો દંડ ફટકાર્યો હતો જ્યારે અન્ય બે આરોપીને નિર્દોષ છોડી મૂક્યા હતાં.આ કેસની મળતી વિગત અનુસાર ગઇ તારીખ સવારે 16/09/2020ના રોજ કટાસવાણમાંથી પસાર થતા ને.હા. નં.૫૩ ઉપર પોલીસે બોલેરો પીકઅપ વાને નં.જી.જે.૨૬-ટી-૭૧૯૨ ઝડપી પાડી હતી. આ પીકઅપ વાનમાંથી બે ગાય અને એક વાછરડું મળી આવ્યું હતું